AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: “રાણો રાણાની રીતે” ફેમ લોક સાહિત્યકાર દેવાયત ખવડે સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે કાઢ્યો ધોકો

Devayat Khavad Fight: માથાકૂટ થતા લોકો એકઠા થયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી

Rajkot: રાણો રાણાની રીતે ફેમ લોક સાહિત્યકાર દેવાયત ખવડે સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે કાઢ્યો ધોકો
પાર્કિંગ મુદ્દે બબાલમા દેવાયત ખવડે ધોકો કાઢ્યો
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 23, 2021 | 1:49 PM
Share

Rajkot: ગુજરાતનાં જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad)ને લઈને સોશિયલ મીડિયામાં એક વિડિયોના સ્ક્રિન શોટ્સ (Screen Shots) વાયરલ થઈ રહ્યા છે જેમાં કલાકાર કોઈ માથાકૂટને લઈને પોતાની સોસયાટીમાં હાથમાં ધોકા અથવા લાકડી જેવી કોઈ વસ્તુ સાથે દેખાઈ રહ્યા છે અને કોઈ વ્યક્તિ તેને રોકી રહ્યા છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી રવિ રત્ન પાર્ક સોસાયટીમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે કાર પાર્કિંગ મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને લાકડી લઇને તેના જ પાડોશીને મારવાનો પ્રયાસ કર્યો હતો. માથાકૂટ થતા લોકો એકઠા થયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી, જો કે બંન્ને વચ્ચે સમજાવટ બાદ સમાધાન થયું હતુ અને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું

શું હતો બનાવ? આખા મામલાની વાત કરવામાં આવે તો રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગ મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝધડો ચાલતો હતો. એક સરકારી કોન્ટ્રાકટર અને એક સરકારી કર્મચારી હતા જેથી સરકારી કોન્ટ્રાક્ટરને કાર રાખવા મુદ્દે સરકારી કર્મચારીએ ટપાર્યા હતા જેથી સરકારી કોન્ટ્રાક્ટર અને કર્મચારી વચ્ચે ઝધડો થયો હતો જેથી પોતાના મિત્રને મદદ કરવા માટે દેવાયત પણ રૌફ જમાવવા આગળ આવ્યા હાતા અને લાકડી લઇને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે દેવાયત લોકસાહિત્યકાર દેવાયત ખવડ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. સોશિયલ મિડીયામાં એક યુવતી સાથેના શાબ્દિક યુધ્ધ હોય કે પછી પૂર્વ મુખ્યમંત્રીના નિવેદનની મશ્કરી હોય. આ ઉપરાંત ડોક્ટરોએ કોરોનામાં રૂપિયા લૂંટયા હોય તેવા નિવેદનથી ભૂતકાળમાં ઘણા વિવાદમાં આવ્યા હતા.

આ પણ વાંચો: IPL 2021 KKR vs MI Live Streaming: મુંબઇ અને કલકત્તા વચ્ચે આજે જંગ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ

આ પણ વાંચો: PATAN : સાંતલપુરમાં અંધશ્રદ્ધાના નામે બાળકી સાથે ક્રૂરતા, બાળાનો હાથ ગરમ તેલમાં નાંખ્યો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">