AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા

UttarPradesh conversion case : ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તનના આરોપમાં પકડાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ બાદ 32 જિલ્લાની પોલીસ તાપસમાં લાગી ગઈ છે. આ ત્રણ આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા
FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 5:13 PM
Share

UttarPradesh conversion case : ઉત્તરપ્રદેશના ચકચારી ધર્મ પરિવર્તન કેસમાં ED એ મોટી કાર્યવાહી કરી છે. એક બાજુ આરોપીઓની પૂછપરછ બાદ ઉત્તરપ્રદેશની 32 જિલ્લાની પોલીસ તપાસમાં લાગી છે તો બીજી બાજુ આ કેસમાં PMLA એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરતા ED એ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા છે.

દિલ્હી, ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ દરોડા ઉત્તરપ્રદેશમાં કેટલાક બહેરા વિદ્યાર્થીઓ અને ગરીબ લોકોના કથિત ધર્મપરિવર્તન (conversion) અને અ કામ માટે વિદેશથી ફંડિંગ મેળવવાના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 3 જુલાઈને શનિવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા.

શનિવારે ઇડીના અધિકારીઓએ દિલ્હીમાં જે સ્થળો પર દરોડા પાડ્યા તેમાં આઈડીસીની ઓફિસ તેમજ મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમીના રહેઠાણો શામેલ છે. આ તમામ જગ્યાઓ દિલ્હીના જામિયાનગરમાં આવેલી છે.

ઉત્તરપ્રદેશમાં (ED) એ લખનૌ સ્થિત અલ હસન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન અને ગાઇડન્સ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંગઠનો ઉમર ગૌતમ ચલાવે છે અને આ કથિત ગેરકાયદેસર ધર્મ પરિવર્તન (conversion) કરવામાં મદદરૂપ છે.

મની લોન્ડરિંગનો કેસ કરી તપાસ શરૂ કરાઈ ઇડીએ ઉત્તરપ્રદેશના કેટલાક બહેરા વિદ્યાર્થીઓ અને ગરીબ લોકોના કથિત ધર્મપરિવર્તન કરવાના મામલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી કથિત ભંડોળ આપવા મામલે મની લોન્ડરિંગ (money laundering) નો ગુનાહિત કેસ નોંધ્યો છે.

શુક્રવારે આ વિશે માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ FIRની સમકક્ષ ગણાતા એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) ને મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવી છે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ તપાસ એ આરોપો પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવશે કે ગેરકાયદેસર નાણાં વિદેશી કે દેશી સ્રોતો પાસેથી મેળવવામાં આવ્યા હતા.

1000 લોકોનું ધર્મપરિવર્તન કર્યાનો દાવો ઉત્તરપ્રદેશ પોલીસ (UttarPradesh Police) ના એડીજી પ્રશાંત કુમારે મુફ્તી કાઝી જહાંગીર આલમ કાસમી અને મોહમ્મદ ઉમર ગૌતમની ધરપકડ બાદ મીડિયાને જણાવ્યું હતું કે ગૌતમ, જેમણે પોતે હિન્દુ ધર્મમાંથી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો, તેણે પોલીસ પૂછપરછમાં કબુલ્યું હતું કે લગ્ન, પૈસા અને નોકરીની લાલચથી તેણે ઓછામાં ઓછા 1000 લોકોનું ઇસ્લામમાં ધર્મપરિવર્તન (conversion) કરાવ્યું છે.

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">