શિવરંજની હિટ એન્ડ રન કેસ: હોમગાર્ડ જવાનની શંકાસ્પદ કામગીરી? ટ્રાફિક પોલીસ હોમગાર્ડ જવાનને છાવરી રહી હોય એમ કોઈ કાર્યવાહી ન કરી!

શિવરંજની હિટ એન્ડ રન કેસ: હોમગાર્ડ જવાનની શંકાસ્પદ કામગીરી? ટ્રાફિક પોલીસ હોમગાર્ડ જવાનને છાવરી રહી હોય એમ કોઈ કાર્યવાહી ન કરી!
Shivranjani hit and run case

હોમગાર્ડ જવાન પરબત ઠાકોર અકસ્માતના દિવસે તેની ડ્યુટી ન હોવા છતાંય ધીર પટેલની ગાડીને રોકી તેની ગાડીમાં બેસી પર્વ શાહની ગાડીનો પીછો કરવાનું ધીર પટેલને કહ્યું હતું.

Mihir Soni

| Edited By: Kunjan Shukal

Jul 02, 2021 | 11:05 PM

અમદાવાદના શિવરંજની ચકચારી હિટ એન્ડ રન કેસમાં એક નવો વળાંક આવ્યો હતો. જેમાં બ્લેક કલરની ગાડીમાં પીછો કરવાનું કહેનાર હોમગાર્ડ જવાન પરબત ભીમજીભાઈ ઠાકોર આખરે એન ટ્રાફિક પોલીસ સ્ટેશને હાજર થયો. ત્યારે હોમગાર્ડ જવાન પરબત ઠાકોરને ગણતરી મિનિટોમાં નિવેદન લઈ જવામાં દેવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હોમગાર્ડ જવાનની પુછપરછમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

જે હોમગાર્ડ જવાન પરબત ઠાકોર અકસ્માતના દિવસે તેની ડ્યુટી ન હોવા છતાંય ધીર પટેલની ગાડીને રોકી તેની ગાડીમાં બેસી પર્વ શાહની ગાડીનો પીછો કરવાનું ધીર પટેલને કહ્યું હતું. ગુરુદ્વારાથી લઈ શિવરંજની સુધી પૂર ઝડપે ગાડી હંકારવાનું હોમગાર્ડ જવાને કહ્યું હતુ. ત્યારબાદ શિવરંજની નજીક પર્વ શાહની ગાડીનો અકસ્માત થયો હતો. ત્યારબાદ પણ હોમગાર્ડ જવાન ઘટના સ્થળ પર રોકાયો નહતો અને ધીર પટેલને ધમકી આપીને કહ્યું કે તારી સામે કાર્યવાહી કરીશ ચલ મને પાછો ગુરુદ્વારા મુકી જા.

જેથી ધીર પટેલ ગુરુદ્વારાએ હોમગાર્ડ જવાનને ઉતારીને આવ્યો હતો. પોલીસ અને કાયદાના જાણકારોના મતે જ્યારે પેટ્રોલિંગ કે વોચ દરમિયાન હોમગાર્ડ, કોન્સ્ટેબલ કે કોઈપણ પોલીસકર્મીને નક્કી સ્પોટ પર વોચ કરવાની જવાબદારી સોંપાઈ હોય, ત્યારે તેને કોઈ પણ સંજોગોમાં સ્પોર્ટ ન છોડવા આદેશ હોય છે તો ધીર પટેલની કારમાં બેસી પર્વની કારનો પીછો કરી તેને પકડવા દોડવાની આ હોમગાર્ડને સતા કોણે આપી? શું અકસ્માત સમય દરમિયાન હોમગાર્ડે કંટ્રોલરૂમ કે પોલીસ સ્ટેશનને જાણ કેમ ન કરી?

અકસ્માત રૂટના 10થી વધુ હોમગાર્ડ જવાન ઓળખ પરેડ યોજી, પરંતુ હોમગાર્ડ પરબત ઠાકોર પોલીસ સમક્ષ આવ્યો નહીં. N ટ્રાફિક પોલીસ પહેલા દિવસથી આ હોમગાર્ડને કેમ છાવરી રહી છે? આવા અનેક સવાલોના જવાબ પોલીસના ઈરાદા સામે શંકા પ્રેરે તેવા છે.

આ સમગ્ર કેસમાં હોમગાર્ડ જવાનની ભૂમિકા શંકાસ્પદ તો છે જ કારણ કે અકસ્માત સર્જાયો તે છતાંય તે ત્યાં ઉભો પણ રહ્યો નહીં અને ઘટના સ્થળ પરથી ચૂપચાપ ભાગી ગયો હતો. જો હોમગાર્ડ જવાને પોતાની ફરજ અદા કરી હોત તો આ ઘટનામાં એક મહિલાનો જીવ બચી શક્યો હોત.

પરંતુ શરૂઆતથી જ ટ્રાફિક પોલીસ ગુનો છાવરવા પહેલેથી જ રેસિંગ, પોલીસે પીછો કરતી હોવાની થિયરીને પોલીસ બનાવટી ગણાવતી રહી. એટલે આ કેસમાં શ્રમિક મહિલાના મોત માટે પર્વ જેટલી જ પોલીસ જવાબદાર છે. હાલ આ સમગ્ર કેસમાં એન ટ્રાફિક પોલીસ હોમગાર્ડ જવાન વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બદલે નિવેદન નોંધી સંતોષ માન્યો છે. સાથે જ અકસ્માત સ્થળ પર FSLના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાત પડે એટલે અમુક પોલીસ અને હોમગાર્ડ જવાન શિકાર શોધતા હોય છે. ત્યારે આ હિટ એન્ડ રન કેસમાં નવો ફણગો પોલીસના નામે તોડ બાજીનો ખુલે તેવી શક્યતા છે. કારણ કે હોમગાર્ડ જવાન પરબત ભીમજી દેથલીયાની નોકરી વસ્ત્રાપુર પીસીઆરમાં હોવાનું સામે આવ્યુ છે, છતા પણ ડ્યુટી વગર રોડ ઉપર ઉભો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati