SURENDRANAGAR : પાટડીના ઝીંઝુવાડા ગામમાં બે પરિવારો વચ્ચે તકરાર, આધેડની સરાજાહેર હત્યા

|

Sep 04, 2021 | 8:29 AM

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના રણમાં આવેલ છેવાડાના ગામ ઝીંઝુવાડા ગામે બે પરિવારો વચ્ચે મારામારી થતા એક આધેડનું મોત થયુ હતુ. સવારના સમયે ઝીંઝુવાડા ગામે આડોશ-પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે ફળીયામાં પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઇ હતી.

SURENDRANAGAR : પાટડીના ઝીંઝુવાડા ગામમાં બે પરિવારો વચ્ચે તકરાર, આધેડની સરાજાહેર હત્યા
SURENDRANAGAR: Conflict between two families in Zinjuwada village of Patdi, public killing of a middle-aged man

Follow us on

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે આડોશ પાડોશમાં રહેતા બે પરીવાર વચ્ચે ફળીયામાં પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઇ હતી. જે મારામારીમાં પરીણમતા એક મહીલા સહિત ચાર આરોપીઓએ તલવાર પાઇપ અને ધોકાથી હુમલો કરતા ચંદ્રસિંહ ઝાલા નામના આધેડનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જીલ્લામાં રોજ અપરહણ, ખંડણી, જુથ અથડામણ, મારામારી, બીનવારસી લાશો મળવી પરપ્રાંતિય દારૂ મળવો જે સામાન્ય બની ગયુ છે. અને અંતરીયાળ વિસ્તારમા તો જાણે રેઢી પડી પેઢી જેવી પરીસ્થિતિ છે. અને પોલીસ સબ સલામતના દાવાઓ કરી હાશકારો અનુભવે છે. અને સુરેન્દ્રનગર જીલ્લામાં ગુન્હેગારો રોજ ગુન્હા આચરતા ડરતા નથી.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના રણમાં આવેલ છેવાડાના ગામ ઝીંઝુવાડા ગામે બે પરિવારો વચ્ચે મારામારી થતા એક આધેડનું મોત થયુ હતુ. સવારના સમયે ઝીંઝુવાડા ગામે આડોશ-પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે ફળીયામાં પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં બન્ને પરીવારના લોકો વચ્ચે મારામારી સુધી વાત પહોંચી હતી. જેથી કુંટુબના આધેડ ચંદ્રસિંહ ઝાલા આરોપી પુરનસિંહ ઝાલાના પરિવારને સમજાવટ કરવા જતા મામલો બિચક્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અને આરોપીઓ (1) પુરનસિંહ ઝાલા (2) સિધ્ધરાજસિંહ ઝાલા (3) મહિપતસિંહ ઝાલા (4) મહિલા તખુબા ઝાલાએ હાથમાં ગેરકાયદેસર તલવાર, પાઇપ, અને લાકડીઓ ધારણ કરી. અને ચંદ્રસિંહ ઝાલા પર આડેધડ ધા મારતા ચંદ્રસિંહ ઝાલાને છોડાવવા આવેલ તેમના અન્ય પરીવારજનો ને પણ ઇજાઓ થઇ હતી. અને આરોપીઓ ઘટના સ્થળ પરથી હુમલો કરી ફરાર થયા હતા.

ગામમાં ઝઘડો થતા લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. અને લોહી લુહાણ હાલતમાં ચંદ્રસિંહ ઝાલાને અને તેમના અન્ય બે પરીવારજનોને પાટડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના ડોકટરોએ ચંદ્રસિંહ ઝાલાને મૃત જાહેર કર્યા હતા. અને અન્ય બે લોકોની સારવાર ચાલુ કરી પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પર અને ઝીંઝુવાડા ગામે ઘટનાસ્થળે પહોંચી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને ફરાર આરોપીઓને ઝડપવા અને ફરીયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસે હત્યામાં સામેલ તખુબા ઝાલા નામની મહિલાને અટકાયત કરી હતી અને અન્ય આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ રોડ રસ્તા પર પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતમાં ગુસ્સો કરી અને બન્ને કુટુંબીજનો વચ્ચે મારામારી થઇ અને એક આધેડને પોતાનો જીવ ખાવાનો વારો આવ્યો. તો પાડોશમાં જ રહેતા આરોપીઓને જેલના સળીયા ગણવાનો વારો આવશે. પરંતુ હાલ તો આ બન્ને કુંટુંબોને ગુસ્સો કરવો અને સામાન્ય બાબતે બોલાચાલી કરવી તે ભોગવવાનો વારો આવ્યો. પરંતુ હવે પોલીસ આરોપીઓ સુધી ક્યારે પહોંચે છે અને કાયદો આરોપીઓને હવે એક આધેડના જીવ લેવાની શું સજા આપે છે તે જોવું રહ્યું.

Next Article