Vadodara : ગોત્રી દુષ્કર્મ કેસમાં બે લક્ઝુરિયસ કાર જપ્ત , અશોક જૈન સહિત સ્ટાફના સદસ્યોની પુછપરછ

|

Sep 25, 2021 | 3:59 PM

દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનના સ્ટાફના કેટલાક સદસ્યોની પૂછપરછ કરાઇ છે. અશોક જૈનના પુત્રની ત્રણ કલાક સુધી પૂછપરછ થઇ છે. અશોક જૈનની ઓફિસમાંથી CCTVનું DVR કબજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયું છે.

Vadodara  : ગોત્રી દુષ્કર્મ કેસમાં બે લક્ઝુરિયસ કાર જપ્ત , અશોક જૈન સહિત સ્ટાફના સદસ્યોની પુછપરછ
Vadodara: Two luxury cars seized in Gotri misdemeanor case, interrogation of staff members including Ashok Jain

Follow us on

વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. બે પૈકી એક કાર તે એક કાર છે જેમાં પીડિતા અશોક જૈન સાથે બેસીને રાજુ ભટ્ટને મળવા ગઇ હતી. કાર અંગે પીડિતાએ નિવેદન આપ્યું છે કે, તેના શેઠ અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વચ્ચે આજવા રોડ ખાતે આવેલી જમીન અંગે વાતચીત ચાલી રહી છે. મારા શેઠે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો જેમાં હું રહેતી હતી.

એક મહિના પહેલાં મારા શેઠ અશોક જૈન મારા ફ્લેટ નીચે આવ્યા હતા અને કહયું હતું કે, ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરવાની છે. તેઓ મને તેમની ગાડી 3355 નંબરની ગાડીમાં બેસાડીને મને વાસણા રોડ ખાતે આવેલા હેલી ગ્રીન ખાતેના ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા. ત્યારે બપોરના લગભગ ત્રણ કે ચાર વાગ્યા હશે. અમે ગાડી નીચે પાર્ક કરી સાતમા માળે ગયા હતા. જ્યાં ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ હાજર હતા. અમે તેમની સાથે સહારાની જમીન સેબીમાંથી કેવી રીતે મુક્ત કરાવવી તે અંગે ચર્ચા કરી હતી.

તો દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનના સ્ટાફના કેટલાક સદસ્યોની પૂછપરછ કરાઇ છે. અશોક જૈનના પુત્રની ત્રણ કલાક સુધી પૂછપરછ થઇ છે. અશોક જૈનની ઓફિસમાંથી CCTVનું DVR કબજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયું છે. સાથે જ કેસની સાથે સંકળાયેલ અલગ અલગ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વડોદરા શહેર એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા સહિતના સિનિયર અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે હાજર રહ્યાં હતા. અત્યાર સુધી કુલ 30 લોકોની પૂછપરછ કરાઇ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

યુવતી જે ફ્લેટમાં રહેતી હતી તે ફ્લેટના માલીકની પૂછપરછ કરાઇ, એક હોટેલ સંચાલકની પણ પૂછપરછ કરાઈ. આ સાથે જ દુષ્કર્મ કેસના આરોપીઓ વિદેશ ભાગી ના જાય તે માટે તમામ એરપોર્ટ પર જાણ કરાઈ છે. બંને આરોપીઓની પાસપોર્ટ વિગતો એકત્ર કરાઈ છે. અલગ અલગ તમામ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાનો કથિત મિત્ર બુટલેગર અલ્પેશ સિંધી જે ગુનામાં વોન્ટેડ છે તે ગુનામાં ધરપકડ માટે એક ટીમને કાર્યરત કરવામાં આવી છે.

વડોદરા(Vadodara)શહેરમાં અત્યંત ચકચારી બનેલા ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case)આરોપીઓ તરફે સમાધાન કરાવવા માટે પ્રયત્નશીલ હોવાના આક્ષેપો વચ્ચે ક્રાઇમ બ્રાંચના(Crime Branch)પી.આઇ એ બી જાડેજાની ક્રાઇમ બ્રાંચમાંથી પોલીસ કમિશનર દ્વારા બદલી કરી દેવામાં આવેલી છે. આની સાથે જ શહેરના અન્ય સાત પીઆઇની પણ આંતરિક બદલી કરવામાં આવી છે.

Published On - 3:59 pm, Sat, 25 September 21

Next Article