સુરત : હનીટ્રેપના કેસમાં બે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ, જાણો કેવી રીતે ખેલાયો ખેલ ?

|

Apr 09, 2022 | 3:08 PM

આગલા દિવસે પણ ખુશ્બૂએ મેસેજ કરી નાસ્તો લઈ મળવા બોલાવ્યા હતા. ત્યારે વેપારીએ મજાક કરી હતી કે તમે ઘરે રસોઈ બનાવતા નથી. આથી ખુશ્બૂએ કહ્યું હતું કે હું બહેનપણીના ઘરે આવી છું.

સુરત : હનીટ્રેપના કેસમાં બે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ, જાણો કેવી રીતે ખેલાયો ખેલ ?
Surat: Arrest of six persons including two women in honeytrap case

Follow us on

સુરતના (Surat)વરાછા વિસ્તારમાં રહેતા મૂળ ભાવનગર ગારીયાધારના ફરસાણના વેપારીને હનીટ્રેપમાં (Honey Trap) ફસાવી રૂ.10 હજાર પડાવી બીજા રૂ.50 હજારની માંગણી કરનાર બે મહિલા સહિતની ટોળકીની સિંગણપોર-ડભોલી પોલીસે (Police) ગુનો નોંધી અટકાયત કરી છે.મૂળ ભાવનગર ગારીયાધારના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 46 વર્ષીય રાકેશભાઈ વરાછા મીનીબજારમાં ફરસાણની દુકાન ધરાવે છે. પખવાડીયા અગાઉ એક મોબાઈલ નંબર ઉપરથી તેમને વ્હોટ્સએપ પર મેસેજ આવતા તમે કોણ પૂછ્યું તો તેણે પોતાનું નામ ખુશ્બુ કહ્યું હતું. રાકેશભાઈ તેને ઓળખતા ન હોય વાત કરવાની ના પાડી હતી. જોકે, ખુશ્બૂએ કહ્યું હતું કે હું તમને ઓળખુ છું.ખુશ્બૂએ ત્યાર રોજ મેસેજ કરી વ્હોટ્સએપ કોલીંગથી વાત કરવા માંડી હતી.ગત બપોરે ખુશ્બુએ કોલ મી નો મેસેજ કરતા રાકેશભાઈએ વ્હોટ્સએપ કોલ કર્યો, તો તેણે આવો ત્યારે નાસ્તો લેતા આવજો તેમ કહ્યું હતું.

આગલા દિવસે પણ ખુશ્બૂએ મેસેજ કરી નાસ્તો લઈ મળવા બોલાવ્યા હતા. ત્યારે વેપારીએ મજાક કરી હતી કે તમે ઘરે રસોઈ બનાવતા નથી. આથી ખુશ્બૂએ કહ્યું હતું કે હું બહેનપણીના ઘરે આવી છું. ત્યાર બાદ ખુશ્બૂએ 12.53 કલાકે અને 12.56 કલાકે વોઈસ મેસેજ કરી ફરી નાસ્તો લઈને આવવા કહેતા રાકેશભાઈ ખોડીયાર નગર વરાછા ખાતેથી નાસ્તો લઈ બપોરના આશરે બે વાગ્યાના સમયે ખૂશ્બૂના કહ્યા મુજબ ડભોલી રોડ શાક માર્કેટ મનિષ નગર પહોંચ્યા, ત્યાં ક્રિષ્ના બેકરીની ઉપર પહેલા માળે એક મહિલા ઉભી હતી.

રાકેશભાઈ ત્યાં પહેલા માળે જતા તે મહિલા ફ્લેટનો દરવાજો ખોલી અંદર લઈ ગઈ તો ત્યાં બે મહિલા હાજર હતી. તમામ સોફા પર બેસ્યા ત્યારે મહિલાએ બીજા રૂમમાં જવા કહેતા રાકેશભાઈએ ઇન્કાર કર્યો, તો ખુશ્બૂ કંઈ નહીં થાય ચાલો તેમ કહી રાકેશભાઈના ખભા ઉપર હાથ મુકી બીજા રૂમમાં લઈ ગઈ હતી. ત્યાં પાથરેલા ગાદલા પર બેસાડી ખુશ્બૂએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ કહી રાકેશભાઈના ગુપ્ત ભાગે તેમજ શારીરીક અડપલા કરવા લાગ્યા હતા. તે સમયે જ રૂમનો દરવાજો ખોલી અચાનક બે જણા અંદર આવ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અને તે પૈકી એકે આ મારી પત્ની છે, મને શક હતો કે હું હીરાની નોકરી કરવા જાઉં ત્યારે આવું કામ કરે છે. થોડીવાર બાદ અન્ય બે વ્યક્તિ આવ્યા હતા. અને એકે પોતાની ઓળખ જયશ્રીના ભાઈ તરીકે આપી બાદમાં તમામે રાકેશ્ભાઈને માર મારી સમાધાન નહીં કરો તો બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી રૂ.10 હજાર પડાવી લીધા હતા. ત્યાર બાદ રૂ.50 હજારની માંગણી કરતા રાકેશભાઈએ મિત્રને બોલાવી તેમને સમજાવી બહાર જઈ પૈસાની વ્યવસ્થા કરીશું કહી છટકીને સિંગણપોર પોલીસ મથકમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસે આ ગુનામાં જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલની અટકાયત કરી છે. તેમણે અગાઉ પણ આવી રીતે પૈસા પડાવ્યા હોવાની વિગતો સાંપડી છે.

આ પણ વાંચો :સંતાન પ્રાપ્તિના હેતુથી કેદીને વૈવાહિક સહવાસથી વંચિત રાખવાથી તેની પત્નીના અધિકારોને અસર થાય છે: રાજસ્થાન હાઈકોર્ટ

આ પણ વાંચો :ફ્રાન્સમાં પણ હવે હિજાબ વિવાદ ભભૂક્યો, રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે કહ્યુ કે હું ચુંટાઇશ તો હિજાબ પહેરવા પર પ્રતિબંધ અને દંડની કાર્યવાહી

Next Article