Surat : સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં બે આરોપીને 10-10 વર્ષની સજા

|

Dec 03, 2021 | 10:01 AM

આ કેસ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી બળવંત રાઠોડ અને સમીર ઉર્ફે સોમા રાઠોડને 10-10 વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

Surat : સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં બે આરોપીને 10-10 વર્ષની સજા
Surat District Court

Follow us on

સુરતના હજીરા(Hajira ) રોડ ભાઠા ગામ ખાતે રહેતી 19 વર્ષીય યુવતી દૂધ લેવા માટે બપોરના સમયે  ઘરેથી નીકળી હતી ત્યારે રસ્તામાં એક યુવકે યુવતીને મોટર સાઇકલ પર  કોળી પટેલ સમાજના સ્મશાને બેસવા જવાનું કહીને સાથે લઇ ગયો  હતો.જ્યાં યુવતી સાથે બળજબરીથી બળાત્કાર (Rape ) ગુજાર્યો હતો. આ ઘટના અન્ય એક યુવક પણ જોઈ ગયો હતો. દરમ્યાન તેણે પણ તે યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. 

આ કેસ સુરત જિલ્લા કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા બંને આરોપીઓને 10-10 વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત અનુસાર વર્ષ 2019ના એપ્રિલ મહિનામાં હજીરા રોડ ખાતે રહેતી 10 વર્ષીય યુવતી બરણી લઈને ભાથાગામમાં દૂધ લેવા જવા ઘરેથી નીકળી હતી. દરમ્યાન ભાથાગામના વાઘરી મહોલ્લામાં રહેતો આરોપી બળવંત ઉર્ફે બલ્લો જયંતી રાઠોડ રસ્તામાં યુવતીને જોઈ ગયો હતો.

તેણે આ યુવતીને કોળી પટેલ સમાજના સ્મશાને બેસવા જવાનું કહીને બળવંત રાઠોડ યુવતીને પોતાની બાઈક પર બેસાડીને લઇ ગયો હતો. જ્યાં સગીરા ઉપર તેણે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અન્ય એક 22 વર્ષીય યુવક અને ભાથાગામ નજીક જ રહેતો સમીર ઉર્ફે સોમા રાઠોડ જોઈ ગયો હતો. દરમ્યાન તેણે પણ યુવતીને સમાજમાં બદનામ કરવાની વાત કરીને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ કેસ કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી. અને બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સુરત જિલ્લા કોર્ટે આરોપી બળવંત રાઠોડ અને સમીર ઉર્ફે સોમા રાઠોડને 10-10 વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. નોંધનીય છે કે શહેરમાં બળાત્કારની ઘટનાઓ રોકવા માટે અને બળાત્કારીઓને દાખલો બેસે તે રીતે સજા કરવા કોર્ટ દ્વારા પણ હવે આકરૂ વલણ બતાવવામાં આવી રહ્યું છે.

આ પહેલા પણ પાંડેસરાની બાળકીના બળાત્કાર કેસમાં કોર્ટે સૌથી ઝડપી ટ્રાયલ ચલાવીને બળાત્કારીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે હવે આવા કેસો પર લગામ કસવા માટે તેઓ ઝડપી ટ્રાયલ ચાલે, બળાત્કારીઓને બને તેટલી જલ્દી સજા થાય અને પીડિતા તેમજ તેના પરિવારજનોને ઝડપી ન્યાય મળે તે દિશામાં આવા કેસોને ઝડપથી હાથ પર લઈને તેની સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો : SURAT : કમોસમી વરસાદે પોંકની લિજ્જત બગાડી, પોંકની ભઠ્ઠીઓ હાલ પુરતી બંધ કરી દેવાઇ

આ પણ વાંચો : SURAT : ડિંડોલીમાં કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા કારચાલકનું મોત, બે મહિના બાદ સીસીટીવી ફુટેજ સામે આવ્યા

Next Article