Sidhu Moose Wala Murder: CM ભગવંત માનની મોટી જાહેરાત, હાઈકોર્ટના સીટીંગ જજ પાસે તપાસ કરાવાશે, દોષિતોને બક્ષવામાં નહીં આવે

|

May 30, 2022 | 1:23 PM

Sidhu Moosewala Shot Dead: પંજાબના સીએમ ભગવંત માને સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moosewala) સુરક્ષા ઘટાડવાના નિર્ણયની તપાસના આદેશ આપ્યા છે. તેમણે ગઈકાલે ડીજીપીના નિવેદન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે, કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.

Sidhu Moose Wala Murder: CM ભગવંત માનની મોટી જાહેરાત, હાઈકોર્ટના સીટીંગ જજ પાસે તપાસ કરાવાશે, દોષિતોને બક્ષવામાં નહીં આવે
CM Bhagwant Mann's big announcement

Follow us on

Sidhu Moose Wala Murder: પંજાબ(Punjab)ના પ્રખ્યાત ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ કરવાની તેમના પિતાની માગને લઈને મુખ્યમંત્રી ભગવંત માને (Chief Minister Bhagwant Maan) મોટો નિર્ણય લીધો છે. આ મામલાની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ કરશે. તેમણે કહ્યું કે કોઈ પણ દોષિતને બક્ષવામાં આવશે નહીં. આ સાથે જ સીએમ માને સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા ઘટાડવાના નિર્ણયની તપાસના આદેશ આપ્યા છે. તેમણે ગઈકાલે ડીજીપીના નિવેદન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય વતી, એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલાની તપાસ હાઈકોર્ટના સીટિંગ જજ દ્વારા કરાવવાની વિનંતી કરશે. તે જ સમયે, આજે યોજાનારી પંજાબ કેબિનેટની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે.

માણસા સિવિલ હોસ્પિટલની બહાર સિદ્ધુ મૂસેવાલાની હત્યા માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિદ્ધુ મૂસેવાલાના મૃતદેહને એ જ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે. દેખાવકારોમાં મોટાભાગના વિસ્તારના ગ્રામીણો હતા. તેઓએ મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લેવાના નિર્ણયને લઈને રાજ્યની આમ આદમી પાર્ટી (AAP) સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને ધ્યાનમાં રાખીને સોમવારે માણસા જિલ્લાના ઘણા બજારો બંધ રહ્યા હતા.

પોલીસ મહાનિરીક્ષક પ્રદીપ યાદવ અને અન્ય અધિકારીઓ પોસ્ટમોર્ટમ વિશે પરિવારના સભ્યો સાથે વાત કરવા માટે મૂસેવાલાના ઘરે ગયા હતા. મળતી માહિતી મુજબ, મુસેવાલાના પરિવાર હાલમાં તેનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે તૈયાર નથી. પંજાબના માનસા જિલ્લામાં રવિવારે સિદ્ધુ મૂસેવાલાની (28) અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી.

મૂસેવાલાની હત્યાના મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી 

મૂસેવાલાએ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં માનસા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને AAPના ઉમેદવાર વિજય સિંગલાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલની અંદર અને બહાર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પંજાબ કોંગ્રેસના વડા અમરિન્દર સિંહ રાજા વેડિંગ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખજિંદર સિંહ રંધાવા અને કેટલાક અન્ય કોંગ્રેસી નેતાઓ તેમના મૃત્યુને શોક આપવા માટે માનસામાં મુસેવાલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મુસેવાલાના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો અને ગ્રામજનો પણ એકઠા થયા હતા.

Next Article