Surat: સુરત ગ્રામ્ય SOGનું મોટુ ઓપરેશન, કરોડોની કિંમતનો ગાંજાને ઝડપી નશીલા પદાર્થ વેચવાનાં રેકેટનો પર્દાફાશ કર્યો

|

Jul 24, 2021 | 8:12 AM

ગાંજો ઓરિસ્સાથી લાવી તેનું છૂટક વેચાણ કરતા હતા. આ પ્રકરણમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો જ્યારે 3 ને વોન્ટેડ જાહેર કર્યા

Surat: સુરત ગ્રામ્ય SOGનું મોટુ ઓપરેશન, કરોડોની કિંમતનો ગાંજાને ઝડપી નશીલા પદાર્થ વેચવાનાં રેકેટનો પર્દાફાશ કર્યો
Surat: Major operation of Surat Rural SOG, exposes racket to sell cannabis worth crores of rupees fast

Follow us on

Surat: સુરત પોલીસ (Surat Police)ને એક મોટી સફળતા મળી છે જેમાં કરોડોની કિંમતના નશીલા પદાર્થને પકડી પાડ્યો હતો. પલસાણાના સાકી ગામે આવેલા શ્રી રેસિડન્સીના બીજા માળે ફ્લેટ નંબર 204 માંથી કરોડો રૂપિયાની કિંમતનો ગાંજો મળી આવ્યો છે. 1142.74 કિલો ગાંજો જેની કિંમત 1,14,27,400

SOG પોલીસે વિકાસ બુલી ગોડા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંજો ઓરિસ્સાથી લાવી તેનું છૂટક વેચાણ કરતા હતા. આ પ્રકરણમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો જ્યારે 3 આરોપીઓ 1. બાબુ નાહક, 2. વિક્રમ મગલુ, 3. સિબરામ નાહકને વોન્ટેડ જાહેર કર્યા છે. આ પ્રકરણમાં અન્યો હજુ પણ લોકોની સંડોવણી છે કે કેમ તે બાબતની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

શ્રી રેસિડન્સીના બીજા માળે ફ્લેટ નંબર 204 માંથી કરોડો રૂપિયાની કિંમતનો ગાંજો મળી આવ્યો છે

પોલીસે કબ્જે કરેલા ગાંજાના જથ્થાની વાત કરવામાં આવે તો, 1142.74 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. જેની કિંમત રૂપિયા 1,14,27,400 આણવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા ડ્રગ વિરોધી ભારત અભિયાન અંતર્ગત વિવિધ સ્થળો પર કામગિરી કરી અને નશીલા પદાર્થની બદી તથા તેના નેટવર્કનો પર્દાફાશ કરવાની સુચના આપી છે ત્યારે  ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધવા માટે નાર્કોટિક માટે વિશેષ સેલ બનાવાયો છે.

છેલ્લાં 5 વર્ષમાં વિવિધ નશીલા માદક દ્રવ્યો અંગેના કેસ અને મુદ્દામાલની વિગત

– ગાંજો ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 739 કેસમાં 983 આરોપીની રૂ. 23,09,76,027ના મુદ્દામાલ સાથે ધરપકડ
– અફીણ ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 47 કેસમાં 63 આરોપીની રૂ. 1,56,77,302ના મુદ્દામાલ સાથે ધરપકડ

– ચરસ ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 52 કેસમાં 76 આરોપીની રૂ. 12,23,00,622ના મુદ્દામાલ સાથે ધરપકડ
– હેરોઈન ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 15 કેસમાં 49 આરોપીની રૂ. 841,81,56,494ના મુદ્દામાલ સાથે ધરપકડ
– ગાંજો ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 154 કેસમાં 275 આરોપીની રૂ. 16,87,36,734ના મુદ્દામાલ સાથે ધરપકડ

નાર્કોટિકને લગતી વિવિધ ફરિયાદો અને માહિતી મળી રહે તે માટે રાજ્યના ગૃહ વિભાગે હેલ્પ લાઈન પણ સક્રિય રાખી છે જો કે આગામી સમયમાં આ બદીને વધુમાં વધુ ઝડપથી રોકી શકાય અને

પાડોશી દેશોના મલિન ઈરાદા પર પાણી ફેરવી શકાય તે માટે રાજ્ય સરકાર વધુ એક હેલ્પ લાઈન શરૂ કરવાની વિચારણાં કરી રહ્યું છે જેથી નશીલા પદાર્થોના વેચાણ, હેરાફેરી અંગેની માહિતી અને ફરિયાદ ઝડપથી મળી રહે.

 

આ પણ વાંચો: અષાઢ પૂર્ણિમા- ધમ્મ ચક્ર દિવસ પર ટૂંક સમયમાં વડાપ્રધાનનું દેશનાં નામે સંબોધન

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા/વૃશ્ચિક 24 જુલાઇ: બિનજરૂરી પ્રવૃત્તિઓમાં સમય બગાડશો નહીં અને તમારા વ્યક્તિગત કામ પર કરો ધ્યાન કેન્દ્રિત

Published On - 7:13 am, Sat, 24 July 21

Next Article