Surat : મોજશોખ માટે બાઈક ચોરતા, પેટ્રોલ પૂરું થતા બાઈક મૂકીને ભાગી જતા પાંચ આરોપીઓને વરાછા પોલીસે પકડ્યા

|

May 18, 2022 | 6:56 PM

બાઈકનું પેટ્રોલ(Petrol ) પુરુ થઇ જતા તેઓ ચોરેલી બાઇકને અવાવરી જગ્યા પર કે જ્યાં લોકોની અવરજવર ઓછી હોય તેવી જગ્યા પર મૂકીને જતા રહેતા હતા.

Surat : મોજશોખ માટે બાઈક ચોરતા, પેટ્રોલ પૂરું થતા બાઈક મૂકીને ભાગી જતા પાંચ આરોપીઓને વરાછા પોલીસે પકડ્યા
Varachha police nab five accused for stealing bikes for leisure(File Image )

Follow us on

સુરતના(Surat ) વરાછા પોલીસે ચાર કિશોર સહિત પાંચ લોકોને ચોરીની અલગ અલગ નવ બાઇકો(Bike ) સાથે ઝડપી પાડ્યા અને ઈસમો માત્રને માત્ર મોજશોખ માટે બાઇક ચોરી કરતા હતા. પોલીસના હાથે ચડતા કેટલાકે ગુનેગારો શોર્ટ કટમાં રૂપિયા કમાવવા માટે તેમજ એકબીજાના શોખ જોઈને પોતે પણ ત્યાં સુધી પહોંચવા માટે ગુનાના રવાડે ચડતા હોય છે.

વરાછા સહિતના અન્ય વિસ્તારોમાં મોજશોખ માટે બાઇક ચોરી કરતી ગેંગના પાંચ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે એક યુવક તેમજ ચાર સગીરની અટકાયત કરી હતી. આ ટોળકી જ્યાં બાઇકમાંથી પેટ્રોલ ખુટી જાય ત્યાં ચોરેલી બાઇક મુકીને બીજી બાઇક ચોરી કરવામાં મંડાઇ પડતા હોવાનું પોલીસે કહ્યું હતું.

વરાછા પીઆઇ અલ્પેશ ગાબાણીના જણાવ્યા પ્રમાણે વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે તેઓએ વરાછા મેઇન રોડ ઉપરથી બાઇક લઇને પસાર તા આરોપી વિપુલ ઉર્ફે માકડો ભોળાભાઇ ડાભલ્યા તેમજ બીજા ચાર સગીરને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ્લે 9 બાઇક પકડી પાડી હતી. આ તમામ બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

પોલીસે આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર ને માત્ર મોજશોખ ખાતર તેઓ બાઈકની ચોરી કરતા હતા. બાઈકનું પેટ્રોલ પુરુ થઇ જતા તેઓ ચોરેલી બાઇકને અવાવરી જગ્યા પર કે જ્યાં લોકોની અવરજવર ઓછી હોય તેવી જગ્યા પર મૂકીને જતા રહેતા હતા. અને ફરી પાછી નવી બાઈકની ચોરી કરતા હતા. આમ નવી નવી બાઈક ફરાવવાના શોખીન એવા પાંચ આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે.

હાલમાં તો વરાછા પોલીસે 9 બાઇકો અલગ અલગ વિસ્તારો કે કોઈ એપાર્ટમેન્ટની નીચે કે કોઈ સોસાયટીના ગેટ પાસે થી કબ્જે કરવામાં આવી છે. જ્યાં બાઇકમાં પેટ્રોલ પૂરું થતું ત્યાં બાઇક મૂકી દેતા હતા આમ પોલીસે 9 બાઇકો તો કબ્જે કરી પણ વધુ બાઇકો હજી રિકવર થાય તો નવાઇ નહીં. પોલીસે હવે આ આરોપીઓએ સુરતના કયા કયા વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હતી તે દિશામાં તેમની પૂછપરછ શરૂ કરી છે. તેમજ આવી બાઈક ચોરીને તેઓ ક્યાં મૂકી હતી તે બાબતે પણ શોધખોળ શરૂ કરી છે.

Next Article