AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parambir Singh: પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈની કિલા કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કરાયું જાહેર, આ પહેલા થાણે કોર્ટે ઈશ્યુ કર્યું હતું વોરંટ

મુંબઈની કિલા કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે અરેસ્ટ વોરંટ બહાર પાડ્યું છે.

Parambir Singh: પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈની કિલા કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કરાયું જાહેર, આ પહેલા થાણે કોર્ટે ઈશ્યુ કર્યું હતું વોરંટ
Parambir Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 6:10 PM
Share

Mumbai: મુંબઈની કિલા કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) સામે અરેસ્ટ વોરંટ બહાર પાડ્યું છે. આ બિનજામીનપાત્ર વોરંટ આજે (30 ઓક્ટોબર, શનિવાર) એક દિવસ પહેલા થાણે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા વોરંટ પછી બહાર પાડવામાં આવ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની અરજી પર કાર્યવાહી કરતા મુંબઈની કિલા કોર્ટે આ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. પરમબીર સિંહ ઉપરાંત મુંબઈની કિલા કોર્ટે વિનય સિંહ, રિયાઝ ભાટી સામે પણ ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

મુંબઈ અને પડોશી થાણે જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનોમાં પરમબીર સિંહ વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. IPS અધિકારી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે, પરંતુ તપાસ એજન્સીઓ હજુ સુધી તેને શોધી શકી નથી. આવી સ્થિતિમાં થાણે કોર્ટ બાદ હવે મુંબઈની કિલા કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

ગુરુવારે થાણેની કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું

ગુરુવારે થાણેની કોર્ટે પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. બુધવારે જ મહારાષ્ટ્ર સરકારે પરમવીર સિંહ વિરુદ્ધ કડક પગલાં લીધાં અને તેમનો પગાર પર રોક લગાવી હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, રિકવરી કેસમાં આરોપી પરમવીર સિંહ આઈપીસીની ઘણી કલમોમાં આરોપી છે અને આવી સ્થિતિમાં કોર્ટ પોલીસને આ નિર્દેશ આપે છે કે તેઓ આરોપીની ધરપકડ કરે અને તેને કોર્ટમાં રજૂ કરે.

પરમબીર સિંહને એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. આ પછી પરમબીર સિંહ રજા પર ગયા અને ત્યારથી તે ફરાર છે. ત્યારથી મહારાષ્ટ્ર સરકાર પરમબીર સિંહને શોધી રહી છે. આ માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરને ભોગડુ જાહેર કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર આ અંગે જરૂરી પગલાં લઈ રહી છે. પરમબીર સિંહને કોર્ટમાં હાજર થવા માટે અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે. પરંતુ તેમની પાસે કોઈ સુરાગ નથી. તપાસ એજન્સીઓને શંકા છે કે કદાચ પરમબીર સિંહ દેશ છોડીને ભાગી ગયો છે.

આ પણ વાંચો: IBPS RRB Result 2021: ઓફિસર સ્કેલ I અને ઓફિસ આસિસ્ટન્ટનું પ્રોવિઝનલ લિસ્ટ થયુ જાહેર, આ રીતે ચકાસો

આ પણ વાંચો: UPSC Prelims Result 2021: સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરિક્ષાના પરિણામો થયા જાહેર, સીધી લિંક દ્વારા કરો ચેક

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">