PATAN : શિકારી જ બન્યા શિકાર, આરોપીઓ પોલીસના સકંજામાં

|

Dec 07, 2021 | 11:23 PM

આ ઇસમો લોકોને છેતરવાના પ્લાન સાથે સાણંદથી સિદ્ધપુર પહોંચ્યા હતા. જેમનો પ્લાન હતો તાંત્રિકવિધિ દ્વારા રુપિયા વરસાવવાનો. જેથી સિદ્ધપુરમા લોકોને ફસાવવા આવેલ અને છેતરપિંડી દ્વારા લોકોને છેતરવા આવેલ સાણંદના બંને ઇસમોએ તાંત્રિકવિધિ તો કરી પરંતુ રૂપિયાનો વરસાદ ન વરસ્યો.

PATAN : શિકારી જ બન્યા શિકાર, આરોપીઓ પોલીસના સકંજામાં
પાટણ : ક્રાઇમ ન્યુઝ

Follow us on

PATAN : સાણંદના બે ઇસમો લોકોને ફસાવવા ગયા અને ફસાઇ ગયા પોતે. બંને મિત્રો તાંત્રિકવિઘિ દ્વારા રુપિયા વરસાવતા હોવાનું જણાવતા અને લોકોને ફસાવવાનો પ્લાન તૈયાર કર્યો. આવી જ તાંત્રિકવિઘિ માટે બંને ઇસમો સિદ્ધપુર આવ્યા. જ્યાં કેટલાક લોકોને ફસાવવા તો ગયા પરંતુ ફસાઇ ગયા બંને ઇસમો. જે લોકોને વિધિના નામે છેતરવા ગયા તે જ ઇસમોએ જ રુપિયા પડાવવા આવેલ ઇસમોનું અપહરણ કરી લીધું. અને 4 દિવસ ગોંધી રાખી રુપિયા ૧૦ લાખની માંગણી કરી. જે રુપિયા માટે ફસાયેલ ઇસમોએ તેમના મિત્રને કોલ કર્યો અને ઝડપાઇ ગયા અપહરણકાર ટુકડી તેમજ તાંત્રિકવિધિના નામે ફસાવનાર બંને ઇસમો.

સિદ્ધપુર પોલીસના હાથે ઝડપાયેલ આ ટોળકી છે અપહણકાર ટોળકી. જે ટોળકીએ અમદાવાદ નજીક આવેલ સાણંદના બે ઇસમોનું અપહરણ કર્યું અને રુપિયા ૧૦ લાખની માંગણી કરી.

વાત એમ છે કે સાણંદના બે ઇસમો જેના નામ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સુરેશ મિસ્ત્રી, રહેવાસી-સાણંદ

ભાવિન પંચાલ, રહેવાસી-સાણંદ

આ ઇસમો લોકોને છેતરવાના પ્લાન સાથે સાણંદથી સિદ્ધપુર પહોંચ્યા હતા. જેમનો પ્લાન હતો તાંત્રિકવિધિ દ્વારા રુપિયા વરસાવવાનો. જેથી સિદ્ધપુરમા લોકોને ફસાવવા આવેલ અને છેતરપિંડી દ્વારા લોકોને છેતરવા આવેલ સાણંદના બંને ઇસમોએ તાંત્રિકવિધિ તો કરી પરંતુ રૂપિયાનો વરસાદ ન વરસ્યો. જેથી જે લોકોને છેતરવા ગયા તે જ લોકોએ બંને ઇસમોનું કરી નાખ્યું અપહરણ. અને બંને ઇસમોનું અપહરણ કરીને લઇ ગયા બનાસકાંઠાના પાલનપુર. જ્યાં ૦૪ દિવસ સુધી સાણંદના બંને ઇસમોને ગોંધી રાખ્યા અને રુપિયા ૧૦ લાખની માંગણી કરી તેટલું જ નહિ જો રુપિયા ૧૦ લાખ નહિ આપે તો હનીટ્રેપમાં ફસાવી દેવાની ઘમકી પણ આપતા હતા.

જેથી અપહૃત ઇસમો પૈકી એક ઇસમે તેના મિત્રને ફોન કર્યો અને તેમનું અપહરણ થયું છે તે જણાવી રુપિયા મંગાવ્યા. જ્યાં અપહૃત ઇસમના મિત્રએ સિદ્ધપુર પોલીસનો સંપર્ક કર્યો. અને સિદ્ધપુર પોલીસ , લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત અપહૃત ઇસમોને શોધવા દોડતી થઇ. અને અપહરણકાર ટોળકીને રુપિયા તૈયાર હોવાનું જણાવી રુપિયા લેવા બોલાવી . જ્યાં પોલીસની ટીમે છટકું ગોઠવીને જડપી પાડી અપહરણકાર ટોળકીને અને સાણંદના બંને ઇસમોને અપહરણકારોના ચુંગલથી મુકત કરાવ્યા.

સિદ્ધપુર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિલ્મીઢબે અપહરણકાર ટોળકીને ઝડપી પાડી. પોલીસે અપહરણકાર ટોળકીના ૦૭ ઇસમોને ઝડપ્યા છે. જેમાં ૦૨ યુવતીઓ પણ સામેલ હતી. જે યુવતીઓ દ્વારા અપહૃત સાણંદના બંને ઇસમોને હનીટ્રેપમાં ફસાવવાનો પ્લાન તૈયાર કરવાનો હોવાની આશંકા પણ સેવાઇ રહી હતી. પરંતુ ઘટના બંને તે પહેલા જ આવી ગઇ ટોળકી પોલીસ સકંજામાં.

ઝડપાયેલ અપહરણકાર ટોળકીના સાગરીતોના નામ જાણીએ તો,

આશિષ પંચાલ, રહેવાસી-લુહારવાસ,પાલનપુર

તલાજી ઠાકોર, રહેવાસી- વાસણા, સિદ્ધપુર

મનીષ રબારી, રહેવાસી- કુશકલ , પાલનપુર

ખુશ્બુ ગુપ્તા, રહેવાસી- હનુમાન ટેકરી, પાલનપુર

અમિતા પુરોહિત, રહેવાસી- પાલનપુર

(નોંધ : અમિતા પુરોહિત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ બે વખત પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ છે.)

વસીમ મેમણ, રહેવાસી- છાપી,બનાસકાંઠા

ઉજેફા સીપરા, રહેવાસી- માહી,બનાસકાંઠા

આમ, સિદ્ધપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાસકાંઠાની અપહરણકાર ટોળકીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. તો બીજીબાજુ બંને અપહૃત ઇસમોને મુક્ત કરાવ્યા છે . પરંતુ સાણંદના જે ઇસમો અપહરકારોની ચુંગલથી મુક્ત કરાવ્યા છે તે પણ તેટલા જ ગુન્હેગાર છે. કેમ કે તે પણ લોકો સાથે છેતરપિંડી કરવા આવ્યા હતા અને ફસાઇ ગયા. ત્યારે પાટણ પોલીસે પણ સાણંદના બંને ઇસમોની ચોક્કસ પુછપરછ કરવી જોઇએ. જેથી અગાઉ આ ઇસમોએ કોઇ લોકો સાથે રૂપિયાના વરસાદ કે તાંત્રિકવિધિના નામે રુપિયા પડાવ્યા છે કે કેમ તે પણ હકીકત સામે આવી શકે.

 

Next Article