RAJKOT : પ્રેમિકાને પરેશાન કરતો યુવક ન મળતા આખા વિસ્તારમાં મચાવ્યો આતંક, રાહદારી પર કર્યો હુમલો

|

Sep 18, 2021 | 5:32 PM

પોલીસના કહેવા પ્રમાણે શુક્રવારે રાત્રે થયેલા હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.આ મહિલા જંકશન પ્લોટ વિસ્તારમાંથી નીકળી હતી ત્યારે આ ટોળકી ત્યાંથી પસાર થઇ હતી

RAJKOT : પ્રેમિકાને પરેશાન કરતો યુવક ન મળતા આખા વિસ્તારમાં મચાવ્યો આતંક, રાહદારી પર કર્યો હુમલો
RAJKOT: Terror in the whole area when a young man harassing his girlfriend was not found

Follow us on

રાજકોટના જંકશન પ્લોટમાં શુક્રવારની રાત્રે બાઇકમાં આવેલા કેટલાક ઇસમોએ આતંક મચાવ્યો હતો. બાઇકમાં આવેલા આ શખ્સો પાસે લાકડી જેવું હથિયાર હતું. અને અહીંથી પસાર થતા તમામ રાહદારીઓ પર આ શખ્સો હુમલો કરવા લાગ્યા હતા. બનાવની ગંભીરતાને જોતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીની મદદથી આસપાસના વિસ્તારોમાં આ શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.

પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ.ચાવડાએ અલગ અલગ ટીમો બનાવીને આ શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. જેના આધારે આતંક મચાવીને રાહદારીઓને લાકડી વડે ફટકારનાર ટોળકીને પોલીસે પકડી પાડી છે.પોલીસે લુખ્ખાગીરી કરનાર પાંચ સગીર સહિત આઠની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા શખ્સોના નામ
પોલીસ પકડમાં જે શખ્સો આવ્યા છે તેમાં પાંચ શખ્સો કાયદાના સંઘર્ષમાં આવેલા છે એટલે કે સગીર વયના છે જ્યારે ત્રણ પુખ્તવયના છે. જેમના નામ
આરીફ મોડ,
શિવદત્ત જોશી
કિશન ઉર્ફે ભયો રાણા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

પોલીસના કહેવા પ્રમાણે શુક્રવારે રાત્રે થયેલા હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.આ મહિલા જંકશન પ્લોટ વિસ્તારમાંથી નીકળી હતી ત્યારે આ ટોળકી ત્યાંથી પસાર થઇ હતી અને પ્લાસ્ટિકના પાઇપ વડે ચાલુ બાઇકે મહિલા પર હુમલો કર્યો હતો જેના કારણે મહિલાને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસના કહેવા પ્રમાણે ઇજાગ્રસ્ત મહિલાએ હજુ સુધી પોલીસને કોઇ ફરિયાદ આપી નથી. જોકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવેલા ફોનના આધારે આ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રેમિકાને પરેશાન કરનાર યુવક ન મળતા મચાવ્ચો આતંક

આ અંગે ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે પકડાયેલા આરોપી પૈકી એક સગીરને કોઇ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તેને કોઇ ગઢવી નામનો યુવાન સોશિયલ મિડીયામાં મેસેજ કરતો હતો, જેનો ખાર રાખીને તેને મારવા માટે આ ટોળકી પહોંચી હતી. પરંતુ તે યુવાન ન મળતા આ શખ્સોએ જંકશન પ્લોટ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અને રાહદારીઓ પર હુમલો કર્યો હતો. હાલ તો પોલીસે આ ટોળકીને પકડીને તેને કાયદાનું ભાન કરાવ્યું છે.હાલમાં પોલીસ આ શખ્સોએ અગાઉ કોઇ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Next Article