બોગસ આયુષ્યમાન કાર્ડ કાઢવાનુ કૌંભાડ, રૂપિયા આપીને કાર્ડ કઢાવનારા છેતરાયા

|

Sep 18, 2020 | 7:22 PM

સુરતમાં ઓછુ ભણેલા લોકોને બોગસ, આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌંભાડ બહાર આવ્યું છે. મૂળ સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ ઠગ દ્વારા પૈસા લઈને બોગસ કાર્ડ કાઢી આપીને ઠગી લીધા. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો, જ્યારે એક વ્યક્તિ કાર્ડ લઈને હોસ્પિટલમાં દાખલ થવા ગયા. આશરે 1000 લોકો પાસેથી રૂપિયા લઈને બોગસ આયુષ્યમાન કાર્ડ […]

બોગસ આયુષ્યમાન કાર્ડ કાઢવાનુ કૌંભાડ, રૂપિયા આપીને કાર્ડ કઢાવનારા છેતરાયા

Follow us on

સુરતમાં ઓછુ ભણેલા લોકોને બોગસ, આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌંભાડ બહાર આવ્યું છે. મૂળ સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ ઠગ દ્વારા પૈસા લઈને બોગસ કાર્ડ કાઢી આપીને ઠગી લીધા. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો, જ્યારે એક વ્યક્તિ કાર્ડ લઈને હોસ્પિટલમાં દાખલ થવા ગયા. આશરે 1000 લોકો પાસેથી રૂપિયા લઈને બોગસ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.


સુરતના કતારગામમાં આબાંતલાવડી વિસ્તારમાં રહેતાં ખીમજીભાઈ મોણપરા મે-2019માં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના સ્નેહ મિલન સમારોહમાં ગયાં હતા.જ્યાં ગામના લોકોને મદદરૃપ થવા માટે આધારકાર્ડ, કિસાન પેન્શન યોજના તથા મેડિકલ સારવાર માટે વિનામૂલ્યે આયુષ્યમાન કાઢી આપવાની જાહેરાત થતા ગામના લોકોએ કાર્ડ કઢાવવા નામો પણ નોંધાવ્યા હતા. થોડા મહિના બાદ કતારગામના હરિદર્શનના ખાડામાં એક કેમ્પ યોજાયો તેમાં રૃા.700થી રૃા.1000 લઇને આયુષ્માન કાર્ડ બનાવીને લોકોને આપી દેવાયા હતા..

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દરમિયાન ખીમજીભાઈને દોઢેક માસ પહેલાં હાર્ટ એટેક આવતાં ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા બાદ ઓપરેશન કરાયું હતું. તે વેળા તેમણે રજૂ કરેલો આયુષ્માન કાર્ડ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. આયુષ્માન કાર્ડને લીધે વિનામૂલ્યે સારવાર થશે તે માનીને હોસ્પિટલમાં દાખલ થયેલા પરિવારે હોસ્પિટલનું બિલ પરિચિતો પાસે ઉધાર લઇને ચુકવવું પડયું હતું.હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ખીમજીભાઇએ આયુષ્માન કાર્ડ કાઢી આપનારા મુકેશ મકવાણા અને પી.ડી.ડાભી નામક વ્યક્તિને કોલ કર્યા ત્યારે બંનેએ એકબીજા પણ મામલો ઢોળ્યો હતો.ખીમજીભાઇની તપાસમાં તેમના ગુ્રપના અન્ય ૩૫થી વધુ લોકોને પણ આવા જ બોગસ આયુષ્માન કાર્ડ અપાયાની વાત બહાર આવી છે…
ખીમજીભાઈએ કહ્યું કે, અમારી પાસે ત્રણ કાર્ડના 2100 રૃપિયા વસુલ કરાયા હતા. અન્ય લોકો પાસે કાર્ડ દીડ રૃા.1000 કે તેથી વધુ પણ વસુલ કરાયા છે. અને સુરતમાં અંદાજે 1000 જેટલા આવા આયુષ્માન કાઢી અપાયાનો અંદાજ છે. લોકો સાથે છેતરપિંડી કરનારા સામે પગલા લેવા જરુરી છે. આ અંગે સિંગણપોર પોલીસ મથકમાં અરજી પણ કરી છે.પોલીસ દ્વારા કોઈ કાર્યવાહૈ કરી નહિ..

 

આ પણ વાંચોઃતમારો જીવ જોખમમાં છે મકાન ખાલી કરો, ભરૂચ નગરપાલિકાએ ફટકારી નોટીસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:11 am, Thu, 10 September 20

Next Article