Rajkot: ડ્રગ્સની સોદાગર મહિલાને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી લીધી, સુધા વિરૂદ્ધ 4 પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના

|

Jul 02, 2021 | 11:57 PM

શાતિર સુધા આ પોલીસના ખાનગી વાહનને પણ ઓળખી જતી અને ત્યાંથી મોટરસાયકલમાં ફરાર થઈ હતી. સુધા અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે, જો કે તેના નેટવર્કને કારણે તે પોલીસની નજરથી બચી જતી હતી.

Rajkot: ડ્રગ્સની સોદાગર મહિલાને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી લીધી, સુધા વિરૂદ્ધ 4 પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના
Drug Dealer: Sudha Sunil Dhamelia

Follow us on

Rajkot: રાજકોટમાં ડ્રગ્સ (Drugs) નામના નશીલા પદાર્થનું વેચાણ કરતી અને બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર ડ્રગ્સની સોદાગર સુધા સુનિલ ધામેલિયા (Sudha Sunil Dhamelia)ને પોલીસે પકડી પાડી છે. સુધા ગૌવલીવાડ વિસ્તારમાં હોવાની બાતમી મળતા એસઓજી (SOG)ની એક ટીમ ત્યાં પહોંચી હતી.

 

જો કે શાતિર સુધા આ પોલીસના ખાનગી વાહનને પણ ઓળખી જતી અને ત્યાંથી મોટરસાયકલમાં ફરાર થઈ હતી. પોલીસ પણ તેનો પીછો કરતી હતી અને સુધાની નજર ચૂકવીને એસઓજીની ટીમમાં રહેલી મહિલા પોલીસે રાહદારી પાસેથી પોતાની પોલીસ તરીકે ઓળખ આપીને મોટરસાયકલ લીધું અને ફિલ્મી ઢબે સુધાનો પીછો કરીને તેને પકડી પાડી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

શાતિર સુધાનું મજબૂત નેટવર્ક પોલીસ માટે પડકાર

સુધા અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે, જો કે તેના નેટવર્કને કારણે તે પોલીસની નજરથી બચી જતી હતી. પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનની બહારના નેટવર્કને કારણે આસાનીથી તે પોલીસના હાથે લાગતી નથી. એસઓજીની ટીમ જ્યારે ખાનગી વાહનમાં તેને પકડવા પહોંચી તેની પણ માહિતી સુઘા સુઘી પહોંચી ગઈ અને તેને એસઓજીના પીએઆઈ અંસારીની કાળા કલરના ખાનગી વાહનને જોઈને પોલીસ સામેથી જ ફરાર થઈ ગઈ હતી.

 

ચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના

સુધા વિરુદ્ધ રાજકોટના ચાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, બી ડિવીઝન પોલીસ સ્ટેશન અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ સહિતના નાશીલા પદાર્થોનું વેચાણ, જુગારધામ સહિતના ગુનાઓ તેની વિરૂદ્ધ નોંધાઈ ચૂક્યા છે. જો કે પોતાના શાતિર દિમાગને કારણે તે પોલીસની નજરમાંથી બચી જવામાં સફળ રહેતી હતી.

 

આ પણ વાંચો: શિવરંજની હિટ એન્ડ રન કેસ: હોમગાર્ડ જવાનની શંકાસ્પદ કામગીરી? ટ્રાફિક પોલીસ હોમગાર્ડ જવાનને છાવરી રહી હોય એમ કોઈ કાર્યવાહી ન કરી!

Next Article