Rajkot : “કૌન બનેગા કરોડપતિ મેં આપકા સ્વાગત હૈ” અને, યુવાન સાથે થઇ છેતરપિંડી

|

Sep 21, 2021 | 5:37 PM

શ્રવણસિંહે આધારકાર્ડ તથા ફોટો મોકલેલ બાદ અને સામેવાળી વ્યકિતને વોટસઅપ પછી વોઈસ ઓડિયો મોકલીને કહેલ કે મારા એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા છે. જેથી સામેવાળાએ જણાવેલ કે તમારી ફાઈલ બને છે થોડિકવારમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે,

Rajkot : કૌન બનેગા કરોડપતિ મેં આપકા સ્વાગત હૈ અને, યુવાન સાથે થઇ છેતરપિંડી
Rajkot: "Kaun Banega Crorepati Mein Aapka Swagat Hai" and, cheating with a young man

Follow us on

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામમાં એક વ્યક્તિ સાથે કૌન બનેંગા કરોડપતિના અમિતાભ બચ્ચનના અવાજમાં વાતચીત કરીને 1 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. 9 મહિના પહેલા પડધરીના ખામટા ગામમાં રહેતા અને ગિરીરાજ નામના કરાખાનામાં કામ કરતા શ્રવણસિંહ રાવત નામના વ્યક્તિને ગત તારીખ 25/12/2020 ના રોજ સવારના આશરે દસેક વાગ્યે તેના ફેસબુક મેસેન્જરમાં એક મેસેજ આવ્યો હતો.

જેમાં એક નંબર આવ્યો હતો અને આ નંબર તેને સેવ કરવા કહ્યું હતુ. જ્યારે શ્રવણસિંહે આ નંબર પોતાના મોબાઇલમાં સેવ કર્યો ત્યારે આ નંબર પરથી એક ઓડીયો ક્લીપ મોકલેલ જે ઓડિયો કલીપમાં કૌન બનેગા કરોડપતિ અવાજમાં ક્લીપ હતી. જે સાંભળ્યા બાદ અન્ય થોડિક ક્લીપ સામેવાળી કોઇક અજાણી વ્યકિત તરફથી બોલાતી ક્લીપ તેણે સાંભળેલ જેમાં શ્રવણસિંહને જણાવેલ કે તમને 25 લખની લોટરી લાગેલ છે.અને એક મોબાઈલ આપી તે નંબર સેવ કરો અને વધારે ડિટેઈલ અમારા બેંક મેનેજર જણાવશે.

જે મોબાઈલ નંબર પર શ્રવણસિંહે વોટસઅપ મેસેજમાં હાઇ લખીને મોકલેલ, બાદમાં અજાણી વ્યકિતએ તેને વોટસએપ જેમાં અંગ્રેજીમાં કંઈક લખીને મેસેજ પરંતુ શ્રવણસિંહને અંગ્રજી સમજાયેલ નહી. જેથી આ અજાણી વ્યક્તિને વોઈસ ઓડિયો ક્લીપ મોક્લો તેવું કહ્યું હતું. બાદમાં વોઈસ ઓડિયો ક્લીપ મોકલેલ, જેમાં શ્રવણસિંહને તમે 25 લાખ જીતી ગયા છો તેના માટે તમારે તમારૂ આધાર કાર્ડ તથા એક પાસપોર્ટ સાઈઝ ફોટો તથા તમારા બેંક એકાઉન્ટની પાસબુકનો ફોટો મને વોટ્સએપ કરો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જેથી શ્રવણસિંહે આધારકાર્ડ તથા ફોટો મોકલેલ બાદ અને સામેવાળી વ્યકિતને વોટસઅપ પછી વોઈસ ઓડિયો મોકલીને કહેલ કે મારા એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા છે. જેથી સામેવાળાએ જણાવેલ કે તમારી ફાઈલ બને છે થોડિકવારમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે, અને મને કહેલ કે તમારે 12,100/-રૂપિયા ટેક્સ લાગશે. અને તેણે આપેલા એકાઉન્ટમાં ટેક્ષની રકમ મોકલો.

