કોરોનાને હરાવીને હવે Milind Soman કરશે પ્લાઝ્મા ડોનેટ, વીડિયો શેર કરીને આપી માહિતી

બોલિવૂડ એક્ટર અને ફિટનેસ ટ્રેનર મિલિંદ સોમાન હવે કોરોનાને પરાજિત કર્યા બાદ લોકોની મદદનો હાથ લંબાવ્યો છે. મિલિંદ સોમાને પ્લાઝ્મા દાન કરવાની પણ જાહેરાત કરી છે.

  • tv9 webdesk40
  • Published On - 16:34 PM, 1 May 2021
કોરોનાને હરાવીને હવે Milind Soman કરશે પ્લાઝ્મા ડોનેટ, વીડિયો શેર કરીને આપી માહિતી
Milind Soman

બોલિવૂડ એક્ટર અને ફિટનેસ ટ્રેનર મિલિંદ સોમાન હવે કોરોનાને પરાજિત કર્યા બાદ લોકોની મદદનો હાથ લંબાવ્યો છે. મિલિંદ સોમાને પ્લાઝ્મા દાન કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે તેમના સોશિયલ એકાઉન્ટમાંથી તેમનો એક વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે. તેનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

 

આ વીડિયોને શેર કરવાની સાથે મિલિંદ સોમાને લખ્યું કે, ‘હવે હું સંપૂર્ણ રીતે ઠીક છું અને હવે આવતા 10 દિવસ પછી બ્લડ પ્લાઝ્મા દાન કરીશ. જે કોરોના સામે લડવામાં અને લોકોના જીવન બચાવવામાં મદદગાર સાબિત થશે. શાંત રહો અને તમારી સંભાળ રાખો તમે જે કરી શકો તે કરો.

 

 

 

View this post on Instagram

 

A post shared by Milind Usha Soman (@milindrunning)

મિલિંદ સોમાને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે બંને હાથમાં મુગદર લઈને વર્કઆઉટ કરી રહ્યા છે. તે બ્લેક, બ્લુ ટી-શર્ટ અને બોક્સરમાં જોવા મળી રહ્યા છે. વીડિયો સિવાય તેમણે ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે મુગદર લઈને હસી રહ્યા છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Milind Usha Soman (@milindrunning)

મિલિંદ સોમનનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ અભિનેતાએ મુગદર એક્સરસાઈઝ કરતાનો તેમનો વીડિયો શેર કર્યો હતો.

 

 

 

View this post on Instagram

 

A post shared by Milind Usha Soman (@milindrunning)

 

આ સિવાય તેમણે તેમની બીજી એક અન્ય પોસ્ટ્સમાંથી તેમના ચાહકોને એક સૂચન આપ્યું હતું, જેની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ પાછલા દિવસે મારા એક મિત્રનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું, જે ફક્ત 40 વર્ષનો જ હતો. તે મારા માટે એકદમ આઘાતજનક હતું.

 

 

‘મિલિંદ આગળ લખે છે, ‘ઘણા લોકો મને પૂછે છે કે હું આટલો ફીટ છું છતાં પણ મને કોરોના થઈ ગયો. હું કહું છું કે જો તમારી ફિટનેસ અને હેલ્થ સારી છે, તો તે તમને વાયરસ સાથે ડીલ કરવામાં મદદ કરે છે, પરંતુ તમને ઈન્ફેક્શનથી નથી બચાવતી.’

 

આ પણ વાંચો :- આ કાર્યને કારણે R. Madhavan એ તેમની પત્નીની કરી પ્રશંસા, કહ્યું – ‘જ્યારે પત્ની તમને નાનો મહેસૂસ કરાવે’