સુરત ક્રાઈમ બ્રાન્ચે ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સાગરીતોને ઝડપી પાડયા, ફુગા વેચવાના બહાને કરતા હતા ઘરોની રેકી

|

May 03, 2021 | 10:52 PM

સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સાગરીતોને ઝડપી પાડયા છે. આ ગેંગ દ્વારા સુરત તેમજ આસપાસના તમામ શહેરોમાં દિવસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સાગરીતોને ઝડપી પાડયા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સાગરીતોને ઝડપી પાડયા, ફુગા વેચવાના બહાને કરતા હતા ઘરોની રેકી

Follow us on

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સાગરીતોને ઝડપી પાડયા છે. આ ગેંગ દ્વારા સુરત તેમજ આસપાસના તમામ શહેરોમાં દિવસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સાગરીતોને ઝડપી પાડયા છે. આ ગેંગ દ્વારા સુરત તેમજ આસપાસના તમામ શહેરોમાં દિવસ દરમિયાન ફુગા વેચવાના બહાને ફરતા હતા અને ત્યારબાદ રિક્ષામાં બેસી સમગ્ર વિસ્તાર તથા વી.આઈ.પી ઘરોની રેકી કરતા હતા.

 

રાત્રી દરમિયાન VIP ઘરોને નિશાન બનાવતા હતા. જ્યારે લૂંટ અથવા ધાડ પાડવા જાય ત્યારે ઘરની અંદર ત્રણ લોકો પ્રવેશતા હતા અને સાત લોકો ઘરની બહાર રેકી કરતા હતા. લૂંટ કરતાં પહેલાં તેઓ ઘરની અંદર રાખેલું જમવાનું જમતા હતા અને બાદમાં ગુનાને અંજામ આપતા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે એક મહત્વની સફળતા લાગી છે. છેલ્લા કેટલાય દિવસથી સુરત શહેરમાં ધાડ અને લૂંટના ગુનાઓની સંખ્યા વધી રહી હતી. પોલીસ સતત આ ગેંગને શોધી રહી હતી જોકે આ ગેંગે એટલી ચાલાક હતી કે પોલીસના હાથમાંથી છટકી જતી હતી.

 

દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ધાડપાડુ ગેંગ હાલ સુરત શહેરમાં ફરી રહી છે, જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે છટકુ ગોઠવી આ ગેંગને ઝડપી પાડી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પારધી ગેંગના હોવાનું બહાર આવ્યુ હતું અને આમ 1. નડું પારધી, 2. દિનેશ પારધી, 3. બાપુ ફુલમાળી, 4. બલ્લાભાઈ ભીલ, 5. કાલુ બામણી, 6. રાજકુમાર પવાર, 7. રાજુ સોલંકી, 8. વિકાસ સોલંકી, 9. અર્જુન સોલંકી, 10. સિમ્બા પવાર નામના 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

 

પૂછપરછમાં ચોંકાવનારી વાત બહાર આવી

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી, જેમાં આ ગેંગમાં મહિલાઓ પણ સામેલ હતી. તેઓ બપોરના ચાર વાગ્યાના અરસામાં વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બહાને ફરતી હતી. ત્યારબાદ આ ગેંગના લોકો રીક્ષામાં બેસીને જે તે વિસ્તારની રેકી કરતા હતા.

 

જરૂરી માહિતી રીક્ષા ચાલક પાસેથી મેળવી લેતા હતા અને બાદમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં આ ગેંગ પોતાના કપડાં બદલી ચડ્ડી-બનિયાનધારી વેશ ધારણ કરી લેતા હતા. જે vip ઘરને નિશાન બનાવતા હતા, ત્યાં આગળ પહોંચી જતી હતી.

 

જેમાં રાજકુમાર, દેવા પારગી તથા ગજરાજ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશતા હતા. બાકીની ગેંગ બહાર રેકી કરતી હતી. જો રાત્રી દરમિયાન કૂતરા ભસે તો તેને ગિલોલથી ભગાડી દેતા હતા. ઘરમાં સૌ પ્રથમ તેઓ જમવાનું હોઈ તો જમી લેતા હતા અને બાદમાં લૂંટ અથવા ધાડના ગુનાને અંજામ આપતા હતા.

 

જો કોઈ મકાન માલિક તેનો વિરોધ કરવા જાય તો તેમની હત્યા કરતા પણ અચકાતા નથી. ગુનાને અંજામ આપ્યા બાદ ચડ્ડી બનીયાન બદલી લેતા હતા અને સવાર પડે એટલે પોતાના નક્કી કરેલા સ્થળ પર પહોંચી જતા હતા. પોલીસે તેમની પાસેથી કિંમતી ઘડિયાળ, રોકડ, ગિલોલ, સોના ચાંદી ના દાગીના મળી રૂ 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

આ ગેંગ દ્વારા સુરત સિવાય રાજ્યના અલગ અલગ શહેરો અમદાવાદ, આણંદ, બિહાર, મુંબઈ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પજાબ, વલસાડ માં 15 ગુનાઓને અંજામ આપી ચુક્યા છે. હજી આ આરોપીની કડક પૂછપરછ કરવામાં આવશે તો 100થી વધુ ગુનાઓ ઉકેલવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: Corona Virus: સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ‘સરકાર ન કહે કે કેટલો ઓક્સિજન છે પણ એ કહે કે કેટલો સપ્લાય થયો’

Next Article