સુરત : MD ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી માટે સાધન પુરા પાડનાર શખ્સ ઝડપાયો

|

Nov 17, 2021 | 4:22 PM

સુરત એસોજીના પીઆઇ એસ આર સુવેરાની ટીમે ગઈ તા- 9 નવેમ્બરના રોજ સુરત કડોદરા રોડ નિયોલ ચેક પોસ્ટ પાસેથી 58.30 ગ્રામ એમડી ડ્ર્ગ્સ જથ્થા સાથે પ્રવિણ બલવંતરામ બિસ્નોઈને ઝડપી પાડયો હતો.

સુરત : MD ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી માટે સાધન પુરા પાડનાર શખ્સ ઝડપાયો
Surat: Man arrested for supplying equipment for MD Drugs Laboratory

Follow us on

સુરતના સરથાણા વિસ્તારમાંથી એમડી ડ્ર્ગ્સ બનાવવાની લેબોરેટરી સુરત એસોજીની ટીમે ઝડપી પાડી હતી. આ પ્રકરણમાં મુખ્ય આરોપી જૈમિન સવાણીની પુછપરછ પોલીસે હાથ ધરતા તેના સાધન સામગ્રી પુરી પાડનાર કોસાડ આવાસના ફૈઝલ પટેલને ગત મોડી રાત્રે અમરોલી પોલીસે ઝડપી પાડયો હતો.અને જેલ હવાલે કર્યો છે.

સુરતમાં ડ્ર્ગ્સ બનાવવાની લેબ માટે સાધન પૂરા પાડનાર કોસાડનો ફૈઝલ પટેલ ઝડપાયો

સુરત એસોજીના પીઆઇ એસ આર સુવેરાની ટીમે ગઈ તા- 9 નવેમ્બરના રોજ સુરત કડોદરા રોડ નિયોલ ચેક પોસ્ટ પાસેથી 58.30 ગ્રામ એમડી ડ્ર્ગ્સ જથ્થા સાથે પ્રવિણ બલવંતરામ બિસ્નોઈને ઝડપી પાડયો હતો. તેની કબુલાતાને આધારે જૈમિન સવાણીની ધરપકડ કરી તેની સરથાણા રાજવી શોપીંગ સેન્ટરમાં આવેલી ઓફિસમાં રેડ પાડી હતી. જેમાં જૈમિને તેની ઓફિસમાં જ એમ.ડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી શરૂ કરી હોવાનું ખુલ્યું હતુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અગાઉ પેડલર તરીકે કામ કરતા ફૈઝલે વધુ પૈસા કમાવવાની, લાલચે ડ્રગ્સ બનાવવાની ફેકટરી શરૂ કરી દીધી

જૈમિનની પુછપરછમાં તેની સાથે લેબોરેટરી બનાવવામાં ફૈઝલ અબ્બાસ પટેલ અને ઈમરાન ભાગીદાર હોવાનું ખુલ્યું હતુ. બાદમાં પોલીસે જૈમિનની પુછપરછમાં તેની સાથે લેબોરેટરી બનાવવામા ફૈઝલ અબ્બાસ પટેલ અને ઈમરાન ભાગીદાર હોવાનું બહાર આવતાં પોલીસે બંને જણાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન અમરોલી પોલીસે અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતો ફૈઝલ પટેલને અમરોલી શ્રી રામ ચોકડી પાસેથી ઝડપી પાડી તેવો કબ્જો પુણા પોલીસને સોપ્યો છે.

ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા સોશ્યલ મીડીયામાંથી શીખતો હતો

વધુમાં સુરત એસોજીએ અગાઉ નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડેલ 58.530 ગ્રામ ડ્રગ્સમાંથી જૈમિન ફૈઝલને 50 ગ્રામ જથ્થો આપવાનો હતો. શરૂઆતમાં આ ત્રણેય જણા એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડયા બાદ ધીરે ધીરે વેચવા લાગ્યા હતા. જેમાં ફૈઝલ પેડલર તરીકે કામ કરતો હતો. પરંતુ ત્રણેય જણા વધુ પૈસા કમાવવાની લાલચમાં આવી ભાગીદારીમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી શરૂ કરી હતી.

અને ડ્રગ્સ બનાવવા માટેની ક્રિયા તે સોશ્યલ મીડીયાથી શીખતો હતો. સાથે જ ઈન્ડીયા માર્ટમાંથી તે ઓનલાઈન જરૂરૂ પાવડર મંગાવીને સિન્થેટીક નોર્કોટીકસ ડ્રગ્સ બનાવવાનું ટ્રાય કરતો હતો વધુમાં તો આ ફેજનલી ભૂમિકા હતી કે જૈમીન જે ડ્રગ્સ બનવતો હતો તે ડ્રગ્સ શહેરમાં કે બીજી જગ્યાએ સપ્લાય કરવાનું કામ આ કરતો હતો..

Published On - 1:58 pm, Wed, 17 November 21

Next Article