Crime: પોલીસ ઈન્સ્પેકટર, તેના પુત્ર સહિત એક વેપારી વિરુદ્ધ ફરિયાદ, 3 વર્ષ બાદ નોંધાયો છેતરપિંડીનો ગુન્હો

|

Jun 17, 2021 | 10:49 PM

પોલીસ ઈન્સ્પેક્ટર (Police inspector) તેના પુત્ર અને એક વેપારી વિરુદ્ધ રૂપિયા 30 લાખની છેતરપિંડીની ફરિયાદ (fraud case) નોંધાઈ છે.

Crime: પોલીસ ઈન્સ્પેકટર, તેના પુત્ર સહિત એક વેપારી વિરુદ્ધ ફરિયાદ, 3 વર્ષ બાદ નોંધાયો છેતરપિંડીનો ગુન્હો
પોલીસ ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ ઝાલા

Follow us on

સામાન્ય રીતે છેતરપિંડી કે આર્થિક ગુનાની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર કરતા હોય છે. પરંતુ શહેરના આનંદનગર પોલીસ મથકમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર (Police inspector) તેના પુત્ર અને એક વેપારી વિરુદ્ધ રૂપિયા 30 લાખની છેતરપિંડીની ફરિયાદ (fraud case) નોંધાઈ છે. જેમાં પોલીસ પુત્રએ બંધ બેન્ક એકાઉન્ટનો ચેક પણ આપ્યો હોવાનું સામે આવ્યુ છે તો બીજી તરફ પોલીસ અધિકારીએ ફરિયાદી અને તેના ભાઈને દબાવવા માટે ખોટી અરજી-ફરિયાદો પણ કરી હતી.

 

ભાવનગરના વેપારીને પેટ્રોલ પંપમાં ભાગીદારી કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદી સુરેશભાઈ ચૌહાણ ભાવનગરમા ઓઈલ અને ડિઝલના ટ્રેડિંગનું કામ કરે છે. તેમના મિત્ર દ્વારા તેમનો પરિચય પોલીસ ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ ઝાલા અને તેના પુત્ર પ્રતિકરાજ ઝાલા સાથે થઈ હતી. બાદમાં અન્ય એક વેપારી ઉત્તમ શેઠ સાથે મિત્રતા બંધાઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

બાદમાં પોલીસ પુત્રએ વેરાવળમાં પેટ્રોલપંપ ચાલુ કરવા માટે ફરિયાદી પાસેથી રોકાણ કરવા અને ભાગીદાર બનાવવા માટે રૂપિયા 30 લાખ મેળવ્યા હતા. જે પરત ન આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ઉપરાંત ફરિયાદીને આરોપી પ્રતિકરાજે બંધ થયેલા બેંક અકાઉન્ટનો ચેક આપ્યો હતો. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

 

પોલીસ ઈન્સ્પેક્ટર અને તેના પુત્ર દ્વારા છેતરપિંડી આચરવાની સાથે ફરિયાદીને રુપિયા પરત ન આપવા માટે કેટલાય વલખા માર્યા હતા. જેમાં ફરિયાદી અને તેના ભાઈ પર ચેક ચોરીની ફરિયાદ અને અરજીઓ પણ કરવામાં આવી. ઉપરાંત ફરિયાદીએ આરોપી સાથે છેતરપિંડી કરી હોવાની પણ રજુઆત કરવામાં આવી. જો કે તપાસના અંતે તમામ અરજીઓ ખોટી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ અને આખરે કાયદાએ કાયદાનું કામ કર્યુ અને છેતરપિંડી કરનાર પીઆઈ સહિત 3 વિરુદ્ધ 3 વર્ષ બાદ ગુનો નોંધાયો છે.

 

આનંદનગર પોલીસની તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 3 વર્ષથી ફરિયાદી પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે રજુઆત કરતા હતા. પરંતુ આરોપી ‘ચોરી ઉપર સે સીના ઝોરી’ જેવુ કામ કરી ફરિયાદીને જ ખોટો સાબિત કરવા માટે વલખા મારી રહ્યા હતા. જોકે હવે ગુનો નોંધાયા બાદ એક વાત સામે આવી છે કે પીઆઈ પુત્ર ગુનો નોંધાય તે પહેલા જ દેશ છોડી ફરાર થઈ ગયો છે તો બીજી તરફ પોલીસે આરોપી પીઆઈ અને અન્ય વેપારીની શોધખોળ હાથ ધરી છે.

 

આ પણ વાંચો : Ahmedabad: ભારે કરી! એક યુવકે મોબાઈલ ટાવર પર ચડીને એવી હરકતો કરી કે નજરે જોનારા સૌ કોઈ ચોંકી ગયા

Next Article