Surendranagar: નજીવા ઝઘડામાં ભાઇ જ બન્યો ભાઇનો વેરી, હત્યાના કેસમાં 4 આરોપીની ધરપકડ

|

Mar 24, 2022 | 6:22 PM

એક નજીવી બાબત વાછરડી છુટી અને બાજુના ઘરમાં ઘુસી જતા મારામારીમાં સગા ભાઇ પર હુમલો કરતા સગા ભાઇના ખુન કરવાના આરોપમાં ભાઇ અને ત્રણ ભત્રીજાઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો.

Surendranagar: નજીવા ઝઘડામાં ભાઇ જ બન્યો ભાઇનો વેરી, હત્યાના કેસમાં 4 આરોપીની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Surendranagar: જર, જમીનને જોરુ ત્રણેય કજિયાના છોરું, આ કહેવત યથાર્થ થઈ વઢવાણ (Wadhwan )તાલુકાના વસ્તડી ગામે. બન્ને ભાઇઓ વચ્ચે મિલકતના ભાગ બાબતે જુના ઝઘડામાં વેર વધતા નજીવી બાબતે ત્રણ ભત્રીજા અને સગા ભાઇએ સાથે મળી અને આધેડ પર પથ્થરો અને ધારીયાના ઘા મારી હત્યા (Murder) કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

વઢવાણ તાલુકાના વસ્તડી ગામે દયારામભાઇ શીવાભાઇ ચૌહાણ અને અમરશીભાઇ શીવાભાઇ ચૌહાણ બન્ને સગા ભાઇઓ હોઇ આજુબાજૂમાં રહે છે. બન્ને ભાઇઓ વચ્ચે ઘણા જ સંમયથી તકરાર ચાલતી હતી. અને બન્ને ભાઇના કુંટુંબો વચ્ચે અબોલા હતા. દયારામભાઇ ચૌહાણની વાછરડી ખીલેથી છુટી અને બાજુમાં રહેતા અમરશીભાઇ ચૌહાણના ઘરમાં ઘુસી ગઇ હતી. જેથી બન્ને ભાઇઓના કુંટુંબ વચ્ચે બોલાચાલી થઇ હતી અને ઝઘડાએ વરવું સ્વરૂપ લેતા બન્ને કુંટુંબો વચ્ચે છુટા પથ્થરોની મારામારી થઇ હતી અને ધારીયાથી પણ હુમલો થયો હતો. આ ઝઘડા અને પથ્થર મારામાં એક તરફથી આરોપીઓ (1) અમરશીભાઇ ચૌહાણ (2) હિરેન અમરશીભાઇ (3) રાજેન્દ્ર અમરશીભાઇ (4) નરેન્દ્ર અમરશીભાઇએ છુટા ઘા કરતા દયારામભાઇ ચૌહાણને પેટના ભાગે પથ્થર વાગી જતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અને અન્ય ઇજા ગ્રસ્તોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન દયારામભાઇની સારવાર કારગત નહિ નિવડતા તેઓનું મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસે હોસ્પિટલમાં પહોંચી અને મરણ જનારના પુત્રની ફરીયાદ નોંધી અને આરોપીઓને ઝડપવા જાળ બીછાવી હતી. અને ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી અને ફરીયાદ મુજબ આરોપીઓ અમરશીભાઇ ચૌહાણ, તેમના પુત્રો હિરેન ચૌહાણ, રાજેન્દ્ર ચૌહાણ, નરેન્દ્ર ચૌહાણને ઝડપી પાડી અને અટકાયત કરી કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલમાં ખસેડી અને પુછપરછ હાથ ધરી. સાથે જ આરોપીઓ પાસેથી હથીયાર કબ્જે કરવા અને આ હત્યામાં અન્ય કોઇ સામેલ છે કે કેમ તેની તપાસ જોરાવરનગર પોલીસે હાથ ધરી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024

પરંતુ એક નજીવી બાબત વાછરડી છુટી અને બાજુના ઘરમાં ઘુસી જતા મારામારીમાં સગા ભાઇ પર હુમલો કરતા સગા ભાઇના ખુન કરવાના આરોપમાં ભાઇ અને ત્રણ ભત્રીજાઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો. અને એક ખુશખુશાલ કુંટુંબના મોભીને પોતાની જીંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે ડીઝીટલ જમાનામાં પણ લોકોની સહન શકતિ ઘટી હોઇ અને મોટેરાઓની મર્યાદાઓ પણ ચુકતા હોઇ તેઓ ઘાટ આ ઘટના પરથી માલુમ પડે છે. પરંતુ હવે સગા ભાઇની હત્યા કરનાર ભાઇ અને ભત્રીજાઓને કાયદો શું સજા આપે છે તે જોવું રહયું.

આ પણ વાંચો : Jamnagar : મસાલામાં અસહ્ય ભાવ વધારો ગૃહિણીઓની આંખમાં લાવી રહ્યા છે પાણી

આ પણ વાંચો : CM ભગવંત માને PM મોદી પાસે એક લાખ કરોડનું સ્પેશિયલ પેકેજ માંગ્યું, કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે કેન્દ્રનો સહયોગ પણ જરૂરી

Next Article