સંબંધો થયા શર્મશાર, સાવકા પિતાએ સગીર દીકરી પર આચર્યું દુષ્કર્મ, ફૂવાએ પણ આચર્યું દુષ્કર્મ અને ફોઈએ વીડિયો બનાવ્યો

|

May 16, 2022 | 6:29 PM

નરાધમ પિતાએ પોતાની 15 વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ(rape) ગુજાર્યો હતો. એકટીવાની ચાવી લેવાના બહાને ઘરમાં ઘૂસેલા સાવકા પિતાએ સગીરાને ડરાવી ધમકાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું

સંબંધો થયા શર્મશાર, સાવકા પિતાએ સગીર દીકરી પર આચર્યું દુષ્કર્મ, ફૂવાએ પણ આચર્યું દુષ્કર્મ અને ફોઈએ વીડિયો બનાવ્યો
સાવકા પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ

Follow us on

Ahmedabad : સગીર દિકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ રામોલ (Ramol) પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઉપરાંત સગીરાના ફુવાએ પણ દુષ્કર્મ (Rape)ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે અને ફોઈએ મોબાઇલમાં ફોટા પાડ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી( Accused) પિતાની ધરપકડ કરી છે. જ્યારે ફરાર અન્ય ફુવા અને ફોઈની શોધખોળ હાથ ધરી છે.

રામોલ પોલીસની કસ્ટડીમાં આવેલા નરાધમ પિતાએ પોતાની 15 વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. એકટીવાની ચાવી લેવાના બહાને ઘરમાં ઘૂસેલા સાવકા પિતાએ સગીરાને ડરાવી ધમકાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે સગીરાએ સાવકા પિતાની કરતુત સાવકી ફોઈને કરી હતી. જે સમયે હાજર ફુવાએ પણ સગીરાનો લાભ ઉઠાવ્યો અને દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે તે સમયે હાજર રહેલા ફોઈએ દુષ્કર્મ સમયના ફોટા અને વિડીયો લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી. જે અંગે રામોલ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે દુષ્કર્મી પિતાની ધરપકડ કરી છે.

મહત્વની વાત છે કે ભોગ બનનાર સગીરાની માતાના ત્રીજા લગ્ન બળાત્કાર ગુજારનારના પિતા સાથે થયા હતા. થોડાક સમય પહેલા વટવા પોલીસ મથકે દેહ વ્યાપાર કરાવવા મામલે સગીરાના માતા સામે ગુનો નોધાયો હતો. જે ગુનામા સગીરાની માતા જેલવાસ ભોગવી રહી છે અને તે ગુનામા ફરિયાદ હાલના આરોપી ફોઈ ફુવાએ નોંધાવી હતી. બળાત્કાર ગુજારનાર પિતાની સગીર બહેનને અલગ અલગ ગ્રાહકો પાસે મોકલી દેહ વ્યાપાર કરાવાતો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હાલ તો રામોલ પોલીસે પોક્સો, બળાત્કાર, ધમકી આપવા જેવી અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે. સાથે જ આ ગુનામા સામેલ અન્ય ફરાર આરોપી ફોઈ અને ફુવાની શોધખોળ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસ બાદ શુ નવા ખુલાસા થાય છે.

Published On - 6:28 pm, Mon, 16 May 22

Next Article