વડોદરા યુવતી દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં નવો વળાંક, ઓએસીસ સંસ્થા સામે ગુનો દાખલ
વડોદરામાં યુવતી પર થયેલ બનાવની વિગત છુપાવવા બદલ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઓએસીસ સંસ્થા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
ગુજરાતના(Gujarat)વડોદરામાં(Vadodara) યુવતી દુષ્કર્મ(Rape)અને નવસારીમાં(Navsari)આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch) માહિતી છુપાવવા બદલ ઓએસીસ સંસ્થા સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં વડોદરામાં યુવતી પર થયેલ બનાવની વિગત છુપાવવા બદલ ઓએસીસ સંસ્થા વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવસારીની યુવતી પર દુષ્કર્મ-આપઘાત કેસની તપાસમાં FSLનો રિપોર્ટ આવ્યો છે. FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયુ હોવાનું અને શ્વાસ રુંધાવાથી મોત થયાનું FSL રિપોર્ટમાં બહાર આવ્યું છે. રેલવેના DySPએ જણાવ્યુ હતુ કે, યુવતીનું ગળેફાંસો ખાવાથી મોત થયું છે અને અન્ય બીજા પણ રિપોર્ટ આવ્યા બાદ વધારે માહિતી સ્પષ્ટ થશે.
હાલ યુવતીની ડાયરીમાં લખ્યું હોવાથી અને યુવતીના હાથ, સાથળ અને ગુપ્ત ભાગની પાસે ઈજાના નિશાન હતા હોવાથી દુષ્કર્મની થિઅરી પર કામ શરૂ છે.. અને હજુ બીજા ઘણા બધા પુરાવાઓ મળી શકે તેમ છે. ત્યારે શંકાસ્પદ ઘણા લોકોની પૂછપરછ કરી તમામ એજન્સીઓ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : ઓમીક્રોનને લઇને એલર્ટ , રાજકોટ વહીવટીતંત્રએ શરૂ કરી વ્યવસ્થાની સમીક્ષા
આ પણ વાંચો: Ahmedabad: આરોપીની એક કુટેવ તેને જેલના સળીયા સુધી લઈ ગઈ, પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો આરોપીને ઝડપી લીધો