Rajkot: મિત્રતામાં દગો! કાર આપવાની ના પાડી, તો આ રીતે કાર લઇને થઇ ગયો રફુચક્કર

|

Aug 30, 2021 | 6:57 PM

રાજકોટમાં મિત્રતામાં દગો થયાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં રહેતા યુવરાજ સાકરીયા નામના વ્યક્તિની આઈ 20 કાર ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Rajkot: મિત્રતામાં દગો! કાર આપવાની ના પાડી, તો આ રીતે કાર લઇને થઇ ગયો રફુચક્કર

Follow us on

Rajkot: રાજકોટમાં મિત્રતામાં દગો થયાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં રહેતા યુવરાજ સાકરીયા નામના વ્યક્તિની આઈ 20 કાર ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતા કારની ચોરી કરનાર બીજુ કોઇ નહિં પરંતુ યુવરાજનો મિત્ર સચિન ચંદારાણા જ નીકળ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે સચિને યુવરાજ પાસે બહાર જવા માટે કાર માંગી હતી પરંતુ યુવરાજે ન આપતા ચોરીનું તરકટ રચ્યું હતું.

શંકા ન જાય તે માટે પોલીસ તપાસમાં સચિન સાથે રહ્યો

પોતાના મિત્ર યુવરાજની કારની ચોરી કરીને સચિન ફરાર થઈ ગયો હતો પરંતુ કોઇને શંકા ન જાય તે માટે તેણે યુવરાજ અને પોલીસની મદદ કરવાનું તરકટ રચ્યું હતું. કારને છુપાવીને તે યુવરાજની સાથે આવ્યો અને પોલીસને મદદ કરવા તપાસમાં સાથે રહ્યો. હદ તો ત્યારે થઇ ગઇ કે, સચિને પોતે કારને જોઇ હોવાનું કહ્યું ગાંધીગ્રામના આશાપુરા માતાજીના મંદિર પાસેથી કાર પસાર થઇ હોવાનું કહ્યું હતું. જેના આધારે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા પણ જોયા પરંતુ ત્યાં પોલીસને કંઇ હાથ ન લાગ્યું.

આખરે સચિનનો ભાંડો ફુટ્યો

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ ખુમાણસિંહ વાળાના કહેવા પ્રમાણે ગત 28મી તારીખે કારની ચોરી થઇ હતી. ત્યારથી પોલીસ મહેનત કરી રહી હતી. ફરિયાદીના ઘરની બહાર જે સીસીટીવી ફુટેજ મળ્યા હતા તેમાં સફેદ કલરનો શર્ટ પહેરેલો વ્યક્તિ જોવા મળ્યો હતો પરંતુ તેનો ચહેરો સ્પષ્ટ થયો ન હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કાર અંગે સચિને પોલીસને ગેરમાર્ગે દોરવાને કારણે પોલીસને પહેલાથી જ સચિન પર શંકા હતી અને તેમાં પણ પોલીસે આસપાસના લોકોના નિવેદન લેતા સચિને જ સવારે સફેદ કલરનો શર્ટ પહેર્યો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે આગવી ઢબે પુછપરછ કરતા સચિને કાર ચોરીની વાતને કબુલી હતી.

ડુપ્લીકેટ ચાવીથી કરી કારની ચોરી

પોલીસના કહેવા પ્રમાણે સચિન બે દિવસ પહેલા પણ યુવરાજની કાર લઇ ગયો હતો અને ત્યારે તેણે યુવરાજની કારની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી. બે દિવસ બાદ સચિને યુવરાજ પાસે કારની માંગણી કરી ત્યારે યુવરાજે કાર આપવાની ના પાડી દીધી હતી. જેથી સચિનને લાગી આવ્યું હતુ અને યુવરાજને પાઠ ભણાવવા માટે તેણે ડુપ્લીકેટ ચાવીની મદદથી કારની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.

 

આ પણ વાંચો: UPSC EPFO Exam 2021: UPSC EPFOની ભરતી પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાશે, જુઓ તમામ વિગતો

Next Article