ગર્લફ્રેન્ડ ગાયબ, મેહુલ ચોકસીની ધરપકડ: જાણો કોણ છે આ યુવતી, જેના વિશે ચાલી રહી છે આટલી ચર્ચા

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચોક્સીની ધરપકડ તેની પ્રેમિકાને કારણે થઇ છે. જ્યારે મેહુલ ચોકસી તેને મળવા પહોંચ્યો ત્યારે તેનું અપહરણ કરી તેને ડોમિનિકા લઈ ગયા, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી.

ગર્લફ્રેન્ડ ગાયબ, મેહુલ ચોકસીની ધરપકડ: જાણો કોણ છે આ યુવતી, જેના વિશે ચાલી રહી છે આટલી ચર્ચા
મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 10:07 AM

મેહુલ ચોક્સીને લઈને એક યુવતીની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યુવતી તેની પ્રેમિકા છે અને મેહુલ ચોક્સીના (Mehul Choksi) એન્ટિગુઆ અને બાર્બુડાથી ગુમ થયેલી પાછળનું કારણ આ યુવતી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેરેબિયન વતની બબારા જરાબિકાને (Babara Jarabika) મેહુલ ચોક્સી બોટ દ્વારા ડોમિનિકા ડિનર પર લઈ ગયો હતો અને તેની સાથે કેટલાક પળો વિતાવ્યા હતા. જો કે ડોમિનિકામાં ચોકસી સીઆઈડીના હાથે ચડી ગયો અને ત્યારબાદ બબારા ગાયબ થઈ ગઈ.

આલીશાન જીવન શૈલી

તમેન જણાવી દઈએ કે અહેવાલો અનુસાર આ યુવતી વ્યવસાયે રોકાણ સલાહકાર છે. બબારા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. તે લગભગ એક વર્ષ પહેલા ચોક્સીના સંપર્કમાં આવી હતી. બંનેની ખાનગી મુલાકાતો ધીરે ધીરે પ્રેમમાં ફેરવા લાગી. બબારાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જ લાગે છે કે ખૂબ જ બોલ્ડ અને લક્ઝુરિયસ શૈલીના જીવન જીવવાની શોખીન છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ટ્રાવેલ, બિઝનેસ અને સ્પોર્ટ્સની શોખીન

બબારા ઘણી તસવીરોમાં તે યાટ દ્વારા દરિયાનાં મોજાં પર શેર કરતી જોવા મળે છે તો કેટલાક ફોટામાં તે હેલિકોપ્ટરમાં બેઠેલી જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં બબારાએ પોતાને મુસાફરી, બિઝનેસ અને રમતગમતની શોખીન ગણાવી છે. તેના ફોટા આ વાતની પુષ્ટિ પણ આપે છે.

ગર્લફ્રેન્ડના કારણે થઇ ધરપકડ

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચોક્સીની ધરપકડ તેની પ્રેમિકાને કારણે થઇ છે. આ યુવતી એન્ટિગુઆમાં રહેતી હતી. સવાર અને સાંજની શેર દરમિયાન તેની મુલાકાત ચોકસી સાથે થઇ. 23 મેના રોજ આ યુવતીએ એક એપાર્ટમેન્ટમાં ચોક્સીને બોલાવ્યો. જ્યારે તે મળવા પહોંચ્યો ત્યારે કેટલાક માણસોએ તેનું અપહરણ કર્યું હતું અને તેને ડોમિનિકા લઈ ગયા, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

વકીલોએ અપહરણનો આરોપ લગાવ્યો

ડોમિનીકામાં ચોક્સીની ધરપકડ અંગેના સસ્પેન્સની વચ્ચે, તેના વકીલોએ આરોપ લગાવ્યો છે કે તેના ક્લાયંટનું અપહરણ કરીને તેને એન્ટિગુઆથી બહાર લઈ ગયા છે. વકીલોના જણાવ્યા અનુસાર ચોક્સીનું 23 મેના રોજ એન્ટિગુઆ અધિકારીઓની સાથે મળીને ભારતના લોકોએ અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો અને જહાજ દ્વારા ડોમિનિકા લઈ જવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">