Video : લો બોલો, ફુટપાથ પર ઉભેલી મહિલાનું પર્સ અને મોબાઈલ છીનવીને ચોર ભાગ્યો, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ

|

Aug 22, 2021 | 5:13 PM

પુણેમાં રસ્તા પર ઉભેલી મહિલાનું પર્સ અને મોબાઈલ (Mobile) છીનવીને બે ચોર ભાગી ગયા. મહિલાએ લગભગ એક કિલોમીટર સુધી ચોરનો પીછો કર્યો, પરંતુ ચોરને પકડવામાં સફળ થઈ નહી.

Video : લો બોલો, ફુટપાથ પર ઉભેલી મહિલાનું પર્સ અને મોબાઈલ છીનવીને ચોર ભાગ્યો, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ
The thief snatched the woman's purse and mobile

Follow us on

Video : જો તમે રસ્તા પર કે બસ સ્ટોપ (Bus Stop) પર અથવા ફૂટપાથ પર ઉભા રહીને મોબાઈલ પર વાત કરવાના શોખીન છો તો તમારે ચેતવાની જરૂર છે. તાજેતરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહિલા ફુટપાથ પર ઉભી છે, ત્યારે અચાનક તેનો મોબાઈલ અને પર્સ ચોરી થઈ જાય છે.

એ જરૂરી નથી કે જો તમે રસ્તા પર મોબાઈલ પર કોઈની સાથે વાત ન કરતા હોવ તો પણ આ અકસ્માત તમારી સાથે બની શકે છે. જેથી કોઈ પણ જાહેર ક્ષેત્રમાં હંમેશા સતર્ક રહેવું જરૂરી છે. પુણેના હડપસર વિસ્તારમાં બે ચોર રસ્તાની બાજુમાં ઉભેલી મહિલાનું પર્સ અને મોબાઈલ છીનવીને ભાગી ગયા. બાદમાં મહિલા પણ એક કિલોમીટર સુધી ચોરનો પીછો કરે છે. આ સમગ્ર ઘટનાના CCTV હાલ સામે આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શું છે સમગ્ર મામલો?

પુણેના હડપસર વિસ્તારમાં કારની રાહ જોઈ રહેલી મહિલા ફુટપાથ પર ઉભી હતી, ત્યારે અચાનક બે ચોર મહિલાનો મોબાઈલ અને પર્સની ચોરી કરીને ભાગી જાય છે. ધોળા દિવસે ચોરી થતા હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

મહિલાએ એક કિલોમીટર સુધી પીછો કર્યો

જ્યારે બે ચોર મોબાઈલ અને પર્સ લઈને ભાગી ગયા, ત્યારે મહિલાએ પણ એક કિલોમીટર સુધી તે ચોરનો પીછો કર્યો. પરંતુ તે ચોર પકડવામાં સફળ થઈ નહી. હાલ પુણેની વનવાડી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

જુઓ વીડિયો

આવી જ એક ઘટનામાં મહિલા ચોરને પકડવામાં સફળ થઈ હતી

આ પહેલા મુંબઈના કલ્યાણ નજીક થોડા દિવસો પહેલા આવી જ એક ઘટના બની હતી. મુંબઈમાં કામ કરતી એક મહિલા તેના કેટલાક કામ માટે કલ્યાણ જિલ્લાના શહાદમાં આવી હતી. તે શહાદ રેલવે સ્ટેશન (Railway Station) પર ઉભી હતી ત્યારે એક યુવાન તેની પાસે આવ્યો અને તેનો મોબાઈલ છીનવી લીધો. મહિલાએ થોડી વાર પ્રતિકાર કર્યો. પરંતુ ચોર મોબાઈલ છીનવીને ભાગી ગયો હતો.

બાદમાં મહિલા પણ યુવકની પાછળ દોડી હતી. આ દરમિયાન, એક પોલીસ કર્મચારી (Police) અને કેટલાક નાગરિકો ત્યાં પહોંચ્યા અને તેઓ ચોરને પકડવામાં સફળ રહ્યા. 14 ઓગસ્ટની આ ઘટનામાં ચોર શાહરૂખ ગફૂર શેખને કલ્યાણ રેલવે પોલીસને સોંપવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: BJP Ashirwad Yatra: કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેની જન આશીર્વાદ વિરૂદ્ધ 36 FIR, કોરોનાનાં નિયમોનું ઉલ્લંઘન જવાબદાર

આ પણ વાંચો:  MPH Recruitment 2021: મહારાષ્ટ્રમાં 3466 ગ્રુપ ડી પોસ્ટ માટેની ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ, જાણો કેવી રીતે અરજી કરવી

Published On - 5:06 pm, Sun, 22 August 21

Next Article