ભાજપ સાંસદના નામે કર્યો ફોન, ઉદ્યોગપતિઓ પાસે માગ્યું ફંડ અને પછી થયું કંઈક આવું

|

Mar 28, 2021 | 4:49 PM

ભાજપના એક સાંસદના નામે અજાણ્યા શખ્સોએ રૂપિયા ઉઘરાવવાનું કાવતરૂ રચતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સોશિયલ મીડિયામાં ફેસબૂક સહિતના એકાઉન્ટો હેક કરી રૂપિયા માંગવાની ઘટનાઓ વખતો વખત સાઈબર ક્રાઈમમાં નોંધાઈ છે.

ભાજપ સાંસદના નામે કર્યો ફોન, ઉદ્યોગપતિઓ પાસે માગ્યું ફંડ અને પછી થયું કંઈક આવું
ફાઈલ ફોટો

Follow us on

ભાજપના એક સાંસદના નામે અજાણ્યા શખ્સોએ રૂપિયા ઉઘરાવવાનું કાવતરૂ રચતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સોશિયલ મીડિયામાં ફેસબૂક સહિતના એકાઉન્ટો હેક કરી રૂપિયા માંગવાની ઘટનાઓ વખતો વખત સાઈબર ક્રાઈમમાં નોંધાઈ છે. તેવામાં અજાણ્યા શખ્સોએ ધાર્મિક કાર્યોની આડમાં ફંડ ઉઘરાવવા માટે સાંસદના નામનો ઉપયોગ કર્યો છે. ભરૂચના ઉદ્યોગપતિઓએ આ અંગેની જાણ સાંસદ મનસુખ વસાવાને કરતા તેમણે અજાણ્યા નંબરોના લિસ્ટની એક યાદી પોલીસ સ્ટેશનમાં આપી છે અને આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

 

Mansukh Vasava – File Photo

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોણે કર્યો સાંસદના નામે ફોન?
ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)ના નામે કોઈ અજાણી વ્યક્તિ ધાર્મિક કામગીરી માટે ફંડ સહાય માંગતા હોવાની એક ઘટના સામે આવતા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ SPને ફરિયાદ કરી તપાસની માંગણી કરી છે. ભરૂચમાં જે અંગેની ફરિયાદ પણ નોંધાઈ છે. દેશની જાણીતી વ્યક્તિનું ફેસબુક, ટ્વીટર એકાઉન્ટ હેક કરી તે એકાઉન્ટના માધ્યમથી પૈસાની માંગણી કરાતી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે ભરૂચ સાંસદ મનસુખ વસાવા પણ આવા કિસ્સાનો શિકાર બન્યા હોય સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા છે.

 

જેમાં હકીકત એવી છે કે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓને ફોન કરી ધાર્મિક પ્રવૃતિઓ અને ભંડારો યોજવાના નામે પૈસાની ઉઘરાણી કરાઈ હતી, જોકે આવી કોઈ માંગણી સાંસદ મનસુખ વસાવાએ કરી નથી. જે બાબતની જાણ ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગપતિઓએ સાંસદ મનસુખ વસાવાને કરી અને એક ખરાઈ કરવા ફોન કર્યો, ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. જે ફોન પરથી પૈસાની ઉઘરાણી માટે ફોન આવ્યા હતા, એ ફોન નંબરનું લિસ્ટ મનસુખ વસાવાને ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓએ આપ્યું છે. આ લિસ્ટ સાથે મનસુખ વસાવાએ ભરુચ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે.

 

દેશની જાણીતી વ્યક્તિનું ફેસબુક, ટ્વીટર એકાઉન્ટ હેક કરી તે એકાઉન્ટના માધ્યમથી પૈસાની માંગણી કરાતી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ આવા કિસ્સાનો શિકાર બન્યા છે. સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા છે. જેમાં હકીકત એવી છે કે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓને ફોન કરી ધાર્મિક પ્રવૃતિઓ અને ભંડારો યોજવાના નામે પૈસાની ઉઘરાણી કરાઈ હતી.

 

જો કે આવી કોઈ માંગણી સાંસદ મનસુખ વસાવાએ કરી નથી. જે બાબતની જાણ ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગપતિઓએ સાંસદ મનસુખ વસાવાને કરી અને એક ખરાઈ કરવા ફોન કર્યો, ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. જે ફોન પરથી પૈસાની ઉઘરાણી માટે ફોન આવ્યા હતા, એ ફોન નંબરનું લિસ્ટ મનસુખ વસાવાને ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓએ આપ્યું છે. આ લિસ્ટ સાથે મનસુખ વસાવાએ ભરુચ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે.

 

આ પણ વાંચો: Election 2021 : બંગાળ, આસામમાં પ્રથમ ચરણના મતદાન બાદ અમિત શાહનો હુંકાર, “બંને રાજ્યમાં બનશે BJP સરકાર”

Next Article