Big Update: ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના રિમાન્ડ મંજૂર, પોલીસ દ્વારા ઉલટ તપાસમાં થશે મોટા ખુલાસા?
ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટી અપડેટ આવી છે. આજે આરોપી રાજુ ભટ્ટને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજુર કરી દીધા છે.
વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે આરોપી રાજુ ભટ્ટના રિમાન્ડ આપતા જ હવે દુષ્કર્મ કેસના અનેક સવાલોના જવાબ મળશે. પોલીસ હવે રાજુ ભટ્ટની ઉલટ તપાસ કરશે. અને અત્યાર સુધી તે ક્યાં ક્યાં છુપાયો હતો, છૂપાવવા અને ભગાડવામાં તેને કોણે કોણે મદદ કરી હતી તે અંગે પુછપરછ કરશે. સાથે જ રાજુ ભટ્ટને કોણે કોણે આશરો આપ્યો તે અંગે પણ પોલીસ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે રાજુ ભટ્ટે કોર્ટમાં સહઆરોપી અશોક જૈનને ન ઓળખતો હોવાની વાત કરી હતી. ત્યારે અશોક જૈન સાથેના સંબંધો અંગે પણ રાજુ ભટ્ટની પુછપરછ કરાશે. ત્યારે જોવાનું એ છે કે દુષ્કર્મ કેસમાં હવે વધુ કયા નવા નવા ખુલાસા થાય છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મેડિકલ ટેસ્ટ માટે રાજુને GMERS ગોત્રી મેડિકલ કૉલેજમાં લઈ જવાયો હતો. જ્યાં તેના જુદા-જુદા મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા. આ સિવાય DNA ટેસ્ટ માટે જરૂરી નમૂના પણ લેવામાં આવ્યા છે. મેડિકલ સ્ટાફે રાજુ ભટ્ટના લોહી, લાળ અને નખના નમૂના લીધા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તમામ નમૂના FSLમાં મોકલી આપ્યા છે. અત્યાર સુધીની તપાસમાં જમા લેવાયેલો મોબાઈલ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, CCTV, DVR સહિતની કેટલીક મહત્વની ચીજવસ્તુઓને ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલવામાં આવી છે.
આ પણ વાંચો: ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની યુવતી સાથે અંગત પળો માણી હોવાની કબૂલાત, આજે કોર્ટમાં રજૂ કરાશે
આ પણ વાંચો: ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટા સામચાર, વડોદરા પોલીસ કમિશ્નરે તપાસ માટે SITની રચના કરી