PNB Scam : IT ડિપાર્ટમેન્ટે હજારો કરોડની છેતરપિંડી કરી વિદેશ પલાયન થઇ ગયેલા Mehul Choksi ની સંપત્તિ જપ્ત કરી

|

Apr 16, 2022 | 10:09 AM

વર્ષ 2018માં પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ લેટર ઓફ અંડરટેકિંગ્સની મદદથી બેંકોને હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

PNB Scam : IT ડિપાર્ટમેન્ટે હજારો કરોડની છેતરપિંડી કરી વિદેશ પલાયન થઇ ગયેલા Mehul Choksi ની સંપત્તિ જપ્ત કરી
ભાગેડુ મેહુલ ચોક્સી

Follow us on

પંજાબ નેશનલ બેંક(Punjab National Bank – PNB) સાથે હજારો કરોડની છેતરપિંડી કરનાર મેહુલ ચોક્સી(Mehul Choksi) સામે આવકવેરા વિભાગ(Income Tax Department)ની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. આવકવેરા વિભાગે મેહુલ ચોકસીની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કરી દીધું છે. નાશિકમાં તેમની 9 એકર ખેતીની જમીનની મિલકત પણ જપ્ત કરવામાં આવી છે. ગયા મહિને કેન્દ્ર સરકારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay Mallya), નીરવ મોદી(Nirav Modi) અને મેહુલ ચોકસી(Mehul Choksi)ની 19,111 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી 15 માર્ચ સુધી થઇ છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ મળીને જાહેર ક્ષેત્રની બેંકોને 22585 કરોડની છેતરપિંડી કરી હતી. આ માટેની રેકોર્ડ ડેટ 15 માર્ચ 2022 છે. ત્રણેયની 19111 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આવકવેરા વિભાગ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ 335 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

વર્ષ 2018માં પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ લેટર ઓફ અંડરટેકિંગ્સની મદદથી બેંકોને હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. કૌભાંડનો ખુલાસો થયા બાદ બંને કાકા-ભત્રીજા દેશ છોડીને ભાગી ગયા હતા. મેહુલ ચોક્સી નીરવ મોદીના મામા છે અને તે ગીતાંજલિ જેમ્સના પ્રમોટર છે. કેપિટલ માર્કેટ્સે પણ ચોક્સીને એક વર્ષ માટે બજારમાંથી પ્રતિબંધિત કરી દીધો છે.

નીરવ મોદીના નજીકના લોકોની ધરપકડ

PNB કૌભાંડમાં CBIને મોટી સફળતા મળી છે. CBIની ટીમ નીરવ મોદીના નજીકના સાથી સુભાષ શંકરને ઈજીપ્તના કેરો શહેરથી મુંબઈ લાવી છે. CBI સૂત્રોએ આ માહિતી આપી છે. CBI લાંબા સમયથી બેંક ફ્રોડ કેસ પર કામ કરી રહી છે અને સુભાષ શંકરને દેશમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. 2018 માં ઇન્ટરપોલે 2 અબજ ડોલરના PNB Scamની તપાસ CBIની વિનંતી પર નીરવ, તેના ભાઈ નિશાલ મોદી અને તેના કર્મચારી સુભાષ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુભાષ શંકર ફાયરસ્ટાર ડાયમંડમાં જનરલ મેનેજર હતા

ઈન્ટરપોલે ચાર વર્ષ પહેલા મુંબઈની વિશેષ અદાલતમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ અને વિશેષ ન્યાયાધીશ જેસી જગદાલે દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટના આધારે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ભાગેડુ સામે જારી કરાયેલ તેની રેડ કોર્નર નોટિસમાં ઈન્ટરપોલે તેના 192 સભ્ય દેશોને વ્યક્તિની ધરપકડ કરવા અથવા અટકાયત કરવા કહ્યું હતું. જેના પછી પ્રત્યાર્પણ અથવા દેશનિકાલની કાર્યવાહી શરૂ થઈ શકે છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે સુભાષ ફાયરસ્ટાર ડાયમંડમાં ડેપ્યુટી જનરલ મેનેજર હતા. તેમણે કહ્યું કે કૈરોમાં કથિત રીતે છુપાયેલા સુભાષ પરબને દેશનિકાલ કર્યા બાદ મંગળવારે વહેલી સવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીનો કેસ સામે આવ્યો ત્યારથી પરબ ફરાર હતો.

આ પણ વાંચો : ટ્રેનમાં મુસાફરી દરમ્યાન TATA , BIRLA કે AMBANI રેલવે સ્ટેશન નજરે પડે તો ચોંકશો નહીં!!! Indian Railways કરવા જઈ રહ્યું છે આ અખતરો

આ પણ વાંચો : Forex Reserve : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત પાંચમા સપ્તાહે ગાબડું, 2 અબજ ડોલરથી વધુનો ઘટાડો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article