સુરત : ઘાતક હથિયારો સાથે કુખ્યાતની ધરપકડ, અનેક ગુનાનો ઉકેલાયો ભેદ

|

Nov 18, 2021 | 1:33 PM

સુરત શહેરમાં વઘી રહેલા ગુનાઓને અટકાવવા સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગ હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે લુંટ, લુંટની કોશિષ, મારામારી, મોબાઈલ સ્નેચીંગ, જેવા વિવિધ અને અસંખ્ય ગુનાએને અંજામ આપનારા રીઢા અને માથાભારે કામરેજના નંદન રેસીડેન્સીમાં ભાડેના મકાનમાં રહેતા આરોપી વિજય ધીરૂભાઈ જેઠવાને ઝડપી પાડયો હતો.

સુરત : ઘાતક હથિયારો સાથે કુખ્યાતની ધરપકડ, અનેક ગુનાનો ઉકેલાયો ભેદ
Resolved distinction of crime

Follow us on

કુખ્યાત અને રીઢા આરોપી વિજય જેઠવાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી બે રેમ્બો છરા, બે મોબાઈલો અને નંબર વગરની સ્પેન્ડર મોટરસાઈકલ સહીત રૂ. 89 હજારનો મુદ્દામાલ કબજે કરી કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

સુરત શહેરમાં વઘી રહેલા ગુનાઓને અટકાવવા સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગ હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે લુંટ, લુંટની કોશિષ, મારામારી, મોબાઈલ સ્નેચીંગ, જેવા વિવિધ અને અસંખ્ય ગુનાઓને અંજામ આપનારા રીઢા અને માથાભારે કામરેજના નંદન રેસીડેન્સીમાં ભાડેના મકાનમાં રહેતા આરોપી વિજય ધીરૂભાઈ જેઠવાને ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી નંબર વગરની સ્પેન્ડર મોટરસાઈકલ, બે મોબાઈલ તથા બે રેમ્બો છરા સહીત કુલ રૂ. 89,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આરોપીની કડક પુછપરછ કરતાં બે પૈકીના એક મોબાઈલ સ્નેચીંગનો કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલો ગુનોનો ભેદ ઉકેલી કાઢયો છે.રીઢો આરોપી વિજય જેઠવા શહેરના વરાછા, કતારગામ, પુણા, સરથાણા, કાપોદ્રા, મહીધરપુરા, ઉપરાંત ખેરગામ પોલીસ મથકમાં વાહનચોરી, ધાડની કોશિષ, મોબાઈલ સ્નેચીંગ, મારામારી જેવા વિવિધ ગુનાઓમાં પકડાઈ ચુકયો છે. ઉપરાંત વર્ષ – 2020 માં પાસા અટકાયતી તરીકે પાલનપુર જેલમાં પણ સજા ભોગવી ચુકયો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પણ વાંચો : માણેકચંદના ડિસ્ટ્રીબ્યુટર પર IT ની રેડમાં ઝડપાયું અધધધ નાણું, ડીલર શેખને ઉપડ્યો છાતીનો દુઃખાવો

આ પણ વાંચો : 5 રાજ્યના 7287 ગામડાને મળશે 4G નેટવર્ક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6466 કરોડના પેકેજને મંજૂરી આપી

Published On - 1:31 pm, Thu, 18 November 21

Next Article