આ રીતે કરી છેતરપિંડી

રૂપિયા મેળવવાની લાલચમાં શ્રવણ તેના મેનેજર કીશનલાલ પાસેથી રૂ.12000 લઇ પડધરી મેઇન બજારમાં આવેલ બાલાજી ટેલીકોમ નામની દુકાનેથી કૌન બનેગા કરોડપતિના નામે ફોન કરનારે આપેલા એકાઉન્ટ નંબરમાં રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારે સામે વાળાએ હજુ રૂપીયા 6000 આપવા પડશે. જેથી તે કહેલ કે તમે ફોન-પે કે ગુગલ-પે ઉપયોગ કરતા હો તો જણાવો. જેથી શ્રવણસિંહને આપેલ મોબાઈલ નંબરમાં રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવેલ અને શ્રવણસિંહે રૂ.6000 ફોન-પે એપ્લીકેશનથી આ નંબર પર ટ્રાન્સફર કરેલ બાદ તેમણે અન્ય રૂ.7000,રૂ.1000,તથા રૂ.5000 એમ રૂ.18100 રૂપિયા ફોન-પે મારફતે મોકલ્યા.

બાદ અન્ય એક નંબર ઉપરથી વોર્ટસપમા વોઈસ મેસેજ આવેલ અને તેમાં જણાવેલ કે તમારી ફાઈલની પ્રોસેસ ચાલુ છે. પણ તમારે હજુ પૈસા નાખવા પડશે નહિંતર તમારી ફાઈલની પ્રોસેસ બંધ પડી જશે તેવી ધમકી આપી. ફોન કરનાર કંપનીએ તમારે વધુ રૂ.24,000 રૂપિયા નાખવા પડશે તેમ કહી રકમ ટ્રાન્સફર કરાવી હતી. બાદ બીજા દિવસે તારીખ 26/12/2020 તેમને શ્રવણસિંહને વધુ રૂપીયા નાંખો નહીતર તમારા લોટરીના રૂપીયા ચાલ્યા જશે તેમ કહી ત્રણ વખત ગુગલ-પે થી ટ્રાન્સફર વધુ રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ શ્રવણસિંહને કોઇ લોટરીના રૂપીયા આવેલ નહી.

જેથી બે દિવસ પછી તા.28/12/2020 ના રોજ આપેલ નંબર ઉપર કોલ કરેલ તો સામે વાળાએ જણાવેલ કે રૂ.7000 આપો એટલે તમારા રૂપીયા તમારા એકાઉન્ટમાં આવી જશે. આપેલ નંબર ઉપર ગૂગલ પેથી રૂપિયા મોકલ્યા એમ શ્રવણસિંહે કુલ 1 લાખ જેટલી રકમ મોકલી આપી હતી. અને કૌન બનેગા કરોડ પતિના રૂ.25 લાખ આવવાની રાહ જોઇ રહ્યો હતો. પરંતુ અંતે આ શખ્સો દ્રારા શ્રવણસિંહનો મોબાઈલ નંબર બ્લેક લીસ્ટમા નાખી દીધેલ અને બીજા નંબરમાથી ફોન કરે તો તે તેનો અવાજ સાંભળીને કોન કટ કરી દેતા હતા.

9 મહિના બાદ પોલીસ દ્વારા આ અંગે તપાસ પૂર્ણ કરીને અલગ અલગ છ એકાઉન્ટ હોલ્ડરો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.પોલીસના કહેવા પ્રમાણે સાયબર ક્રાઇમ અંતર્ગત આ પ્રકારે ઘણાં લોકો આવા શિકાર બનાવતા હોય છે ત્યારે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

Published On - 5:35 pm, Tue, 21 September 21

Next Article