Surat: ભાઈએ જ બહેન પર કર્યો ધારદાર હથિયારથી હુમલો, પોલીસે કરી ભાઇની ધરપકડ

|

Feb 16, 2022 | 7:10 AM

સુરતમાં એક તરફી પ્રેમીએ ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં કરેલી હત્યાની ઘટનાના બીજા જ દિવસે આ ઘટના બની છે. નાની નાની વાતોમાં લોકો આવેશમાં આવી જઇને પોતાના જ સ્વજન કે પ્રેમ કરતા વ્યક્તિ પર હુમલો કરે તેવી ઘટનાઓ વધી રહી છે.

સુરત (Surat)માં ક્રાઇમની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. ફરી એક પરિવારમાં સંબંધોની જ હત્યાનો પ્રયાસ (attempt to murder) થયો હોવાનું સામે આવ્યુ છે. સુરતના કામરેજ વિસ્તારમાં નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં એક ભાઇએ બહેન ઉપર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત બહેન હાલમાં સારવાર હેઠળ છે. તો પોલીસે (Kamrej police) હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ભાઇની ધરપકડ (Arrest) કરી લીધી છે.

સુરતના કામરેજ વિસ્તારમાં એક સામાન્ય બાબતની તકરારમાં ભાઇએ બહેનના ગળામાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના સોમવારે સાંજે એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે બની હતી. ભાઇ અને બહેન વચ્ચે જમવા અને ઘરમાં સફાઈને લઈને થોડી માથાકુટ થઇ હતી. જે બાદ રોષે ભરાયેલા ભાઇએ બહેન ઉપર ચપ્પુના ઘા કર્યા હતા. ઘટનામાં બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર છે. તો સમગ્ર ઘટનાને લઇને સુરતની કામરેજ પોલીસે ભાઇ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ભાઇની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે સુરતમાં એક તરફી પ્રેમીએ ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં કરેલી હત્યાની ઘટનાના બીજા જ દિવસે આ ઘટના બની છે. નાની નાની વાતોમાં લોકો આવેશમાં આવી જઇને પોતાના જ સ્વજન કે પ્રેમ કરતા વ્યક્તિ પર હુમલો કરે તેવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતમાં ગુનાખોરી વધતી જઇ રહી હોય તેવુ લાગી રહ્યુ છે.

આ પણ વાંચો-

Ahmedabad : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માંગ

આ પણ વાંચો-

અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુનાવણી પૂર્ણ, વિશેષ અદાલત 18 ફેબ્રુઆરીએ સજાનું એલાન કરશે

Next Video