સુરત: વેપારીનો ધંધો ઠપ થઈ જતા તેણે આવક માટે એક બૂટલેગરની માટે દારૂની ખેપ મારવાનું શરૂ કર્યુ, પોલીસે વેપારીને ઝડપી પાડ્યો

|

Nov 07, 2020 | 4:13 PM

સુરત: બળદેવ સુથાર સુરતમાં કોરોના વાઈરસે વેપારીની કમર ભાંગી કાઢી છે. વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે તો કેટલાક વેપારીઓના પેમેન્ટ અટવાયા છે, જ્યારે કેટલાકનાં તો ધંધા જ ઠપ થઈ ગયા છે. દરમિયાન સુરતમાં એક વેપારીનો ધંધો ઠપ થઈ જતા તેણે આવક માટે એક બૂટલેગર માટે દારૂની ખેપ મારવાનું શરૂ કર્યુ હતુ. મજબુરી વશ ‘ખેંપિયો’ બનેલો […]

સુરત: વેપારીનો ધંધો ઠપ થઈ જતા તેણે આવક માટે એક બૂટલેગરની માટે દારૂની ખેપ મારવાનું શરૂ કર્યુ, પોલીસે વેપારીને ઝડપી પાડ્યો

Follow us on

સુરત: બળદેવ સુથાર

સુરતમાં કોરોના વાઈરસે વેપારીની કમર ભાંગી કાઢી છે. વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે તો કેટલાક વેપારીઓના પેમેન્ટ અટવાયા છે, જ્યારે કેટલાકનાં તો ધંધા જ ઠપ થઈ ગયા છે. દરમિયાન સુરતમાં એક વેપારીનો ધંધો ઠપ થઈ જતા તેણે આવક માટે એક બૂટલેગર માટે દારૂની ખેપ મારવાનું શરૂ કર્યુ હતુ. મજબુરી વશ ‘ખેંપિયો’ બનેલો આ વેપારી આખરે પોલીસના હાથે ઝડપાયો. પરંતુ તેણે દાવો કર્યો કે તેનો વેપાર ઠપ થતાં તેને આ કામ કરવાની ફરજ પડી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરત શહેરના ડિંડોલી આર.ડી.ફાટક ઓવરબ્રિજ પાસે મોપેડ ઉપર વ્હીસ્કીની બોટલો સાથે વેપારી ઝડપાયો, તેના ઘરમાંથી પણ વ્હીસ્કીનો મોટો જથ્થો મળી આવ્યો. સુરત પીસીબીએ નવાગામ ડિંડોલી આર.ડી.ફાટક ઓવરબ્રિજ પાસેથી મોપેડ ઉપર જતા યુવાન વેપારીને વ્હીસ્કીની 96 બોટલ સાથે ઝડપી પાડી, તેના ઘરે તપાસ કરતા ત્યાંથી વ્હીસ્કીની વધુ 243 બોટલ મળી આવી હતી.

 

આ પણ વાંચો: અમદાવાદમાં નશીલા પદાર્થોનો કારોબાર, ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

પુછપરછમાં ખુલાસો થયો હતો કે યુવાન વેપારી અગાઉ ઘરેથી જ લેડીઝ કુર્તીનો વેપાર કરતો હતો. પરંતુ લોકડાઉન બાદ કુર્તીનો વેપાર બંધ થતા તેણે ડિંડોલીના બુટલેગર અનિલ છપરી માટે મોપેડ ઉપર દારૂ લાવવાનું શરૂ કર્યું હતું. પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ સહદેવભાઈ અને દિપક્ભાઈને મળેલી બાતમીના આધારે પીસીબીએ નવાગામ ડિંડોલી આર.ડી.ફાટક ઓવરબ્રિજ નવાગામ તરફના નાકેથી મોપેડ ઉપર પસાર થતા સુનિલ શંકરલાલ પટેલને અટકાવી તેની પાસેની બેગની જડતી લેતા તેમાંથી રૂ.9600 ની કિંમતની વ્હીસ્કીની 96 બોટલ મળી આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુનિલની પુછપરછના આધારે પીસીબીએ તેના ફ્લેટ ઉપર તપાસ કરતા ત્યાંથી રૂ.27,700ની કિંમતની વ્હીસ્કીની અલગ અલગ 243 બોટલ મળી આવી હતી. પીસીબીએ તેની પાસેથી કુલ રૂ.37,300ની કિંમતની 339 બોટલ, રૂ.40 હજારની કિંમતનું મોપેડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.82,300નો મુદ્દામાલ કબ્જે કરી તે નવાગામ ડિંડોલીના બુટલેગર અનિલ છપરી માટે દારૂ લાવતો હોય તેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article