Syndicate Bank Scam: 209 કરોડના સિન્ડિકેટ બેંક કૌભાંડમાં CBIએ ચાર્જશીટ કરી દાખલ, જાણો સમગ્ર મામલો

|

Aug 28, 2021 | 2:42 PM

બેંકમાંથી 209 કરોડની કથિત છેતરપિંડીના સંબંધમાં CBIએ ઉદ્યોગપતિ અનૂપ બેતરિયા અને સિન્ડિકેટ બેંકના ભૂતપૂર્વ AGM આદર્શ માનચંદા સહિત 16 સામે ચાર્જશીટ દાખલ કરી છે.

Syndicate Bank Scam: 209 કરોડના સિન્ડિકેટ બેંક કૌભાંડમાં CBIએ ચાર્જશીટ કરી દાખલ, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Rajasthan: જયપુરમાં સિન્ડિકેટ બેંકમાં 209 કરોડની કથિત છેતરપિંડીના કૌભાંડ મામલે CBIએ ઉદ્યોગપતિ અનૂપ બેતરિયા અને સિન્ડિકેટ બેંકના ભૂતપૂર્વ AGM આદર્શ માનચંદા સહિત 16 સામે ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસ એજન્સીએ જયપુરની વિશેષ અદાલતમાં રજૂ કરેલી ચાર્જશીટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ભારત બંબને પણ આ જ કેસમાં આરોપી બનાવ્યો છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના પ્રવક્તા આરસી જોશીએ જણાવ્યું હતું કે, “ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સિન્ડિકેટ બેંકની ત્રણ શાખાઓ દ્વારા 118 ખાતાઓમાં લોન મંજૂર અને વિતરણ કરવામાં આવી હતી. તેમાં જયપુરમાં MI રોડ શાખા, જયપુરમાં માલવિયા નગર અને ઉદયપુરમાં એક શાખાનો સમાવેશ થાય છે.”

તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો કે, ભારત બંબ તેના કર્મચારીઓ અને અન્ય લોકો સાથે, સિન્ડિકેટ બેંકના શાખા અધિકારીઓ સહિત, કાવતરું ઘડ્યું અને વિવિધ ધિરાણ સુવિધાઓના પ્રતિબંધો મેળવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સીબીઆઈએ એમ પણ કહ્યું કે, આરોપીઓએ બનાવટી અને નકલી દસ્તાવેજો, બીલ, બનાવટી ટેન્ડરો અને પ્રમાણપત્રોના આધારે અન્ય દસ્તાવેજોના આધારે લોન લઈને બેંક સાથે 209.93 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જોશીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક ઉધાર લેનારાઓ CA ભારત બંબ અને તેની પેટાકંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ હોવાનું જણાયું હતું, જેઓ આવી લોન માટે લાયક પણ નહોતા.

તેમણે કહ્યું કે, સીબીઆઈએ તેની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંબ, અનૂપ બતરિયા અને અન્ય લોકોએ વર્લ્ડ ટ્રેડ પાર્ક લિમિટેડના નકલી આવકવેરા રિટર્નની મદદથી સિન્ડિકેટ બેંક એમઆઈ રોડ શાખાના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. બાદમાં મિલકતોની ખરીદી માટે લોન માંગવામાં આવી હતી

વધુમાં તેમણે જણાવ્યું કે, “સિન્ડિકેટ બેંકની એમઆઈ રોડ શાખાના તત્કાલીન મેનેજર મહેશ ગુપ્તા અને ત્યારબાદ સિન્ડીકેટ બેંકની એમઆઈ રોડ શાખાના એજીએમ મનચંદાએ બેંકની માર્ગદર્શિકાના ઉલ્લંઘનમાં અને યોગ્ય ચકાસણી વિના વિવિધ ધિરાણ સુવિધાઓ મંજૂર કરવાની ભલામણ કરી હતી.”

રેલવેના વેલફેર ઇન્સ્પેક્ટરેને લાખો રૂપિયાની લાંચ લેતા CBIએ ઝડપી પાડ્યો

નાગપુરમાં એક રેલવે કર્મચારીના મૃત્યુ પછી, તેના પરિવારને સેવા અને પેન્શનની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચ લેનાર વેલફેર ઈન્સપેક્ટરની ચંદ્રપુરમાં સીબીઆઈની ટીમે રેડ કરી ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી અનુપકુમાર અવડે (46) હોવાનું જાણવા મળ્યું છે. અવડે દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવેના નાગપુર વિભાગમાં વેલફેર નિરીક્ષક છે.

આ પણ વાંચો: Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

આ પણ વાંચો: Tokyo Paralympics 2020: PM મોદીએ ભાવિના પટેલની સફળતાને કરી સલામ, ટ્વીટ કરીને કહ્યુ સમગ્ર રાષ્ટ્રને તમારા પર ગર્વ છે

Next Article