SURAT : મહિધરપુરામાં એક કરોડની સનસનીખેજ લૂંટ, 3 લૂંટારું ફરાર

| Edited By: | Updated on: Jan 06, 2022 | 5:29 PM

આખી આ ઘટના સીસીટીવીમાં(CCTV) કેદ થઈ છે. જેમાં લૂંટ કરીને ભાગતા ત્રણ શખ્સો જોઈ શકાય છે. તેઓના ચહેરા પર રૂમાલ બાંધેલો હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી. પોલીસના હાથે લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાથી પોલીસે આરોપીઓનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે.

સુરતમાં (SURAT) મહિધરપુરા કંસારા શેરીમાં લૂંટની (Robbery) ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં જોખમ લઈ જઇ રહેલા વ્યક્તિ પાસેથી સફેદ રંગની ગાડી પર આવેલા ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી હતી. આ લૂંટની રકમ અંદાજે 1 કરોડની આસપાસ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મહિધરપુરાની કંસારા શેરીમાં આજે બપોરે જોખમ લઈ જઈ રહેલા વ્યક્તિ પાસેથી ચપ્પુની અણીએ સફેદ રંગની એક્સેસ ગાડી પર આવેલા ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી હતી. તેની પાસેથી એક મોટો થેલો ઝુંટવીને તેઓ ફરાર થઇ ગયા હતા.

લૂંટની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ, લૂંટ કરી લૂંટારું ફરાર, 1 કરોડની લૂંટથી ચકચાર

આખી આ ઘટના સીસીટીવીમાં(CCTV) કેદ થઈ છે. જેમાં લૂંટ કરીને ભાગતા ત્રણ શખ્સો જોઈ શકાય છે. તેઓના ચહેરા પર રૂમાલ બાંધેલો હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી. પોલીસના હાથે લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાથી પોલીસે આરોપીઓનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે.

પોલીસ સુત્રોનું કહેવું છે કે ફરિયાદી ગોલ્ડ રિફાઇનરીનું કામ કરે છે. તેના થેલામા ગોલ્ડ હતી કે રોકડ રકમ તે અંગે પોલીસ દ્વારા હજી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. ફરિયાદી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Ahmedabad : ઉતરાયણ પર્વને કોરોનાનું ગ્રહણ, પોળમાં ધાબા ભાડે રાખવાની ડિમાન્ડમાં ઘટાડો

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર સજ્જ, ટેસ્ટિંગ વધારવામાં આવ્યા

Published on: Jan 06, 2022 05:21 PM