Telangana: બે મરઘાંઓ 25 દિવસથી જેલમાં કેદ, કયાં ગુનામાં મરઘાંઓ છે જેલમાં ?

|

Feb 11, 2021 | 2:51 PM

Telangana: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મરઘાંઓને સટ્ટાબાજીના ગંભીર ગુના બદલ જેલમાં કેદમાં કરવામાં આવ્યા હોય ?

Telangana: બે મરઘાંઓ 25 દિવસથી જેલમાં કેદ, કયાં ગુનામાં મરઘાંઓ છે જેલમાં ?
chickens-arrested

Follow us on

Telangana: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મરઘાંઓને સટ્ટાબાજીના ગંભીર ગુના બદલ જેલમાં કેદમાં કરવામાં આવ્યા હોય ?

આપણા દેશના કાયદામાં દરેક ગુનાની સજા નિશ્ચિત કરાઇ છે. કેટલાક ગુનાની સજા ખૂબ જ લાંબી અને ખતરનાક હોય છે. જ્યારે કેટલાક ગુનાઓમાં, નાની સજા પણ થઇ શકે છે. સટ્ટાખોરીના ગુનામાં પકડાય તો જામીન લેવું પણ ખૂબ મુશ્કેલ બને છે. સામાન્ય રીતે સટ્ટાબાજીના ગુનામાં ધરપકડ કરાયેલ લોકોને તુરંત જ જેલની સજા થાય છે. પરંતુ શું તમે ક્યારેય મરઘાંઓને જેલમાં જતા જોયા છે ? આ અનોખો કિસ્સો તેલંગાણામાં સામે આવ્યો છે. જ્યાં શરત લગાવવા બદલ પોલીસે 2 મરઘાંઓની પણ ધરપકડ કરી છે.

આ બંને મરઘાંઓ છેલ્લા 25 દિવસથી તેલંગાણાના ખમ્મમના મિડીગોંડા પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં બંધ છે. પોલીસે 10 જાન્યુઆરીએ બંનેને પકડયા હતા. ખરેખર, મકરસંક્રાતિના તહેવાર પર મરધાઓ વચ્ચે લડાઇની રમત ચાલી રહી હતી. જેમાં લોકો શરત લગાવી રહ્યા હતા. શરત લગાવવાના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી 10 લોકોની ધરપકડ કરી હતી. તેમની સાથે, 2 મરઘાં અને 1 બાઇક પણ મળી આવી હતી. પોલીસે બંને મરઘાંઓને પણ જપ્ત કર્યા હતા. બાદમાં, ધરપકડ કરાયેલા લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ, બંને મરઘાંઓ હજુ જેલમાં જ ફસાયેલા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સુનાવણી બાદ નિર્ણય લેવાશે

હજી સુધી આ બંને મરઘાંઓનો દાવો કરવા કોઈ આવ્યું નથી. તેથી પુરાવારૂપે પોલીસે મરઘાંઓને પોલીસ સ્ટેશનમાં બંધ રાખવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે કેસની સુનાવણી કર્યા પછી જ તેને છોડી શકાય છે. સુનાવણી પછી, જ્યારે મરઘાંઓની બોલી લગાવશે. વધુ બોલી લગાવનારને આ મરઘાંઓ આપી દેવામાં આવશે.

Next Article