Panchmahal: કાલોલમાં વરઘોડામાં ડીજે વગાડવા મામલે થયેલી પથ્થરમારાની ઘટનામાં 7 લોકોની અટકાયત

|

May 11, 2022 | 2:22 PM

કાલોલના (Kalol) ગધેડી ફળિયામાં થયેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે વિવિધ વિસ્તારમાં કોમ્બીંગ કરીને સાત લોકોની અટકાયત કરી હતી. તો પોલીસ દ્વારા હજુ પણ વધુ તોફાની તત્વોને પકડવાની કાર્યવાહી કરી રહી છે.

Panchmahal: કાલોલમાં વરઘોડામાં ડીજે વગાડવા મામલે થયેલી પથ્થરમારાની ઘટનામાં 7 લોકોની અટકાયત
7 arrested in stone pelting incident in Kalol

Follow us on

પંચમહાલ (Panchmahal) જિલ્લાના કાલોલમાં સોમવારે રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો (Stone Pelting) થવાની ઘટના બની હતી. જે મામલે સામ સામે થયેલી ફરિયાદમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અગાઉ 30થી વધુના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. મસ્જિદ પાસેથી પસાર થતા લગ્નના વરઘોડામાં ડીજે વગાડવા બાબતે બોલાચાલી બાદ બે જુથ સામ સામે આવી ગયા હતા. મોડી રાત્રે બનેલ પથ્થરમારાની ઘટનામાં ચાર વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. મામલો બીચકતા પોલીસ (Panchmahal Police) ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

પોલીસે 7 લોકોની કરી અટકાયત

કાલોલના ગધેડી ફળિયામાં થયેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે વિવિધ વિસ્તારમાં કોમ્બીંગ કરીને સાત લોકોની અટકાયત કરી હતી. તો પોલીસ દ્વારા હજુ પણ વધુ તોફાની તત્વોને પકડવાની કાર્યવાહી કરી રહી છે. થોડા સમય પહેલા પણ ગધેડી ફળીયામાં પોલીસ પર હુમલો કરીને ટોળાં આતંક મચાવીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આજ ગધેડી ફળીયામાં સોમવારની રાતે વરધોડાના ડી.જ. લઇને બે જૂથો સામસામે આવી જતાં પથ્થરમારો થયો હતો. જેને લઇને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

સોમવારે રાત્રે થયો હતો પથ્થરમારો

પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગધેડી ફળિયામાં સોમવારે રાત્રે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મસ્જિદ પાસેથી પસાર થતા વરઘોડામાં જોર જોરથી ડીજે વાગવા મુદ્દે બે જુથ વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતા બંને જૂથના લોકો સામસામે આવી જતા બની પથ્થરમારાની ઘટના બની હતી. મોડી રાત્રે બનેલા પથ્થરમારાના બનાવમાં ચાર વ્યક્તિઓ સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. તો સાથે જ ટોળાંએ પથ્થરમારો કરીને વિસ્તારની 3 થી વધુ બાઇકો, છકડો, લારી, ગલ્લાઓમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોચાડયું હતું.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

ઘટનાની જાણ થતા જ કાલોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર મામલે કાલોલ પોલીસ મથકે સામસામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 30થી વધુના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. તો શાંતિ જળવાઇ રહે તે માટે કાલોલ પોલીસ દ્વારા ગધેડી ફળિયા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Next Article