SURAT : ગુજરાત ATS અને  સુરત SOG  એ ઓરિસ્સાથી ઝડપ્યા 6 વોન્ટેડ આરોપી

|

May 15, 2022 | 1:04 PM

સુરત પોલીસે  (surat) સતત નશીલા પદાર્થના વેચાણ અને સપ્લાય કરતા ઈસમો સામે લાલ આંખ કરી છે. આ કડીમાં સુરત SOG પોલીસ અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઓરિસ્સાથી 6 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.

SURAT : ગુજરાત ATS અને  સુરત SOG  એ ઓરિસ્સાથી ઝડપ્યા 6 વોન્ટેડ આરોપી
6 Accused surat

Follow us on

ગુજરાત (ATS )અને સુરત (SOG) એ, છેલ્લા 7થી 12 વર્ષ સુધી ભાગતા ફરતા નાર્કોટિક્સના 6 આરોપીઓને, એક સપ્તાહની ભારે જહેમત બાદ ઓરીસ્સાથી ઝડપી પાડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થને લઈને ગુજરાત સતત ચર્ચામાં છે. આવા સંજોગોમાં ગુજરાતનો ઉપયોગ નશીલા પદાર્થના વહન માટે ના થાય તે માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે. ગુજરાત એટીએસ અને સુરત SOG એ, ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં ઠેર ઠેર દરોડા પાડીને, સાતથી બાર વર્ષ સુધી ભાગતા ફરતા નારકોટીક્સના આરોપીઓને પકડી પાડ્યા છે. ઓરિસ્સાના ગંજમમાંથી પકડાયેલા આરોપીઓમાં લિંબાયત, કતારગામ અને ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગાંજાના કેસમાં સાતથી લઈને બાર વર્ષથી સતત ભાગતા ફરતા આરોપીઓનો સમાવેશ થાય છે.

સુરત SOG તથા ગુજરાત ATS ની ટીમ દ્વારા 6 વોન્ટેડ આરોપીઓને ઓરિસ્સાના ગંજામ ખાતેથી 7-8 દિવસના ઓપરેશન અંતર્ગત ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપી પૈકી 12 વર્ષથી નાસતા ફરતા સંતોષ રઘુનાથ બિસ્નોઈની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.  તે ઉપરાંત 9 વર્ષથી વોન્ટેડ સીમાંચલ ઉર્ફે કાલીયા ભજરામ પ્રઘાન , જેની  સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગાંજાનો ગુનો નોંધાયેલો હતો.    ગાંજાના ગુનામાં 8 વર્ષથી વોન્ટેડ  અન્ય એક આરોપી સુભાષ  દેશી રાઉત  સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોઘાયેલો હતો. જ્યારે  3 વર્ષથી નાસતા ફરતા રાજુ ઉર્ફે ભીકા બહેરા તેમજ  બલરામ સરગીન બહેરાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ જગદીશ જુગલ કિશોર રાઉત જે ઉધના પોલીસમાં ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો તેને પણ પોલીસે ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડયો હતો.

આ સમગ્ર ઓપરેશનમાં સુરત સીટી પોલીસની સાથે એટીએસ અને વરાછા લિંબાયત અને સરથાણા તેમજ ઉધના પોલીસની ટીમ પણ જોડાઈ હતી. નોંધનીય છે કે આ આરોપીઓ સામે માદક પદાર્થોની હેરફેર, હત્યા સહિતના ગુનાઓ નોંધાયેલા હતા. સુરત  શહેરમાં ગુનાખોરીને ડામવા માટે  પોલીસે  નાર્કોટીકસ અને ખૂન તેમજ બીજા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર , ક્રાઇમ બ્રાંચના ડીસીપી રૂપલ સોલંકી અને સુરત સીટી એસોજીની ટીમ તેમજ ગુજરાત એટીએસ ટીમદ્વારા  અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને અન્ય ગુનેગારોને ઝડપી લેવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા ઇસમો સામે  સતત વોચ પણ રાખવામાં આવી રહી છે. જેથી આગામી સમયમાં પણ આ પ્રકારના ગુનેગારોને ઝડપીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી શકાય.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

Next Article