Sabarkantha: ચંદન ઉછેરનારા ખેડૂતો તસ્કરોને લઇને ચિંતિત, સુરક્ષા પ્લાન ઘડવા માગ

|

Feb 18, 2021 | 12:19 PM

સાબરકાંઠા જીલ્લાના ઇડર (Idar) પંથકમાં ચંદનની ખેતી (Sandalwood Cultivation) નુ પ્રમાણ પાછલા કેટલાક વર્ષથી વધ્યુ છે. વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ચંદન (Sandalwood) ની ખેતી કરી છે.

Sabarkantha: ચંદન ઉછેરનારા ખેડૂતો તસ્કરોને લઇને ચિંતિત, સુરક્ષા પ્લાન ઘડવા માગ
ચંદનના ૧૫ ઝાડને થડને કટર જેવા સાધનથી કાપી નંખાયા હતા.

Follow us on

સાબરકાંઠા જીલ્લાના ઇડર (Idar) પંથકમાં ચંદનની ખેતી (Sandalwood Cultivation) નુ પ્રમાણ પાછલા કેટલાક વર્ષથી વધ્યુ છે. વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ચંદન (Sandalwood) ની ખેતી કરી છે. આવી જ રીતે લાલોડા (Laloda) ગામના ખેડૂત ખેમાભાઇ અમીચંદભાઇ પટેલ ગામ નજીક સવગઢ છાવણી પાસે ડુંગરની તળેટીમાં ખેતરમાં ખેડૂત છેલ્લા બારેક વર્ષથી ચંદનના ઝાડની ખેતી કરી હતી. ખેડૂતે પોતાના ખેતરમાં ચંદનના કુલ 700 જેટલા ઝાડ ઉછેર્યા છે. વહેલી સવારના તેઓ પોતાના ખેતરમાં રોજીંદા ક્રમ મુજબ માવજત માટે પહોંચતા ખેતરમાં વાવેલા ચંદનના ઝાડ કપાયેલા અને વેરણ-છેરણ હાલતમાં પડયા હતા. ખેતર ઉછેરેલા ચંદનના 15 ઝાડને થડને કટર જેવા સાધનથી કાપી નંખાયા હતા. જેમાંથી આશરે ચાલીસેક ફૂટ જેટલુ ચંદનનું સુંગધીદાર લાકડુ ચંદન ચોર ચોરી કરી લઇ ગયા હતા.

ખેમાભાઇ પટેલ કહે છે કે, અગાઉ પણ મારા ખેતરમાં આ રીતે ચોરી થઇ હતી, 700 થી વધુ વૃક્ષ વાવ્યા હતા અને તેને મહેનત કરીને ઉછેર કર્યો છે. પરંતુ ફરી એક વાર રાત્રી દરમ્યાન કોઇ તસ્કરોએ આવીને ઝાડ કાપી નાંખી ચંદનની ચોરી કરી છે. મોટા ભાગના ઝાડના થડ કાપીને લઇ ગયા છે. અમે ચંદન ઉછેરતા ખેડુતોની માગ છે કે યોગ્ય કાર્યવાહી અને સુરક્ષા દાખવવામાં આવે. ચંદનના ખેતર વિસ્તારોમાં પોલીસની સતર્કતા વધારવા માટે પણ કેટલાક વર્ષથી માંગ કરી છે.

આ પહેલા પણ ત્રણેક વર્ષ અગાઉ ચંદનની ચોરી થયા બાદ ફરિયાદ નોધાવી હતી. પરંતુ તેનુ કોઈ પરિણામ આવ્યું ન હતું. હવે ફરીથી ચોરી થઇ છે. ત્યારે ઇડર તાલુકામાં ચંદનની ખેતી કરતા અનેક ખેડૂતોના ખેતરોમાંથી અગાઉ પણ ચંદનના લાકડાની ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાયેલી છે. તેમ છતાં ખેતરોમાંથી ઉભા ચંદનના ઝાડ કાપી લાકડા ચોરનાર ચંદન ચોરો પોલીસ ઝપાટે ચડતા જ નથી. જોકે આ વખતે પોલીસે ગંભીરતાથી લઇ ચંદન ચોર ટોળકીને ઝડપી લેવા પ્રયાસ કર્યો છે. પોલીસે ડોગ સ્ક્વોડ સહીતની ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. આમ હવે પોલીસે ચંદન ચોરોને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ સહીતની ટીમોને પણ કામે લગાડવામાં આવી છે.

ઇડર વિભાગના DySP ડી.એમ.ચૌહાણ એ કહ્યુ હતુ કે, આ અંગેની જાણકારી મળતા જે અંગે ફરીયાદ ઇડર પોલીસ મથકે નોંધવામાં આવી છે. રાત્રી દરમ્યાન કટર દ્વારા કોઇ તસ્કરો દ્વારા ઝાડને કાપીને ચોરી કરાઇ છે. આ બાબતે તપાસ હાથ ધરી છે. ડોગ સ્કવોડ સહિતની ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. તસ્કરોને ઝડપી લેવા માટે અને ચંદનને સુરક્ષીત રાખવા માટે તકેદારીની સુચનાઓ પણ આપવામાં આવી છે.

ઇડર પંથકમાં કુદરતી અને વાવણી કરેલા ચંદનના વૃક્ષો ખૂબ જ છે. તેને લઇને છેલ્લા બે દાયકાથી સ્થાનિકો ચંદનના વૃક્ષોનુ રક્ષણ કરવાની માગ વર્તાઇ રહી છે. પરંતુ હવે પોલીસ અને વન વિભાગ દ્વારા ચંદનના વૃક્ષોના રક્ષણ માટે જ કોઇ ખાસ પ્લાન ઘડે એવી પણ માગ થઇ રહી છે. કારણ કે વર્ષોથી કરેલુ જતન પળવારમાં જ ચોરાઇ જતા ખેડૂતોના હ્દયમાં પડતી ફાળ ના પુરાય એવી હોય છે.

Published On - 12:16 pm, Thu, 18 February 21

Next Article