Surat: સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, 6.16 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાયા

|

Aug 14, 2021 | 4:24 PM

સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા થોડા દિવસ પહેલા શહેરના સલાબતપુરામાં ટોબેકોના ગોડાઉનમાં થયેલી ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.

Surat: સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, 6.16 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાયા

Follow us on

Surat: સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા થોડા દિવસ પહેલા શહેરના સલાબતપુરામાં ટોબેકોના ગોડાઉનમાં થયેલી ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે 6.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા ધ્યાનમાં રાખી શહેરની અલગ અલગ બ્રાન્ચને પોલીસ કમિશનર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કોઈ ગંભીર ઘટના ન બને. સાથે હિસ્ટ્રી શીટર સાથે એમ.સી.આર કાર્ડ ધારકો ચેક કરવા ખાસ કોમ્બિંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસ PSI રાઠોડ અને તેમની ટિમ પેટ્રોલિંગમાં યુનિક હોસ્પિટલ બી.આર.ટી.એસ ચાર રસ્તા ઉપરથી હતી ત્યારે એક ઓટો રિક્ષા માં અલગ-અલગ સિગારેટના બોક્ષ તેમજ રજનીગંધાના બોક્ષ સાથે બે શખ્સો બેઠા છે તેવી બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે બન્નેને શખ્સોની પકડી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસને 6 લાખથી વધુનો ટોબેકો મળી આવ્યો હતો. આરોપી ચેતન કાંતીભાઇ સોલંકી, ફેનીલ નુતન સોલંકી, રણજીતકુમાર ઉર્ફે કેળો વિજયકુમારની ધરપકડ કરી હતી. જેમાંથી ફેનીલ નુતન સોલંકી ઉમરા પોસ્ટે લૂંટના ગુનામાં સંડોવાયેલ છે. જ્યારે રણજીતકુમાર ઉર્ફે કેળો વિજયકુમાર- અમરોલી પોસ્ટ ધરફોડ ચોરી કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા આ ઈસમો દ્વારા અલગ-અલગ વસ્તુની ઘરફોડ ચોરી પણ કરી હોવાની કબૂલાત પણ કરી છે. વધુમાં ક્રાઈમ બ્રાંચના પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ આ સલાબતપુર વિસ્તારમાં આવેલી ટોબેકો નિકુંજ ટ્રેડસની દુકાનના ગોડાઉનમાંથી ચોરી કર્યોની કબૂલાત કરી છે. બીજી અલગ-અલગ વસ્તુની ઘરફોડ ચોરી કરી હોવાનું પણ જણાવતા પોલીસે તે બાબતે તપાસ કરી હતી.

એટલું જ નહીં આ લોકો મુદ્દામાલ સિવિલ હોસ્પિટલમાં આવેલા અવાવરૂ જગ્યાએ સંતાડતા હતા. આરોપીઓ ચેતન કાંતીભાઇ સોલંકી અગાઉ ખાનગી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. નોકરી સમયે પોતાને સીગારેટ તેમજ રજનીગંધા આર.એમ.ડીનું વ્યસનનો બંધારણી હોવાથી તે નજીકની દુકાનમાં સિગરેટ-તમાકુ લેવા જતો હતો.

ત્યારબાદ ફેનીલ તેમજ રણજીત ઉર્ફે કેળો સાથે મળી ચોરી કરવા માટે દિવસ દરમિયાન રેકી કરતા હતા. 25 અને 6મી તારીખની રાત્રીના સમય દરમિયાન સીગારેટ તેમજ રજનીગંધા, આર.એમ.ડી ટોબેકોની ચોરી કરી હતી. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

Next Article