ઓડિશા: બાળ યૌન શોષણ કેસની તપાસ કરવા ગયેલી CBI ટીમ પર ગ્રામજનોએ હુમલો કર્યો, પોલીસે બચાવ્યો જીવ

|

Nov 17, 2021 | 9:16 AM

સીબીઆઈની ટીમ ઓનલાઈન ચાઈલ્ડ યૌન શોષણ સામગ્રી સાથે સંબંધિત એક કેસમાં તપાસ માટે ગઈ હતી જ્યાં ગ્રામજનોએ તેમના પર હુમલો કર્યો. આ પછી ઘટનાસ્થળે હાજર પોલીસે સીબીઆઈની ટીમને ગ્રામજનોથી બચાવી

ઓડિશા: બાળ યૌન શોષણ કેસની તપાસ કરવા ગયેલી CBI ટીમ પર ગ્રામજનોએ હુમલો કર્યો, પોલીસે બચાવ્યો જીવ
Villagers attack CBI team investigating child sexual abuse case

Follow us on

Odisha News: ઓડિશા(Odisha)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકોએ CBI ટીમ પર હુમલો કર્યો હતો. મામલો ઓડિશાના ઢેંકનાલ જિલ્લાના એક ગામનો છે. મળતી માહિતી મુજબ, સીબીઆઈની ટીમ ઓનલાઈન ચાઈલ્ડ યૌન શોષણ(Child Abuse) સામગ્રી સાથે સંબંધિત એક કેસમાં તપાસ માટે ગઈ હતી જ્યાં ગ્રામજનોએ તેમના પર હુમલો કર્યો. આ પછી ઘટનાસ્થળે હાજર પોલીસે સીબીઆઈની ટીમને ગ્રામજનોથી બચાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈની ટીમ ગામમાં એક વ્યક્તિના ઘરે તપાસ કરવા ગઈ હતી. 

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ગામલોકો સીબીઆઈ ટીમ પર લાકડીઓ વડે હુમલો કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા સીબીઆઈની ટીમ એક વ્યક્તિને હાથ પકડીને લઈ જતી જોવા મળે છે. ત્યારે અચાનક આસપાસના ગામલોકો ટીમ પર હુમલો કરે છે અને તેમને લાકડીઓથી મારવાનું શરૂ કરે છે. આ પછી પોલીસ આગળ આવે છે અને તેનો જીવ બચાવે છે. 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મિથુન નાઈકની શોધમાં સીબીઆઈની ટીમ જ્યુબિલી કોલોની પહોંચી હતી. મળતી માહિતી મુજબ આરોપીના પરિવારજનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને પછી હુમલો કર્યો. મળતી માહિતી મુજબ, ગામલોકોએ જણાવ્યું કે સીબીઆઈની ટીમ સ્થાનિક પોલીસની જાણ વગર આવી હતી અને તેણે પોતાની ઓળખ પણ જાહેર કરી ન હતી. 

14 જગ્યાએ દરોડા

તમને જણાવી દઈએ કે, CBIએ મંગળવારે બાળ યૌન શોષણની સામગ્રી (CSEM) સર્ક્યુલેટ કરવાના મુદ્દે 14 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા CSEM ના પ્રસારણ, સંગ્રહ અને જોવામાં તેમની કથિત સંડોવણી બદલ 10 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું કે 14 નવેમ્બરે 83 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. 23 અલગ-અલગ કેસોના સંદર્ભમાં લગભગ 77 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે. 

Next Article