ગાંધીનગર સરગાસણ નજીક ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા 13 નબીરાઓની પોલીસે ધરપકડ કરી

|

Nov 28, 2021 | 6:57 AM

ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ હદ વિસ્તારના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં આવેલા ફ્લેટમા દારૂની મહેફિલ ચાલતી હતી. જેની માહિતી મળતા પોલીસે રેડ કરીને 13 નબીરાઓની ધરપકડ કરી છે.

ગાંધીનગર સરગાસણ નજીક  ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા 13 નબીરાઓની પોલીસે ધરપકડ કરી
Gandinagar

Follow us on

ગુજરાતમાં( Gujarat) ગાંધીનગર(Gandhinagar)સરગાસણ નજીક ફ્લેટમાં દારૂની મહેફિલ(Liquor) માણતા 13 નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં ઇન્ફોસિટી(Infocity)પોલીસ હદ વિસ્તારના સ્વાગત એફોર્ડ(Swagat Afford)સોસાયટીમાં આવેલા ફ્લેટમા દારૂની મહેફિલ ચાલતી હતી.

જેમાં  કેટલાક છોકરા અને છોકરીઓ ભેગા મળી જોરજોરથી સ્પિકર વગાડી અવાજ કરતા હોવાની ફરિયાદ મળતા પોલીસે રેડ કરી. જેમાં પોલીસે રેડ કરીને 13 જેટલા  નબીરાઓની દારૂની મહેફિલ માણતા ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

ગાંધીનગરના સ્વાગત એફોર્ડ રેસિડેન્સીમાં દારૂની મહેફિલ ઝડપાઇ.સરગાસણની આશ્કા હોસ્પિટલની પાછળ આવેલા સ્વાગત એફોર્ડમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી.મહેફિલમાં જોર-જોરથી ગીતો વગાડતા હોવાથી પોલીસને ફરિયાદ મળી હતી.ફરિયાદને આધારે ઈન્ફોસિટી પોલીસનો કાફલો ત્રાટક્યો હતો.જ્યાંથી દારૂની મહેફિલ માણી રહેલી 9 યુવતી અને 4 યુવક મળી કુલ 13ની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલા સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ કોલેજના યુવક યુવતી મળીને 13 ભાવિ ડોક્ટરોને ઈન્ફોસિટી પોલીસે ઝડપી લીધા છે. તમામ દારૂના નશામાં ચૂર થઈ પાર્ટી કરતા હતા. સાથે સાથે જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા ત્યારે જ વસાહતીઓએ રેડ પાડીને તમામને રંગેહાથ પકડ્યાં હતા.

પોલીસને ફરિયાદ મળતા ઘટનાસ્થળે પહોંચી હતી

ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમમાંથી વરધી મળેલી કે સ્વાગત એફોર્ડ સોસાયટી ફ્લેટ નં એક્ષ-501માં કેટલાક છોકરા અને છોકરીઓ ભેગા મળી જોરજોરથી સ્પિકર વગાડી અવાજ કરે છે. જેનાં પગલે પીઆઈ પી.પી. વાઘેલાની સૂચનાથી શેતાનસિંહ દશરથસિંહ સહિતના સ્ટાફના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં ફ્લેટ નં એક્ષ/501 માં છોકરા છોકરીઓ દારૂના નશામાં મળી આવ્યા હતા. જેમાં એક યુવતી દારૂના નશામાં ચકચૂર થઈને પલંગ પર પડી રહી હતી. ઉપરાંત સમ્રાટ નમકીનના પડીકા તથા ઇંગ્લિશ દારૂની ખાલી કાચની બોટલ તથા પ્લાસ્ટીકના ગ્લાસ પણ મળી આવ્યા હતા.

તમામ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ

પોલીસે દારૂના નશામાં ચૂર યુવક યુવતીઓની પૂછતાછ કરતાં તેઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ અક્ષત વરપ્રર્ષાદ તનકુ, સ્મૃતિ સદાનંદ પુજારી, પૂજા મંગેશભાઇ સાંબારે, પ્રજ્વલ વિજયભાઇ કશ્યપ, પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રા, અર્જુન દીલીપભાઇ કાનત, શ્રીજા શ્રીનીવાસ અપન્ના, નમ્રતા મનોજભાઇ અગ્રવાલ, દીવ્યાન્શી મેહુલભાઇ શર્મા, શ્રેયા રામાનંદ મિશ્રા, નિહારીકા રાહુલ જૈન, ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત, અવની રાકેશભાઇ અગ્રવાલ હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

હાલ પોલીસે પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રાના કબ્જા ભોગવાટાવાળા મકાન નં એક્ષ/501 સ્વાગત એફોર્ડ સરગાસણ ખાતેથી પ્લાસ્ટિકના ગ્લાસ નંગ 13, સમ્રાટ નમકીનના તુટેલ પેકેટ નંગ 5 જપ્ત કરી કોવિડ મહામારી હેઠળ પણ ભાવિ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ટેક્સટાઈલ પર 12 ટકા GST અંગે ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : શિયાળુ સત્ર શરૂ થવાના એક કલાક પહેલા વિપક્ષના નેતાઓની મળશે બેઠક, એક થઈને સરકારને ઘેરવાની બનાવશે રણનીતિ

 

Published On - 6:49 am, Sun, 28 November 21

Next Article