પાટણ : રાધનપુરમાં લૂંટેરી દુલ્હન લગ્નના પહેલા જ દિવસે હાથફેરો કરી ફરાર થઇ
દલાલે યુવકને મહારાષ્ટ્ર બોલાવી રૂપિયા લઇને યુવકના લગ્ન (Marriage) કરાવી આપ્યા હતા અને ત્યાંથી યુવક દુલ્હન સાથે 20/5/2022ના રોજ રાત્રે રાધનપુર પોતાના ઘરે આવ્યો હતો.
પાટણના (PATAN)રાધનપુરમાં (RADHANPUR) લૂંટેરી દુલ્હન (Robbery bride)લગ્નના પહેલાં દિવસે જ ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગઈ. આરોપ છે કે, દુલ્હને લગ્નની પહેલી રીત્રે જ નશીલા પદાર્થવાળી ચા પીવડાવી પતિને બેભાન કરી દીધો હતો. ત્યારબાદ મોકો મળતા જ 25 હજાર રૂપિયા રોકડા અને એક મોબાઈલ લઈ ઘરેથી નીકળી ગઈ હતી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાધનપુરના વિઠ્ઠલનગરમાં રહેતા સુથાર પરિવારને કન્યાની શોધ હતી. ત્યારે જ સુથાર પરિવારનો નસરુદ્દીન રમજાન સીપાઈ નામના શખ્સ સાથે પરિચય થયો હતો. નસરુદ્દીને આ પરિવારનો એક દલાલ સાથે સંપર્ક કરાવ્યો હતો. દલાલે પરિવારને અલગ-અલગ યુવતીના ફોટો બતાવ્યા હતા. પરિવારે એક યુવતીને પસંદ કરતાં 1.80 લાખ રૂપિયામાં લગ્ન કરાવવાનું નક્કી કરાયું હતું.
દલાલે યુવકને મહારાષ્ટ્ર બોલાવી રૂપિયા લઇને યુવકના લગ્ન કરાવી આપ્યા હતા અને ત્યાંથી યુવક દુલ્હન સાથે 20/5/2022ના રોજ રાત્રે રાધનપુર પોતાના ઘરે આવ્યો હતો. ઘરે આવી સાંજના સમયે ભોજન કરી સુતા હતા, ત્યારે નીશા મરાઠીએ પતિને ચામાં ઘેનની દવા પીવડાવી સુવડાવી દીધો હતો અને ઘરમાંથી 25 હજારની રોકડ લઇને ભાગી ગઇ હતી.
સાંજે ઘેનની દવામાં બેભાન થયેલો યુવક સવારે જ્યારે જાગ્યો ત્યારે નીશા જોવા મળી નહોતી. ઘરમાં ચેક કરતા મોબાઇલ અને રૂપિયા 25 હજાર પણ નહોતા. આથી યુવક ડઘાઇ ગયો હતો. જેને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જેની તબિયત સુધારા ઉપર થતાં હાલ ઘેર આવી રાધનપુર પોલીસને કરી જાણ કરી છે. આ અંગે ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે, જારુસાના બે જણાને માલેગાવ જઇ કોરડાના રહીશના વિશ્વાસે 1.80 લાખમાં લગ્ન કરીને લાવ્યો હતો. સાંજે સારી રીતે ખાધું-પીધું અને રાત્રે મને ચા પીવા આપી પછી હું ઊંઘી ગયો. ત્યારબાદ મને ખબર નથી શું થયું. ઘરમાંથી મારા પાકીટમાંથી રૂ.25 હજાર અને એક મોબાઈલ લઇ ગઈ છે.
લગ્ન નક્કી થયા બાદ દલાલે વિધિવત રીતે મુંબઈમાં યુવક-યુવતીના લગ્ન પણ કરાવ્યા હતા. લગ્નબાદ કન્યાને રાધનપુર લવાઈ હતી. જો કે, લગ્નના પહેલાં દિવસે જ લૂંટેરી દુલ્હન પતિને ચકમો આપી ફરાર થઈ ગઈ હતી. હાલ આ મુદ્દે પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.