AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : સોલામાં ફૂટપાથ પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ હત્યા કરાઈ

Murder in Sola : અમદાવાદના સોલા વિસ્તારમાં ફૂટપાથ પર બેસવા જેવી નજીવી બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી. આગાઉ અમરાઈવાડી વિસ્તારમાં પણ આવી જ રીતે બે હત્યાઓ થઇ હતી.

AHMEDABAD : સોલામાં ફૂટપાથ પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ હત્યા કરાઈ
સાંકેતિક તસ્વીર
Pratik jadav
| Edited By: | Updated on: Jul 03, 2021 | 7:31 PM
Share

Murder in Sola : અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દ્વારા શહેરમાં ગુનાખોરી (CRIME) ડામવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં અમદાવાદ શહેરમાં ગુનાઓ સતત વધી રહ્યાં છે. આ ગુનાખોરીમાં ચોરી અને લૂંટફાટ કરતા હત્યાના બનાવો વધારે બની રહ્યા છે, જેના કારણો પણ ખૂબ સામાન્ય હોય છે. આવો જ એક હત્યાનો બનાવ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો. જ્યાં ફૂટપાથ પર બેસવા જેવી નાની બાબતમાં ખેલાઈ ગયો ખૂની ખેલ.

સામાન્ય બાબતમાં ઝઘડો અને હત્યા સોલા (Sola)માં ફૂટપાથ પર બેસવા જેવી સામાન્ય વાતમાં આરોપી ધવલ રાવળ દ્વારા પૂનમ ઉર્ફે લાલાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મૃતક પૂનમ અને આરોપી ધવલ રાવળ બંને મિત્રો હતા.થોડા સમય પહેલા જ ફૂટપાથ પર બેસવા જેવી નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે ઉગ્ર બોલાચાલીમાં પરિણમ્યો હતો.જે તે સમયે બંને ના મિત્રોએ વચ્ચે પડીને બંને ને શાંત પાડ્યા હતા.

પરંતુ આરોપી ધવલ રાવળને આ ઝગડાથી લાગી આવ્યું હતું. ગત 2 જુલાઈને શુક્રવારે રાત્રે જ્યારે ધવલનો મિત્ર પૂનમ ઉર્ફે લાલા રોડ પર તેની રિક્ષામાં સુઈ રહ્યો હતો ત્યારે જ આરોપી ધવલે ઝગડાનો ગુસ્સો ઉતારવા માટે પૂનમના ચેહરા તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પૂનમને મોતને ઘાટ ઉતારી દીધો.

હત્યાની સમગ્ર ઘટના CCTV માં કેદ સામાન્ય બોલાચાલી અને ઝઘડા બાદ કરવામાં આવેલી આ હત્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે આરોપી ધવલે તેના મિત્ર પૂનમ ઉર્ફે લાલા પર એક બાદ એક તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી હત્યા (Murder) કરી પલાયન થઇ ગયો હતો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ધવલને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

અગાઉ અમરાઈવાડીમાં પણ આવી જ રીતે બે હત્યાઓ થઇ અમદાવાદ (Ahmedabad) શહેરમાં સામાન્ય બાબતોમાં હત્યા કરવી હવે ગુનેગારો માટે સામાન્ય વાત બની ગઈ હોય એમ લાગી રહ્યું છે. કારણ કે રોડ પર બેસવા જેવી સામાન્ય વાતમાં હત્યા થઈ હોવાના અમરાઈવાડી (Amraiwadi) વિસ્તારમાં હત્યાના બે બનાવો બન્યા પછી પણ હત્યાનો સિલસિલો અટક્યો નથી. આવો જ બનાવ હવે સોલા (Sola) વિસ્તારમાં પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો : UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">