Election 2021 : બંગાળ, આસામમાં પ્રથમ ચરણના મતદાન બાદ અમિત શાહનો હુંકાર, “બંને રાજ્યમાં બનશે BJP સરકાર”

Election 2021 : બંગાળ વિધાનસભા ચૂંટણી અને આસામ વિધાનસભા ચૂંટણીમાં રવિવારે પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે.

Election 2021 : બંગાળ, આસામમાં પ્રથમ ચરણના મતદાન  બાદ અમિત શાહનો હુંકાર, “બંને રાજ્યમાં બનશે BJP સરકાર”
HOME MINISTER AMIT SHAH
Follow Us:
| Updated on: Mar 28, 2021 | 4:20 PM

Election 2021 : બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal election 2021) અને આસામ વિધાનસભા ચૂંટણી (Assam Election 2021 )માં શનિવારે  પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. આ બંને રાજ્યોમાં પ્રથમ ચરણના મતદાન બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે  આજે પત્રકાર પરિષદ યોજી અને હુંકાર કર્યો કે આ બંને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.

બંને રાજ્યમાં BJPની  સરકાર બનશે : અમિત શાહ પત્રકાર પરિષદને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે   કહ્યું  કે આસામમાં ભારતીય જનતા પાર્ટીને ભારે  જન સમર્થન મળી રહ્યું છે. ગૃહપ્રધાન શાહે આસામમાં પ્રથમ ચરણની 47 બેઠકોમાંથી 37 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે હિંસાની વચ્ચે ચૂંટણી યોજાવા માટે જાણીતા એવા બે રાજ્યોમાં આજે ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

બંગાળમાં પ્રથમ ચરણમાંથી 26 બેઠકો જીતીશું : અમિત શાહ પત્રકાર પરિષદને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે   કહ્યું  કે ગઈકાલે પાંચ રાજ્યોની ચૂંટણીમાંથી બે રાજ્યોમાં પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ છે. આ માટે હું બંને રાજ્યોના લોકોનો આભાર માનું છું, જેમણે શક્ય તેટલું મતદાન કર્યું છે. આ બે રાજ્યો આસામ અને બંગાળ ચૂંટણીની હિંસા માટે જાણીતા હતા, પરંતુ આ વખતે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ છે. હું દાવો કરું છું કે ભરતીય જનતા પાર્ટી  બંગાળમાં ભારે બહુમતીથી જીતી રહી છે. બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં ભાજપ 30 માંથી  26 બેઠકો જીતશે.

આસામમાં વિકાસ, બંગાળમાં આશાનું નવું કિરણ ગૃહપ્રધાન અમિત શાહે   કહ્યું  પીએમ મોદીના નેતૃત્વમાં આસામમાં જે વિકાસ થયો છે તેના કારણે ત્યાના લોકોનું ઘણું સમર્થન મળી રહ્યું છે તેમ લાગે છે. બ્રહ્મપુત્રા નદી પર 60 થી વધુ પુલનું નિર્માણ, કાઝિરંગા જમીનને ઘુસણખોરોથી મુક્ત કરવી વગેરે  ઘણા ઉદાહરણો ચૂંટણીઓમાં સકારાત્મક વલણ દર્શાવે છે. જે રીતે બંગાળની અંદર તુષ્ટિકરણનું વાતાવરણ ચાલુ રહ્યું હતું, જેમ જેમ અનિયંત્રિત ઘુસણખોરી ચાલુ રહી, શાસક પક્ષ ભ્રષ્ટાચારનો શિકાર બન્યો અને લોકોના હક, કોરોના સામેની લડત વગેરેમાં બંગાળની જનતાને નિરાશા મળી. પરંતુ અમે બંગાળના લોકોના મનમાં આશાનું નવું કિરણ જાગૃત કરવામાં સફળ થયા છીએ.

બંગાળ અને આસામમાં પ્રથમ ચરણનું મતદાન રવિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અને આસામ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયું. પ્રથમ ચરણમાં બંગાળમાં 47 જયારે આસામમાં 30 બેઠકો માટે મતદાન થયું. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાનના આંકડાઓ મુજબ બંને રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં બંગાળમાં 79.79 ટકા અને આસામમાં 72.14 ટકા મતદાન થયું છે. કોરોનાને કારણે મતદાનમાં એક કલાકનો સમય વધારવામાં આવ્યો હતો.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">