Surat: વારંવાર લગ્નના દબાણથી કંટાળી TRB જવાને સહકર્મી પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ

|

Apr 10, 2021 | 8:16 PM

Surat TRB Woman Murder: સુરતમાં પ્રેમપ્રકરણમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં TRB જવાનનો પ્રેમ આખરે મોત સુધી લઈ ગયો.

Surat: વારંવાર લગ્નના દબાણથી કંટાળી TRB જવાને સહકર્મી પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ
Surat TRB Woman Murder Case : Accused Rahul

Follow us on

Surat TRB Woman Murder: સુરતમાં પ્રેમપ્રકરણમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં TRB જવાનનો પ્રેમ આખરે મોત સુધી લઈ ગયો. લગ્નનું દબાણ થતાં TRB જવાને આખરે પ્રેમીને સુરત બહાર લઈ જઈ હત્યા કરી દીધી અને પોતે પણ આ કિસ્સા બાદ હતાશ થઈ આપઘાત કરવાની કોશિશ કરી હતી, આખરે આ બાબતે લાલાગેટ પોલીસે ગુનો નોંધી હત્યારા TRB જવાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

લાલગેટ પોલીસની હદમાં રહેતી મહિલા ટીઆરબીને ટીઆરબી જવાને પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલા ટીઆરબી જવાનને લગ્ન માટે દબાણ કરતાં તેનાથી છુટકારો મેળવવા મહારાષ્ટ્ર લઈ જઇ તાપી નદીમાં ધક્કો મારી હત્યા કરી હતી. લાલગેટ પોલીસની હદમાં રહેતી મહિલા ટીઆરબીમાં હતી. તે પતિથી અલગ રહેતી હતી. તેને બે સંતાન છે. 6 માસથી ટીઆરબી જવાન રાહુલ વિલાસ પાટીલ સાથે સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને લાલગેટ વિસ્તારમાં જ ભાડાના એક રૂમમાં સાથે રહેતા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

રાહુલે કરી હતી આત્મહત્યાની કોશિશ

રાહુલ પાટીલે ઝેર ખાઈને આત્મહત્યાની કોશિશ કરી TRB મહિલાની માતાની રજુઆતના આધારે લાલગેટ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ આ દિશામાં તપાસ કરતી હતી. તેની વાત રાહુલ સુધી પહોંચી ગઈ હતી. તેથી રાહુલે બે દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં ઝેર ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેથી પોલીસ થોડી ચૂપ હતી. શુક્રવારે તેને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેને ઉચક્યો હતો. શિંદખેડા પોલીસને તાપી નદીમાંથી TRB મહિલાની લાશ મળી હતી, પરંતુ તેની ઓળખ ત્યારે પોલીસ કરી શકી ન હતી. તેથી પોલીસે અકસ્માતે મોત દાખલ કરીને બિનવારસી લાશ તરીકે TRB મહિલાની લાશની અંતિમવિધી કરી નાખી હતી.

 

 

TRB મહિલા લગ્ન કરવા દબાણ કરતી હતી. રાહુલ તે માટે તૈયાર ન હતો. મહિલાએ રાહુલને ધમકી આપતી હતી કે જો તે લગ્ન નહીં કરે તો રાહુલને પોલીસ કેસમાં ફસાવી દેશે. રાહુલ પ્રેમિકાથી છુટકારો મેળવવા માંગતો હતો. 31મી માર્ચે રાહુલ TRB મહિલાને લગ્ન કરવાના બહાને મહારાષ્ટ્રમાં લઈ ગયો હતો. ત્યાં ધુલિયાના શિંદખેડામાં તાપી નદીના બ્રિજ પર લઈ જઈ TRB મહિલાને ધક્કો મારી નદીમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ રાહુલ સુરત આવી ગયો હતો. ઘણાં દિવસ છતાં મહિલા ઘરે નહીં આવતા તેની માતાએ શોધખોળ શરૂ કરી હતી. ત્રણ દિવસથી મહિલાની માતા લાલગેટ પોલીસ સ્ટેશને આવી તેના વિશે પુછપરછ કરતી હતી.

 

 

વાત પોલીસ કમિશનર સુધી પહોંચી હતી. બાદમાં TRB ગ્રુપમાંથી મહિલાની માતા અને પોલીસને જાણવા મળ્યું કે મહિલાને રાહુલ સાથે પ્રેમ સંબંધ હતો. તેથી પોલીસે રાહુલની સખ્ત પુછપરછ કરતા રાહુલ ભાંગી પડ્યો હતો અને સ્વીકારી લીધું હતું કે તેને TRB મહિલાને મહારાષ્ટ્ર લઈ જઈ તાપીમાં ફેંકી દીધી છે. પોલીસે TRB મહિલાની માતાની ફરિયાદ લઈને રાહુલ વિરુદ્ધ હત્યા-અપહરણ અને પુરાવાઓનો નાશની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. મૃતક TRB મહિલા ગર્ભવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

 

આ પણ વાંચો: Gandhianagar : કોરોનાને કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ, રાજ્યના ચૂંટણીપંચે કરી જાહેરાત

Next Article