ઓનલાઇન પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા કોઇ ટીપ્સ આપે તો ચેતી જાજો, એક સિનિયર સીટીઝને કમાવવાના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવ્યા

|

May 16, 2022 | 8:06 PM

એક કા ડબલની લાંલચમાં પિતા-પુત્રએ કમાયેલા 12.45 લાખ રૂપિયા ગુમાવી દીધા છે, સાયબર ક્રાઇમ બ્રાંચમાં (Cyber crime) નોધાયેલ ફરિયાદની વાત કરીએ તો ઘોડાસરમાં રહેતા મીત સોની પોતાના પિતા ધર્મેશભાઇ સાથે મણીનગરમાં હર્બલ ન્યુટ્રીશન ઓફિસ ખોલી પોતાનો બિઝનેસ કરે છે.

ઓનલાઇન પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા કોઇ ટીપ્સ આપે તો ચેતી જાજો, એક સિનિયર સીટીઝને કમાવવાના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવ્યા
પ્રતિકાત્મક તસ્વીર (ફાઇલ)

Follow us on

Ahmedabad : આજના યુગમાં લોકો પૈસાનુ ઇન્વેસ્ટમેન્ટ શેરબજાર, SIP,મ્યુચ્યલ ફંડ કે ક્રિપ્ટોકરન્સી જેવામાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આવી જ રીતે એક સિનિયર સિટિઝને ક્રિપ્ટોકરન્સીમાં (Cryptocurrency) ઇન્વેસ્ટમેન્ટ માટે યુ-ટ્યુબ પરથી વિડીયો જોયા અને બાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ટીપ આપનારની માહિતી મુજબ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા. જો કે એક વર્ષ સુધી પૈસા ઇન્વેસ્ટ કર્યા બાદ ખબર પડી કે તેમની સાથે ચિંટિગ (Fraud)થઇ ગયુ છે. જે બાદ સાયબર ક્રાઇમમાં (Cyber Crime)ફરિયાદ નોધાવી છે.

એક કા ડબલની લાંલચમાં પિતા-પુત્રએ કમાયેલા 12.45 લાખ રૂપિયા ગુમાવી દીધા છે, સાયબર ક્રાઇમ બ્રાંચમાં નોધાયેલ ફરિયાદની વાત કરીએ તો ઘોડાસરમાં રહેતા મીત સોની પોતાના પિતા ધર્મેશભાઇ સાથે મણીનગરમાં હર્બલ ન્યુટ્રીશન ઓફિસ ખોલી પોતાનો બિઝનેસ કરે છે. વર્ષ 2021માં કોરોના કારણે ધંધામાં મંદી હોય જેને લઇ ધર્મેશભાઇ સાઇડ ઇન્કમ કરવા માટે યુ-ટ્યુબ પર ક્રિપ્ટો કરન્સી બાબતે માહિતી મેળવવાનું ચાલુ કર્યુ. જે દરમિયાન તેઓએ બિગબુલ કોઇન સંબંધી માહિતી મેળવા સર્ચ કરતા હતા. ત્યારે આ કોઇનની માહિતી આપતો વિડીયો હિંદુસ્તાની સ્ટુડીઓ નામની ચેનલ પર અપલોડ થયેલ હતો.

