Surat: PPE કીટ પહેરીને કોવિડ હોસ્પિટલમાં ચોરી કરતો વ્યક્તિ ઝડપાયો, દર્દીઓના મોબાઈલ કરતો હતો ચોરી

|

May 01, 2021 | 5:26 PM

કોરોનાના આ મુશ્કેલ સમયમાં પણ ઘણા લોકો તક શોધતા હોય છે અને લોકોને ચોરી જેવી ઘટનાને ખૂબ જ બેશરમીથી અંજામ આપતા હોય છે, આવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે.

Surat: PPE કીટ પહેરીને કોવિડ હોસ્પિટલમાં ચોરી કરતો વ્યક્તિ ઝડપાયો, દર્દીઓના મોબાઈલ કરતો હતો ચોરી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કોરોનાના આ મુશ્કેલ સમયમાં પણ ઘણા લોકો તક શોધતા હોય છે અને લોકોને ચોરી જેવી ઘટનાને ખૂબ જ બેશરમીથી અંજામ આપતા હોય છે, આવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. સુરતની એક કોવિડ હોસ્પિટલમાં ચોર PPE કીટ પહેરીને ઘૂસી ગયો અને દર્દીઓના મોબાઈલ ફોન ચોરી કરી લીધા. મોબાઈલની ચોરી કરતા આ લાઈવ દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા જેના આધારે ખટોદરા પોલીસે તેજૂ નામના આરોપીને ઝડપી પાડ્યો.

 

સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી દર્દીના મોબાઈલને ચોરી થવાની ઘટના સામે આવતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસને તપાસ સોંપાઈ હતી. જેમાં પોલીસે કોવિડ હોસ્પિટલના સીસીટીવી ચેક કરતા એવો એક ચોર પકડી પાડ્યો છે, જે પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં પ્રવેશ કરી દર્દીની નજર ચૂકવીને ચોરી કરતો હતો. જોકે ખટોદરા પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેની પાસેથી પાંચ જેટલા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, તેવામાં સુરતના મજૂરાગેટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની અંદર કોવિડ હોસ્પિટલ આવેલી છે. જોકે અહીંયા સારવાર માટે દાખલ થતાં દર્દીના દાગીના સાથે મોબાઈલ ફોન ચોરી થવાની ઘટના સતત સામે આવતી હતી. જોકે આ મામલે અનેક ફરિયાદ બાદ ખટોદરા પોલીસને એવો ચોર ઝડપી પાડવામાં સફળતા મળી છે, જે જોઈને ભલભલા લોકો એક સમયે વિચારમાં પડી જાય.

 

વારંવાર થતી આવી ઘટનાને લઈને હોસ્પિટલના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ત્યારે એક ઈસમ આ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરીને આવીને દર્દી ન નજર ચૂકવીને તેમના મોબાઈલ ફોનની ચોરી કરતો હતો. જોકે પોલીસે આ સીસીટીવીના આધારે પાંડેસરા ખાતે રહેતા તેજસ ઉર્ફે તેજુ રાજેન્દ્ર રાઠોડની ધરપકડ કરી લીધી છે.

 

ભૂતકાળમાં આ ઈસમ રાંદેર વિસ્તારમાં પણ મોબલાઈ ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે, ત્યારે આ ચોરનો પોલીસે ભાંડો ફોડી નાખ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે પકડી પાડી તેની પાસેથી ચોરીના 5 મોબાઈલ મળી કુલ 21,500ના મુદ્દામાલ કબજે કર્યા.

 

જોકે, પોલીસે આ ઈસમની વધુ કડકાઈથી પૂછપરછ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઈસમનું નવી સિવિલના સ્ટાફના ભૂતકાળના રેકોર્ડમાં રીઢા ચોર તરીકે નામ સામે આવ્યા બાદ સીસીટીવી ચેક કરતા પીપીઈ કીટની ચેઈન ખોલી ખિસ્સામાં મુકતો દેખાય છે. તેના આધારે આખો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

 

આ પણ વાંચો: કોરોનાને હરાવીને હવે Milind Soman કરશે પ્લાઝ્મા ડોનેટ, વીડિયો શેર કરીને આપી માહિતી

Published On - 5:26 pm, Sat, 1 May 21

Next Article