Rajkot: યુવતી સાથે કારમાં રંગરલીયા મનાવતા પોલીસમેનનો વિડીયો વાયરલ, સ્થાનિકોએ આપ્યો મેથીપાક

|

Sep 21, 2021 | 5:58 PM

Rajkot: જિલ્લામાં એક યુવતી સાથે રંગરેલીયા મનાવતા હેડ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં રંગરલીયા મનાવતો વ્યક્તિ શાપર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

Rajkot: યુવતી સાથે કારમાં રંગરલીયા મનાવતા પોલીસમેનનો વિડીયો વાયરલ, સ્થાનિકોએ આપ્યો મેથીપાક
Obscene video of Head Constable goes viral from Rajkot district, probe ordered

Follow us on

રાજકોટ ગ્રામ્ય પોલીસના એક હેડ કોન્સટેબલનો પોલીસને શર્મસાર કરતો વિડીયો વાયરલ થયો છે. જિલ્લાના શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેતા કોટડાસાંગાણી તાલુકાના ઢોલરા રોડ પર એક પોલીસમેન નિ:વસ્ત્ર થઇને કારમ રંગરેલીયા મનાવતો હતો જેની જાણ સ્થાનિકોને થતા તેઓએ પહેલા તો આ પોલીસમેનનો વિડીયો બનાવ્યો હતો. બાદમાં સ્થાનિકોએ તેને ત્યાંથી બહાર કાઢીને મેથી પાક ચખાડ્યો હતો.

સ્થાનિકોના કહેવા પ્રમાણે પોલીસમેન એટલો નશાની હાલતમાં હતો કે ઉભો પણ રહી શકતો ન હતો.બનાવની જાણ થતા શાપર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસમેનને ત્યાંથી પોલીસ સ્ટેશન લઇ જવો પડ્યો હતો. નિ વસ્ત્ર પોલીસમેન એટલો નશાની હાલતમાં હતો કે ચાલી પણ શકતો ન હતો, પોલીસે ટીંગાટોળી કરીને તેને પોલીસ સ્ટેશન લઇ જવો પડ્યો હતો.

રંગરેલીયા મનાવનાર પોલીસમેન શાપર પોલીસ સ્ટેશનનો હેડ કોન્સટેબલ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કોટડાસાંગાણી તાલુકાના ઢોલરા રોડ પર રંગરેલિયા મનાવનાર પોલીસમેન શાપર પોલીસ સ્ટેશનનો હેડ કોન્સટેબલ છે અને તેનું નામ અશ્વિન મકવાણા છે. બનાવની જાણ થતા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ શાપર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને તેમના દ્રારા અશ્વિનની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સ તેની કૌંટુબિક સાળી સાથે છેલ્લા ઘણાં સમયથી પ્રેમ સબંધમાં છે અને આજે તેની સાથે રંગરલીયા મનાવતા તેની સામે પ્રોહિબિશન એક્ટ અને જાહેરમાં બિભસ્ત ચેનચાળા કરવાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

સસ્પેન્ડ કરવા સુઘીના પગલાં લેવાશે – એસપી

આ બનાવ અંગે રાજકોટ રૂરલ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ કહ્યું હતુ કે બનાવની જાણ થતા જ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શાપર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવશે અને આ અંગે ડીવાયએસપીને તપાસ પણ સોંપવામાં આવી છે તપાસનો રિપોર્ટ આવતાની સાથે જ તેને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવામાં આવશે. આ પ્રકારની પ્રવૃતિઓ ચલાવી લેવાય નહિ અને તેની સામે કડક કાર્યવાહી થશે તેવું પણ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ઉમેર્યું હતું.

 

આ પણ વાંચો: Rajkot : “કૌન બનેગા કરોડપતિ મેં આપકા સ્વાગત હૈ” અને, યુવાન સાથે થઇ છેતરપિંડી

આ પણ વાંચો: સારા સમાચાર: દિવાળી સુધીમાં 3 લાખ કોલેજિયનોને મળશે ટેબ્લેટ, સરકારે આપ્યો ઓર્ડર

Published On - 5:56 pm, Tue, 21 September 21

Next Article