જે ચેનલમાં સારી માહિતી મળતા ધર્મેશભાઇ બીજી માહિતી મેળવા માટે ચેનલની ટેલિગ્રામ લીંક મારફતે હિંદુસ્તાન વિડિયો નામની ચેનલના ગ્રુપમાં જોઇન થયા. ગ્રુપમાં ક્રિપ્ટો કરન્સીના અલગ અલગ વિડીયો મુકતા હતા તેમજ ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ટીપ પણ આપતા હતા. આ ટેલીગ્રામ ગ્રુપમાં સત્યમ નામની વ્યક્તિ ચલાવતો હતો. જેથી ધર્મેશભાઇએ સત્યમનો પર્સનલ નંબર મેળવી લઇ તેની સાથે વાતચીત કરી હતી. જે બાદ સત્યમએ ધર્મેશભાઇને એક બે વાર અમુક ક્રિપ્ટો કોઇન ઇન્વેસ્ટમેન્ટ કરવા ટીપ આપી હતી. જે ઇન્વેસ્ટ કરવાથી ફાયદો થશે તેમ કહેતા ધર્મેશભાઇએ વિશ્વાસ રાખી ગત્ત નવેમ્બર 2021માં રોકાણ કરવાનું શરૂ કર્યુ હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઠગ સત્યમે ધર્મેશભાઇને કહ્યું કે પૈસા રોકાણ કરી સારુ એવુ રીર્ટન મેળવવા માંગતા હોય તો માર્કેટમાં એક સિબા મેજીક કરીને કંપની આવેલ છે. જેમાં સીબા કોઇન માઇનીંગ (હારવેસ્ટ) કામ કાજ કરે છે. જેમાં રોજનુ સારુ એવુ રીર્ટન મળે છે. જેમાં મે પણ રોકાણ કરેલ છે જેથી તમે પણ મારા રેફન્સથી આ કંપનીમાં પૈસા રોકો તમને સારો ફાયદો થશે. તેમ જણાવીને સત્યમે આ કંપનીની સ્ક્રીમની એક એસ.ઓ.પી ફાઇલ મોકલી આપેલ હતી. તેમજ આ સ્ક્રીમ બાબતે સમજાવેલ સિબા મેજીક કંપની દ્વારા જુદા જુદા ઇન્વેસ્ટમેન્ટના પેકેજ સામે જુદી જુદી રીર્ટન સ્ક્રીમ સમજાવી હતી. જેમાં પૈસા રોકાણ કરવાથી ટુકાગાળામાં એક કા ડબલ થઇ જતા હોય છે.

ધર્મેશભાઇ લાંલચમાં આવી જતા એક સ્ક્રિમમાં પૈસા રોકાણ કરવાની ઇચ્છા ધરાવતા હોવાથી કંપની સાઇડ પર રજીસ્ટ્રેશન કરાવી લોગીન થયા અને વઝીરએક્સ એપ્લીકેશથી પ્રથમ રૂપિયા 1500 કુલ 217 ટ્રોન કોઇન ટ્રાન્સફર કરેલ હતા. સીબાઇનુ કોઇન આઇડીમાં રોકાણ કરેલ પૈસા જમા પણ થઇ ગયેલ બાદમાં ધર્મેશભાઇ કોઇનને વિડ્રો કરવા યુ.એસ.ડીમાં કનવર્ટ કરતા તે કનવર્ટ પણ થઇ ગયેલ. જોકે આ કંપનીના માલિક મનોજ શાહ આ કંપની સ્ક્રિમ બાબતે દરરોજ ઝુમ મિટીગ રાખતા હતા. જે સત્યમ દ્વારા એ લીંક દરરોજ ધર્મેશભાઇને મોકલવામાં આવતી હતી. પહેલી વખત કરેલ 1500 રૂપિયા રોકાણમાં સારુ વળતર મળતુ હોવાથી ધર્મેશભાઇ તેમના મિત્રોને પણ રોકાણ કરવા જણાવ્યુ હતુ.

આમ ધર્મેશભાઇએ અલગ અલગ સ્ક્રિમમાં રુપિયા 750,1500,9 હજાર,2.25 લાખ અને 3.75 લાખના અલગ અલગ આઇડી પરથી રોકાણ કર્યા હતા. જે બાદ થોડુ રીર્ટન મળ્યુ હતુ. રોકાણ કરેલા પૈસા સીબાઇ કોઇન યુ.એસ.ડી કનવર્ટ કરી વિડ્રો કરી શકતા ન હતા. રોકાણ કરેલ એપ્લિકેશનમાંથી વિડ્રો કરવાની ટેબ ડિલીટ થઇ ગયુ હતુ. જેથી ઇન્વેસ્ટ કરેલ રકમનુ મળતુ રીર્ટન વિડ્રોલ કરી શકતા ન હતા. જેથી એપ્લિકેશનના માલિક મનોજભાઇને પુછતા ટેક્નિકલ કારણોસર ચાલતુ ન હોવાનુ બહાનુ કાઢ્યુ હતુ. જે બાદ મનોજભાઇ ફોન ઉપાડવાનુ બંધ કરતા ધર્મેશને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઇ છે. જે ટુંકા ગાળામાં ડબલ રીટર્નની લાલચમાં ધર્મેશભાઇના 12.45 લાખની ઠગાઇ થઇ છે. હાલ તો સાયબર ક્રાઇમમાં મનોજ શાહ અને સત્યમનામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Next Article