Valsad: ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એક વખત નશીલા કારોબારનો પર્દાફાશ થયો

|

Apr 05, 2021 | 9:43 PM

Valsad: ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એક વખત નશીલા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે વલસાડ એસઓજી પોલીસે વાપીના ગીતા નગર વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

Valsad: ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એક વખત નશીલા કારોબારનો પર્દાફાશ થયો
ઝડપાયેલ ગાંજાના જથ્થાની પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Valsad: ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એક વખત નશીલા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે વલસાડ એસઓજી પોલીસે વાપીના ગીતા નગર વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે ચોંકાવનાર બાબત એ છે કે ઓરિસાના ગંજામ વિસ્તારથી 1700 કિલોમીટરનું અંતર અને અનેક ચેક નાકાઓ વટાવી આ પ્રકારનો નશીલો ગાંજો વાપીમાં ઝડપાયો છે. ત્યારે દેશની અન્ય પોલીસ એજન્સીની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે.

 

છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક નગરી વાપીના છેવાડાના વિસ્તારોમાં ગાંજા જેવા નશીલા કારોબારનો મોટાપાયે રેકેટ ચલાવી અને યુવાધનને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા હોવાની વલસાડ એસઓજી પોલીસને બાતમી મળી હતી. આથી વલસાડ એસઓજીની ટીમે વાપી રેલવે સ્ટેશન નજીક આવેલા ગીતા નગર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ વોચ દરમ્યાન વાપીના ગીતા નગર વિસ્તારમાં આવેલી માનસી હોટલની બાજુમાં આવેલા મેજેસ્ટિક હોમ સોસાયટીના કમ્પાઉન્ડમાં એક ગાડી લઈને ઉભેલા કેટલાક શકમંદોની તપાસ કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

તપાસ દરમિયાન ગાડીમાં બનાવવામાં આવેલા ચોર ખાનામાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ઈનોવા કારના પાછળના ભાગે બનાવવામાં આવેલા ચોર ખાનામાં અંદાજે 1.62 લાખની કિંમત નો 16.241 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તાત્કાલિક તમામ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં વાપીના ગીતાનગર અને આસપાસના વિસ્તારમાં ગાંજાનું રેકેટ ચલાવતા મુખ્ય આરોપી શરીફ શેખને પણ દબોચી લીધો છે. આમ પોલીસે 16.241 કિલો ગાંજા સાથે ચાર આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓ પાસેથી ગાંજાની હેરફેર માટે વપરાતી ઈનોવા કાર સહિત અંદાજે રૂપિયા 11.80 લાખનો મુદ્દામાલ પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ગાંજો સંતાડવા બનાવ્યા હતા કારમાં ચોર ખાના 
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે આરોપીઓમાં શરીફ મહંમદ સલીમ શેખ અને અબ્દુલ રહેમાન જબ્બાર ખલીફાની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે ઈનોવા કારને ઓરિસ્સાથી લઈને આવેલા મુરલીધર ઉર્ફે પપ્પુ દેવરાજ શેટ્ટી અને પ્રફુલ્લ ઉર્ફે પરુ સનિયા શેટ્ટીની ધરપકડ કરી છે. શેટ્ટી અટકધારી બંને આરોપીઓ વાપીથી 1700 કિલોમીટર દૂર આવેલા ઓરિસ્સામાંથી આ ઈનોવા કારમાં બનાવવામાં આવેલા ચોર ખાનામાં ગાંજાનો મોટો જથ્થો રાખી અને ઓરિસ્સાથી વાપી સુધી ગાંજાની હેરાફેરી કરતા હતા.

 

અગાઉ પણ અનેક વખત આરોપીઓ આ રીતે ઓરિસ્સાથી વાપી સુધી ગાંજો સપ્લાય કરી ચૂક્યા છે અને વાપી લાવ્યા બાદ આરોપી શરીફ શેખ વાપી ગીતાનગર અને આસપાસના વિસ્તારમાં ગાંજાના નશીલો કારોબારનો ચલાવી રહ્યો હતો. વર્ષ 2020માં પણ આરોપી શરીફ શેખ વિરુદ્ધ વાપી રેલવે સ્ટેશનમાં 15 કિલો ગાંજાના કેસ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે, ત્યારથી તે ફરાર હતો.

 

વર્ષોથી પિતા-પુત્ર ચલાવી રહ્યા છે નશીલો કારોબાર
આરોપી શરીફ શેખના પિતા સલીમ શેખ વિરુદ્ધ પણ 2016માં ભિલાડમાં નશીલા પદાર્થના હેરાફેરીનો કેસ ભીલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. આમ પિતા અને પુત્ર વર્ષોથી વાપી અને આસપાસના વિસ્તારમાં નશીલા રેકેટ ચલાવી રહ્યા હતા. જોકે આ વખતે વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમે વાપીના છેવાડાના વિસ્તારમાં નશાનો રેકેટ ચલાવતા પિતા-પુત્રની જોડીમાંથી પુત્રને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે. હવે વલસાડ જિલ્લા એસઓજી પોલીસે વાપીથી ઓરિસ્સા સુધી ફેલાયેલા આ નશાના કારોબારના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Election 2021 : 6 એપ્રિલે તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી, એક જ તબક્કામાં મતદાન, 2જી મેના દિવસે મતગણતરી

Next Article