સુરત : હનીટ્રેપમાં ફસાયો યુવક, આખરે યુવકે મોતને કર્યું વ્હાલું

|

Nov 18, 2021 | 4:52 PM

યુવક હનીટ્રેપ ગોઠવતી ગેંગનો શિકાર બન્યાનું સામે આવતાં તેના ભાઈએ રાંદેર પોલીસ મથકે બ્લેકમેઈલિંગ અને આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.

સુરત : હનીટ્રેપમાં ફસાયો યુવક, આખરે યુવકે મોતને કર્યું વ્હાલું
હનીટ્રેપનો ખેલ

Follow us on

કોઈ અજાણી યુવતી સાથે સંપર્ક કરતા પહેલાં ચેતી જજો. સોશિયલ મીડિયા પર અજાણી યુવતીઓ સાથે વીડિયો કોલથી વાત કરતા યુવકો માટે સુરતમાં ઘટેલી ઘટના લાલબત્તી સમાન છે. સુરતમાં હનીટ્રેપનો શિકાર બનેલા યુવકે જીવન ટૂંકાવી દીધુ છે. વીડિયો કોલમાં નગ્ન કરી હનીટ્રેપ ગોઠવતી ટોળકીએ બ્લેકમેલ કરતા રાંદેરના 27 વર્ષના યુવકે આપઘાત કરી લીધો છે. યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપનું નાટક કરીને યુવકને ફસાવ્યો હતો.

હનીટ્રેપનો નગ્ન ખેલ, યુવકને કેવી રીતે ફસાવ્યો ?

યુવતીએ વીડિયો કોલમાં નગ્ન થઈને યુવકને ઉત્તેજીત કરતા યુવક પણ નગ્ન થયો હતો. ત્યારબાદ યુવકને ડરાવી-ધમકાવીને બ્લેકમેલ કરવામાં આવતો હતો. વીડિયો તેની બહેનને મોકલવાની ધમકી અપાતી હતી. અને યુવક પાસેથી ખંડણી માગવામાં આવતી હતી. યુવકે તેમને આજીજી કરીને જણાવ્યું હતું કે તેઓ બ્લેકમેલ કરશે તો તે આપઘાત કરી લેશે. તેમ છતાં ટોળકીએ રૂપિયા માગવાનું ચાલુ રાખતાં યુવકે અંતિમ પગલું ભર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

હનીટ્રેપમાં આખરે યુવકે મોતને વ્હાલું કર્યું

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકના આપઘાતના સમાચાર સાંભળતાં જ તેનો ભાઈ ડઘાઈ ગયો હતો. પહેલા તો તેને આપઘાતનું કારણ ન સમજાયું પણ મોબાઈલ ફોન ચેક કરતાં સૌ ચોંકી ગયા હતા. યુવક હનીટ્રેપ ગોઠવતી ગેંગનો શિકાર બન્યાનું સામે આવતાં તેના ભાઈએ રાંદેર પોલીસ મથકે બ્લેકમેઈલિંગ અને આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે જે 31 ઓક્ટોબરની રાત્રે યુવકે આપઘાત કર્યો હતો તે રાત્રે યુવાકે 2.18થી 2.30 વાગ્યાની વચ્ચે 20 હજાર રૂપિયા યસ બેન્કના ખાતામાં જમા કરાવ્યા હતા. છતાં વધુ પાંચ હજારની માગણી કરવામાં આવી હતી. અને જો યુવક રૂપિયા ન આપે તો વીડિયો તેની બહેનને મોકલવાની ધમકી અપાઈ હતી.

હાલ જયારે સોશિયલ મીડિયાનો જમાનો છે. ત્યારે આસાનીથી યુવકો અને યુવતીઓ ક્રાઇમનો શિકાર બની રહ્યાં છે. અને, મોબાઇલ થકી જ અનેક અશ્લીલ ખેલ રમાતા હોય છે. જેમાં અનેક યુવક અને યુવતી ફસાઇ જાય છે. અને, આખરે કેટલાક યુવકો પોતાની ઇજ્જત બચાવવા મોતને વ્હાલુ કરતા પણ અચકાતા નથી. આવું જ કંઇક આ કિસ્સામાં બન્યું છે. જે મોબાઇલમાં રત અન્ય યુવાનો માટે પણ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય.

Next Article